Virat Kohli: આ 2 ખેલાડી સૌથી મજબૂત હોવાનો દાવો, આગામી સિઝનમાં બની શકે છે RCBનો નવો કેપ્ટન !

RCB Captain વિરાટ કોહલીએ કહ્યું કે, તે આ સિઝન પછી RCBના કેપ્ટન પદેથી રાજીનામું આપી દેશે. આવ સ્થિતિમાં વિરાટ પછી 2 યુવા ખેલાડીઓ છે જે આ પદ સંભાળી શકે છે.

Virat Kohli: આ 2 ખેલાડી સૌથી મજબૂત હોવાનો દાવો, આગામી સિઝનમાં બની શકે છે RCBનો નવો કેપ્ટન !
Virat Kohli
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 08, 2021 | 1:45 PM

RCB Captain : મહેન્દ્ર સિંહ ધોનીની કપ્તાનીમાં CSKએ IPL 2021નો ખિતાબ જીત્યો. IPLનો સેકન્ડ હાફ શરૂ થતાં જ ફેન્સને એક મોટા સમાચાર સાંભળવા મળ્યા. વિરાટ કોહલીએ કહ્યું હતું કે, તે આ સિઝન બાદ RCBની કેપ્ટનશીપ છોડી દેશે. આ પછી સતત એવી આગાહી કરવામાં આવી રહી છે કે કોહલી પછી કોણ RCBનો કેપ્ટન બનશે. આ સ્થિતિમાં આ પદ માટે બે ભારતીય ખેલાડીઓ વચ્ચે જંગ જામશે.

આ 2 ખેલાડી RCBના નવા કેપ્ટન બની શકે છે

IPL 2022 ની શરૂઆત પહેલા એક મેગા હરાજી યોજાવાની છે, જેમાં દરેક એક ટીમને સંપૂર્ણપણે બદલવામાં આવશે. આ સ્થિતિમાં RCBને વિરાટ કોહલી (Virat Kohli) બાદ નવો કેપ્ટન પણ મળશે. આ પદ માટે 2 ભારતીય ખેલાડી (Indian Player)ઓ પણ મોટા દાવેદાર છે. આ રિપોર્ટમાં અમે તમને એવા જ 2 ખેલાડીઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

1. કેએલ રાહુલ

વિરાટ કોહલીએ IPLમાં RCBની કેપ્ટનશીપ છોડી દીધી છે. આ સ્થિતિમાં આગામી સિઝન માટે, RCB એક વખત કેએલ રાહુલને પોતાની ટીમમાં સામેલ કરવા માંગે છે. જો આમ થશે તો રાહુલ આરસીબીનો નવો કેપ્ટન બનવાનો સૌથી મોટો દાવેદાર હશે. રાહુલ લાંબા સમયથી પંજાબની કેપ્ટનશીપ કરી રહ્યો છે અને તે એક સારો કેપ્ટન પણ સાબિત થયો છે.

તમને જણાવી દઈએ કે અહેવાલોમાં એવું સામે આવ્યું છે કે, પંજાબ કિંગ્સ આગામી સિઝનમાં રાહુલને ડ્રોપ કરશે. રાહુલ આરસીબી તરફથી રમી ચૂક્યો છે. તે શાંત ખેલાડી છે અને તે RCBની કેપ્ટનશીપ માટે સારો વિકલ્પ બની શકે છે. કેએલ રાહુલે પંજાબ માટે દરેક સિઝનમાં 500થી વધુ રન બનાવ્યા છે. તે 2018 થી આ ટીમ સાથે સંકળાયેલો હતો અને ત્યારથી દરેક સીઝનમાં રાહુલે ઘણા રન બનાવ્યા છે. રાહુલે 2018માં 659 રન, IPL 2019માં 593 રન, 2020 સિઝનમાં 670 રન અને આ વર્ષે પણ 626 રન બનાવ્યા છે.

2. શ્રેયસ અય્યર

દિલ્હી કેપિટલ્સના ભૂતપૂર્વ કેપ્ટન શ્રેયસ અય્યરે તાજેતરમાં નિર્ણય લીધો છે કે તે આગામી સિઝનમાં દિલ્હી કેપિટલ્સ ટીમ છોડી દેશે અને હરાજીમાં પોતાનું નામ આપશે. અય્યર લાંબા સમય બાદ બીજી નવી ટીમમાં જોવા મળી શકે છે. ખાસ કરીને ઘણી ટીમો તેને પોતાનો કેપ્ટન બનાવવા માંગે છે. આ યાદીમાં પહેલું નામ RCBનું આવે છે.

અય્યર આ ટીમ માટે યોગ્ય રહેશે કારણ કે, તે યુવા ખેલાડી છે અને તેની પાસે આઈપીએલમાં કેપ્ટનશિપનો અનુભવ પણ છે. શ્રેયસ અય્યરની કેપ્ટનશીપમાં દિલ્હી કેપિટલ્સની ટીમને ઘણી સફળતા મળી છે. દિલ્હીની ટીમ 2020 સિવાય ક્યારેય IPL ફાઇનલમાં પહોંચી નથી. આ ટીમને ફાઇનલમાં લઈ જનાર કેપ્ટન શ્રેયસ અય્યર હતો. જો કે, 2021ની શરૂઆતમાં અય્યરને ઈજા થઈ હતી અને તેને દિલ્હીની કેપ્ટનશીપથી દૂર કરવામાં આવ્યો હતો.

કોહલીને સફળતા મળી નથી

વિરાટ કોહલી છેલ્લા 8 વર્ષથી RCBનો કેપ્ટન છે, પરંતુ તે અત્યાર સુધી પોતાની ફ્રેન્ચાઈઝી ચેમ્પિયન બનાવવામાં નિષ્ફળ રહ્યો છે, તેથી તેના પર આ જવાબદારી છોડવાનું સતત દબાણ હતું અને હવે જે અપેક્ષા હતી તે જ થયું.

આ પણ વાંચો : સ્વિટ્ઝર્લેન્ડે covaxin મંજૂરી આપી, ભારત સરકાર ટુંક સમયમાં જ વધુ ફ્લાઈટ્સને મંજૂરી આપશે

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">