IPL 2021: ભાવનગરના ચેતન સાકરિયાની સંઘર્ષની કથાને લઈને વિરેન્દ્ર સહેવાગે કરી ભાવુક ટ્વીટ

|

Apr 13, 2021 | 5:34 PM

IPL 2021ની ચોથી મેચ સોમવારે રાજસ્થાન રોયલ્સ અને પંજાબ કિંગ્સ (Rajasthan Royals vs Punjab Kings) વચ્ચે રમાઈ હતી. જે મેચમાં ભાવનગર (Bhavnagar)ના ચેતન સાકરિયા (Chetan Sakariya)એ રાજસ્થાન તરફથી IPL ડેબ્યૂ કર્યુ હતુ.

IPL 2021: ભાવનગરના ચેતન સાકરિયાની સંઘર્ષની કથાને લઈને વિરેન્દ્ર સહેવાગે કરી ભાવુક ટ્વીટ
Virender Sehwag-Chetan Sakaria

Follow us on

IPL 2021ની ચોથી મેચ સોમવારે રાજસ્થાન રોયલ્સ અને પંજાબ કિંગ્સ (Rajasthan Royals vs Punjab Kings) વચ્ચે રમાઈ હતી. જે મેચમાં ભાવનગર (Bhavnagar)ના ચેતન સાકરિયા (Chetan Sakariya)એ રાજસ્થાન તરફથી IPL ડેબ્યૂ કર્યુ હતુ. તેણે જોફ્રા આર્ચરની ગેરહાજરીમાં મળેલી જવાબદારી સફળતાપૂર્વક નિભાવી હતી. તેણે દમદાર પ્રદર્શન વડે 4 ઓવરમાં 31 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. જેમાં કેએલ રાહુલ, મયંક અગ્રવાલ અને ઝાય રિચાર્ડસનની વિકેટ પણ સાકરિયાની શિકાર યાદીમાં સામેલ હતી. જોકે સાકરીયાનો અહીં સુધી પહોંચવાની સફર ખૂબ જ મુશ્કેલ રહી છે. જે જાણનાર કોઈ પણ ભાવુક થઈ જાય તેવી તેની સ્થિતી છે. ટીમ ઈન્ડીયા (Team India)ના પૂર્વ ક્રિકેટર વિરેન્દ્ર સહેવાગે (Virender Sehwag) ટ્વીટર પર સાકરિયાના સંઘર્ષની કહાની શેર કરી છે.

 

 

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

સહેવાગે સાકરિયાની માતાનું ઈન્ટરવ્યુ શેર કરતા ટ્વીટ કર્યુ હતુ કે ચેતન સાકરીયાના ભાઈ એ કેટલાક સમય પહેલા સ્યુસાઈડ કર્યુ હતુ. તે સમયે તે સૈયદ મુશ્તાક અલી ટ્રોફી રમી રહ્યો હતો. 10 દિવસ સુધી તેના માતા પિતાએ આ વાતને ચેતનથી છુપાવી રાખી હતી. જેથી તેની રમતને અસર ના પહોંચે. તે ટ્રોફીને લઈને ટીમના બાયોબબલમાં હતો, એકવાર બહાર નિકળ્યા બાદ તે બાયોબબલમાં પરત નહીં ફરી શકતા તેના કેરિયરને અસર પહોંચે એમ હતી. ક્રિકેટમાં ભવિષ્યને લઈને આવા યુવાઓ અને તેમના માતા પિતા માટે કેટલુ મહત્વ ધરાવે છે, તે આ પ્રયાસ પરથી જણાયુ છે. હકીકતમાં જ આઈપીએલે ભારતીય યુવાઓના સપનાઓને સાકાર કરી રહ્યુ છે, એટલે જ કેટલીક કહાનીઓ એક અસાધારણ લાગી રહી છે.

https://twitter.com/virendersehwag/status/1381677982947758080?s=20

 

જાન્યુઆરીમાં સાકરિયા તેના નાના ભાઈને ગુમાવી ચુક્યો હતો. ત્યારે તે સૌરાષ્ટ્રની ટીમ વતીથી સૈયદ મુશ્તાક અલી ટ્રોફી રમી રહ્યો હતો. સાકરિયાએ રાજસ્થાન રોયલ્સે આઈપીએલ 2021ના ઓકશનમાં 1.2 કરોડ રુપિયામાં ખરીદ્યો હતો. તે પાછળના વર્ષે વિરાટ કોહલીની આગેવાની ધરાવતી ફેન્ચાઈઝી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)નો નેટ બોલર હતો. પંજાબ કિંગ્સ સામે મેચ બાદ રાજસ્થાન રોયલ્સના ક્રિકેટ નિર્દેશક કુમાર સંગાકારાએ પણ સાકરિયાની ખૂબ પ્રશંસા કરી હતી.

 

ગુજરાતના ભાવનગર શહેર નજીક આવેલા એક ગામડામાં વસતા સાકરિયાના પરિવારની આર્થિક સ્થિતી ખૂબ જ મુશ્કેલ રહી હતી. તેના સંબંધી દ્વારા તેના ભણવા અને ક્રિકેટના ખર્ચને ઉઠાવી રહ્યા હતા. બદલામાં સાકરિયા પણ તેમને વ્યવસાયિક મદદ કરતો હતો. સાકરિયાના પિતા ટેમ્પો ચલાવીને પરિવારનું ગુજરાન કરતા હતા. સાકરિયાએ આઈપીએલના ઓકશનમાં ખરીદ્યો હતો, બાદ કહ્યુ હતુ કે આ જાણીને ભાઈ હોત તો તે ખૂબ ખૂશ થયો હોત.

 

આ પણ વાંચો: અમદાવાદ: કોરોનાથી મૃત્યુ પામેલા દર્દીના મૃતદેહ પરથી દાગીના ચોરી કરનારા આરોપીની પોલીસે કરી ધરપકડ

Next Article