IPL 2022: ટૂર્નામેન્ટની 15મી સિઝનમાં મહેન્દ્ર સિંહ ધોનીથી લઈને ફાફ ડુ પ્લેસિસ, આઠ ભારતીય અને બે વિદેશી કેપ્ટન

|

Mar 13, 2022 | 2:20 PM

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 15મી સિઝનમાં આઠને બદલે 10 ટીમો રમશે. ટૂર્નામેન્ટ શરૂ થવાના 14 દિવસ પહેલા તમામ દસ ટીમોના કેપ્ટન નક્કી કરવામાં આવ્યા છે.

IPL 2022: ટૂર્નામેન્ટની 15મી સિઝનમાં મહેન્દ્ર સિંહ ધોનીથી લઈને ફાફ ડુ પ્લેસિસ, આઠ ભારતીય અને બે વિદેશી કેપ્ટન
South Africa announce squad for Bangladesh Tests IPL players not picked
Image Credit source: Twitter Photo

Follow us on

IPL 2022: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે શનિવારે (12 માર્ચ) ફાફ ડુ પ્લેસિસ (Faf du Plessis)ને તેમના નવા કેપ્ટન તરીકે નિયુક્ત કર્યા. તે વિરાટ કોહલીનું સ્થાન લેશે. બે નવી ટીમો લખનૌ સુપર જાયન્ટ્સ અને ગુજરાત ટાઇટન્સ (Gujarat Titans)નું કમાન કેએલ રાહુલ અને હાર્દિક પંડ્યા સંભાળે છે. આઠ ટીમોમાં ભારતીય અને બે ટીમોએ વિદેશી ખેલાડીઓને કેપ્ટન બનાવ્યા છે.

ચાલો જાણીએ કઈ ટીમની કમાન કોના હાથમાં છે

મુંબઈ ઈન્ડિયન્સ: પાંચ વખત ટાઈટલ જીતનારી ટીમ મુંબઈ ઈન્ડિયન્સની કમાન આ વખતે પણ રોહિત શર્માના હાથમાં છે. તેણે પોતાની કપ્તાનીમાં પાંચ વખત મુંબઈને ચેમ્પિયન બનાવ્યું છે. તેણે આ વખતે 16 કરોડ રૂપિયામાં ફ્રેન્ચાઈઝી જાળવી રાખી છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

 

 

 

ચેન્નાઈ સુપર કિંગ્સ: ભારતના મહાન કેપ્ટનોમાંના એક મહેન્દ્ર સિંહ ધોની IPLમાં ફરી એકવાર ટીમ ચેન્નાઈની કમાન સંભાળતા જોવા મળશે. તે એકમાત્ર એવો કેપ્ટન છે જે પ્રથમ સિઝનથી ટીમની કેપ્ટનશીપ કરી રહ્યો છે. ધોની 2010, 2011, 2018 અને 2021માં ચેન્નાઈને ચેમ્પિયન બનાવી ચૂક્યો છે. તેને આ વખતે ટીમે 12 કરોડ રૂપિયામાં જાળવી રાખ્યો છે.

 

 

 

દિલ્હી કેપિટલ્સઃ છેલ્લી ત્રણ સિઝનમાં પ્લેઓફમાં પહોંચેલી દિલ્હી કેપિટલ્સ રિષભ પંતના હાથમાં છે. શ્રેયસ ઐયરની ઈજાને કારણે તેને ગત સિઝનમાં કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. આ પછી ઐયરની વાપસી થઈ હતી. આ છતાં, ફ્રેન્ચાઇઝીએ પંતને કેપ્ટન તરીકે જાળવી રાખ્યો. તે આ સિઝનમાં પણ ટીમની કમાન સંભાળતો જોવા મળશે. પંતને દિલ્હીએ 16 કરોડ રૂપિયામાં જાળવી રાખ્યો છે.

 

 

સનરાઇઝર્સ હૈદરાબાદઃ IPL 2016ની ચેમ્પિયન ટીમ સનરાઇઝર્સ હૈદરાબાદની કમાન કેન વિલિયમસનના હાથમાં છે. વિલિયમસનને ગયા વર્ષે ડેવિડ વોર્નરની જગ્યાએ કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. વિલિયમસનને આ વખતે ફ્રેન્ચાઇઝીએ 14 કરોડ રૂપિયામાં જાળવી રાખ્યો છે. તેમની કપ્તાનીમાં હૈદરાબાદની ટીમ 2018ની ફાઇનલમાં પહોંચી હતી. આ વખતે પણ ફ્રેન્ચાઈઝી તેની પાસેથી આવા જ પ્રદર્શનની અપેક્ષા રાખી રહી છે.

 

 

રાજસ્થાન રોયલ્સઃ IPLની પ્રથમ સિઝનમાં ચેમ્પિયન બનેલી ટીમ રાજસ્થાન રોયલ્સ હંમેશા પ્રયોગ કરવા માટે જાણીતી છે. તેણે પહેલી સિઝનમાં જ બધાને ચોંકાવી દીધા હતા અને શેન વોર્નને કેપ્ટન બનાવ્યો હતો. ત્યારબાદ ટીમ ચેમ્પિયન પણ બની હતી. ત્યારથી રાહુલ દ્રવિડ, અજિંક્ય રહાણે, શેન વોટસન, સ્ટીવ સ્મિથે ટીમની કમાન સંભાળી છે. આ યાદીમાં સંજુ સેમસનનું નામ પણ છે. ગત સિઝનમાં તે કેપ્ટન બન્યો હતો. ટીમે ફરી એકવાર આ યુવા બેટ્સમેન પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. રાજસ્થાને સંજુને 14 કરોડ રૂપિયામાં જાળવી રાખ્યો છે

 

 

લખનૌ સુપર જાયન્ટ્સ: નવી IPL ટીમ લખનૌ સુપર જાયન્ટ્સે ભારતીય ઓપનર કેએલ રાહુલને કેપ્ટન તરીકે નિયુક્ત કર્યા છે. રાહુલ છેલ્લી બે સિઝનમાં પંજાબ કિંગ્સનો કેપ્ટન હતો. તે દરમિયાન તેને વધારે સફળતા મળી ન હતી. RPSG ગ્રૂપની માલિકીની ફ્રેન્ચાઈઝીએ રાહુલને 17 કરોડ રૂપિયામાં ટીમ સાથે જોડ્યો છે. હરાજી પહેલા પ્લેયર ડ્રાફ્ટ દરમિયાન તેને પોતાની ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો.

 

 

 

ગુજરાત ટાઇટન્સઃ મુંબઈ ઈન્ડિયન્સના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને આઈપીએલની નવી ફ્રેન્ચાઈઝીનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. આ નિર્ણયથી દરેકને આશ્ચર્ય થયું હતું, કારણ કે હાર્દિકને કેપ્ટનશિપનો બહુ અનુભવ નથી. હવે જોવાનું એ રહેશે કે ગુજરાત ટાઇટન્સનો આ નિર્ણય કેટલો સાચો સાબિત થાય છે. ફ્રેન્ચાઇઝીએ 15 કરોડ રૂપિયામાં પ્લેયર ડ્રાફ્ટ દ્વારા હાર્દિકને ટીમમાં સામેલ કર્યો હતો.

 

 

 

કોલકાતા નાઈટ રાઈડર્સઃ બે વખત આઈપીએલ જીતનાર કોલકાતા નાઈટ રાઈડર્સે દિલ્હી કેપિટલ્સને ફાઈનલમાં લઈ જનાર સુકાની શ્રેયસ અય્યરને ટીમની કમાન સોંપી છે. આઈપીએલની હરાજીમાં ફ્રેન્ચાઈઝીએ ઐયરને 12.25 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. તેને ઈયોન મોર્ગનની જગ્યાએ નવો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. મોર્ગનને આ વખતે હરાજીમાં કોઈ ટીમે ખરીદ્યો ન હતો.

 

 

પંજાબ કિંગ્સઃ IPLની સૌથી કમનસીબ ટીમ કહેવાતી પંજાબ કિંગ્સે ફરી એકવાર નવા કેપ્ટનની પસંદગી કરી છે. તેણે મયંક અગ્રવાલને ટીમના કેપ્ટન તરીકે નિયુક્ત કર્યા છે. મયંકને આ વખતે ફ્રેન્ચાઇઝીએ 12 કરોડ રૂપિયામાં જાળવી રાખ્યો છે. તે કેએલ રાહુલનું સ્થાન લેશે.

 

 

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરઃ આખરે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે તેમના કેપ્ટનના નામની જાહેરાત કરી. તેણે દક્ષિણ આફ્રિકાના ફાફ ડુ પ્લેસિસને નવા કેપ્ટન તરીકે નિયુક્ત કર્યા. ડુપ્લેસીસને આઈપીએલમાં કેપ્ટનશિપ કરવાનો અનુભવ નથી, પરંતુ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં તેણે લાંબા સમય સુધી દક્ષિણ આફ્રિકાની ટીમની કેપ્ટનશિપ કરી છે. ડુપ્લેસીસને આરસીબીએ હરાજીમાં 7 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.

 

 

આ પણ વાંચો : CWCની મીટિંગ પહેલા આજે સોનિયા ગાંધીએ બોલાવી CPPની બેઠક, ચૂંટણીમાં થયેલી હાર અને પાર્ટીની રણનીતિ અંગે થઈ શકે છે ચર્ચા

 

Next Article