AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kutch: કંડલા નજીક CFSમાંથી ઝડપાયેલા ડ્રગ્સ કેસમાં DRIએ ઉત્તરાખંડના ઇમ્પોર્ટરની પંજાબથી ધરપકડ કરી

Kutch: કંડલા નજીક CFSમાંથી ઝડપાયેલા ડ્રગ્સ કેસમાં DRIએ ઉત્તરાખંડના ઇમ્પોર્ટરની પંજાબથી ધરપકડ કરી

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 25, 2022 | 12:51 PM
Share

ઉલ્લેખનીય છે કે ચાર દિવસ પહેલાં કંડલામાંથી ગુજરાત ATS અને DRIની સંયુક્ત ટીમોએ કંડલા પોર્ટ પરથી 250 કિલો જેટલું હેરોઈન ઝડપી પાડ્યું હતું. આ વખતે ઝડપાયેલું ડ્રગ્સ પણ પાવડરની આડમાં લાવવામાં આવતુ હતું.

કચ્છ (Kutch) ના કંડલા (Kandala) નજીક ખાનગી CFSમાંથી ઝડપાયેલા ડ્રગ્સ (drug) કેસમાં મોટી સફળતા મળી છે. આ કેસમાં DRIએ ઉત્તરાખંડના ઇમ્પોર્ટરની પંજાબથી ધરપકડ કરી છે. તેને પંજાબમાં અમૃતસર કોર્ટમાં રજૂ કર્યા બાદ DRI આજે ભુજ કોર્ટમાં રજૂ કરશે. કંડલા ખાનગી CFSમાંથી 1439 કરોડનુ ડ્રગ્સ ઝડપાયું હતું. આ ડ્રગ્સ ઇરાનના અબ્બાસ પોર્ટ પરથી જીમ પાઉડરની આડમાં લવાયું હતું.

ઉલ્લેખનીય છે કે ચાર દિવસ પહેલાં કંડલામાંથી ગુજરાત ATS અને DRIની સંયુક્ત ટીમોએ કંડલા પોર્ટ પરથી 250 કિલો જેટલું ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું.  પ્રાથમિક અહેવાલ અનુસાર, આ હેરોઈન અફઘાનિસ્તાન અથવા ઇરાનમાંથી આવ્યું હોવાની આશંકા સેવાઈ રહી હતી. આ વખતે ઝડપાયેલું ડ્રગ્સ પણ પાવડરની આડમાં લાવવામાં આવતુ હતું. આ ડ્રગ્સ એકદમ પ્યોર ફોર્મમાં છે.સૂત્રોના જણાવ્યા અનુસાર ગુજરાત ATSને આ ડ્રગ્સ અંગેની માહિતી મળી હતી જે બાદ તેની પર DRIએ કાર્યવાહી કરી હતી. જેમાં એક કન્ટેનરમાં 250 કિલો ડ્રગ્સ હતું.

ગુજરાતમાં વારંવાર ડ્રગ્સ પકડાઈ રહ્યું છે ત્યારે એક વાત એ પણ સામે આવી રહી છે કે આ ડ્રગ્સનો વપરાશ ગુજરાતમાં થતો નથી, પણ ગુજરાતનો ટ્રાન્જીટ વે તરીકે ઉપયોગ થઈ રહ્યો છે. આ અગાઉ પણ ડ્રગ્સ પકડાવાની ઘણી ઘટનાઓ બની છે જેમાં મુખ્ય આયાતગાર રાજ્યની બહારના જ હોવાનું જાણાવા મળ્યું છે. આ વખતે કંડલામાંથી પકડાયેલા ડ્રગ્સનો આયાતકાર ઉત્તરાખંડનો છે અને પંજાબમાંથી તેની ધરપકડ કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ ખેડબ્રહ્માના કોંગ્રેસના ધારાસભ્ય અશ્વિન કોટવાલ બે-ચાર દિવસમાંઆપશે રાજીનામું, કોંગ્રેસને પડી શકે છે ફટકો

આ પણ વાંચેઃ નરેશ પટેલે રાજકારણમાં ના જવુ જોઈએ, ખોડલધામની પોલિટિક્લ સમિતિના આંતરિક સર્વેમાં વ્યકત થયો મત

Published on: Apr 25, 2022 12:12 PM
g clip-path="url(#clip0_868_265)">