AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2021: આ વર્ષે ઓક્શનમાં નહી જોવા મળે ક્રિકેટના આ નામાંકિત ચહેરાઓ, જાણો

IPL 2021 Auction ની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ વર્ષે ઓકશનમાં કુલ 1097 ખેલાડીઓ હશે, જેમાં સ્ટીવ સ્મિથ (Steve Smith) , ગ્લેન મેક્સવેલ (Glenn Maxwell) જેવા મોટા નામ પણ નવી ટીમની શોધમાં છે. IPLની હરાજી 18 ફેબ્રુઆરીએ બપોરે 3 વાગ્યે શરૂ થશે.

IPL 2021: આ વર્ષે ઓક્શનમાં નહી જોવા મળે ક્રિકેટના આ નામાંકિત ચહેરાઓ, જાણો
IPLની હરાજી 18 ફેબ્રુઆરીએ બપોરે 3 વાગ્યે શરૂ થશે.
Avnish Goswami
| Edited By: | Updated on: Feb 06, 2021 | 10:30 AM
Share

IPL 2021 Auction ની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ વર્ષે ઓકશનમાં કુલ 1097 ખેલાડીઓ હશે, જેમાં સ્ટીવ સ્મિથ (Steve Smith) , ગ્લેન મેક્સવેલ (Glenn Maxwell) જેવા મોટા નામ પણ નવી ટીમની શોધમાં છે. IPLની હરાજી 18 ફેબ્રુઆરીએ બપોરે 3 વાગ્યે શરૂ થશે.

વિદેશી ખેલાડીઓ ઉપરાંત આ વખતે દિગ્ગજ ક્રિકેટર પુત્ર અર્જૂન તેંડુલકર (Arjun Tendulkar) અને શ્રીસંત (Sreesanth) ના નામ પર પણ બોલી બોલવામાં આવશે. અર્જુન પ્રથમ વખત IPLની હરાજીમાં ભાગ લઈ રહ્યો છે અને તમામની નજર તેના નામ પર રહેશે. જ્યારે વિશ્વભરના ક્રિકેટરો આ T20 લીગમાં જોડાવા માટે ઉત્સુક છે, તો કેટલાક એવા ખેલાડીઓ છે જેમણે આ હરાજીથી દૂર રહેવાનું નક્કી કર્યું છે. એક નજર કરીએ આવા કેટલાક ખેલાડીઓ પર જે આ વખતે હરાજીમાં જોવા મળશે નહીં.

મિશેલ સ્ટાર્કઃ ઓસ્ટ્રેલિયાના ઝડપી બોલર મિશેલ સ્ટાર્કે ફરી એકવાર આઇપીએલની હરાજીમાં ભાગ નહીં લેવાનો નિર્ણય લીધો છે. સ્ટાર્ક તેની છેલ્લી સિઝન 2015 માં રમ્યો ત્યારથી તે IPL થી વિદાય થયો છે. એવી અપેક્ષા રાખવામાં આવી હતી કે જો સ્ટાર્ક હરાજીમાં સામેલ થાય, તો ઘણી ટીમો તેના પર જંગી રકમ ખર્ચ કરી શકે છે. જોકે, મિશેલ સ્ટાર્કનું તાજેતરનું પ્રદર્શન કંઈ ખાસ રહ્યું નથી અને તેણે ભારત સામે રમાયેલી મેચોમાં પોતાના ફોર્મને ફરીથી મેળવવા માટે સંઘર્ષ કર્યો હતો.

જો રુટઃ ઇંગ્લેન્ડની ટેસ્ટ ટીમના કેપ્ટન જો રૂટ પણ એવા ખેલાડીઓમાં સામેલ છે. જેણે IPL 2021 ની હરાજીથી દૂર રહેવાનો નિર્ણય લીધો છે. રુટને ટેસ્ટ બેટ્સમેન તરીકે ઓળખવામાં આવે છે. તે T20 ક્રિકેટમાં ખૂબ ઝડપી રન બનાવવા માટે જાણીતો નથી. આ કારણ છે કે કોઈ પણ ફ્રેન્ચાઇઝી તેના પર દાવ લગાવતા પહેલા અનેક વાર વિચારે છે. જોકે રુટે પોતાને ઝડપી લીગથી દૂર રાખીને પોતાનું નામ હરાજી માટે મોકલ્યું નથી.

ટોમ બેન્ટનઃ ઇંગ્લેન્ડના ટોચના ઓર્ડરના બેટ્સમેન ટોમ બેન્ટને આઇપીએલની હરાજીમાં, પોતાનું નામ ન મોકલતાં દરેકને આશ્ચર્યચકિત કરી દીધા છે. ગયા વર્ષે કોલકાતા નાઈટ રાઇડર્સ દ્વારા બેન્ટનને તેની ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો, પરંતુ વધુ મેચ રમવાનો મોકો મળ્યો ન હતો. છેલ્લા એક વર્ષમાં, બેન્ટને T20 ક્રિકેટમાં તેના પ્રદર્શનથી દરેકનું ધ્યાન ખેંચ્યું છે. તેનું નામ હરાજીમાં મળ્યુ નથી તે ખૂબ જ આશ્ચર્યજનક છે.

હેરી ગાર્નીઃ ગત સિઝનમાં ઈજાગ્રસ્ત થયા બાદ IPLમાંથી બહાર નિકળેલા હેરી ગાર્ની, એ પણ આ વર્ષે IPL હરાજી માટે પોતાનું નામ મોકલ્યું નથી. ગાર્ની કોલકાતા નાઈટ રાઇડર્સ ટીમમાં રમી ચૂક્યો છે અને ગત સીઝનમાં તેની ટીમનો પણ એક ભાગ હતો. ગાર્નીની ગણતરી ઇંગ્લેન્ડના શ્રેષ્ઠ T20 બોલરોમાં થાય છે અને બિગબેશ લીગમાં તેનું પ્રદર્શન પણ આશ્ચર્યજનક છે. ગાર્ની સારી લાઇન અને લેન્થ સાથે ઝડપી બોલિંગ માટે પણ જાણીતો છે.

જેમ્સ પેટિન્સનઃ ગત સિઝનમાં મુંબઈ ઈન્ડીયન્સ તરફથી શાનદાર બોલિંગ કરનાર પેટિન્સને આ વર્ષે આઇપીએલથી દૂર રહેવાનો નિર્ણય લીધો છે. પેટિન્સન એવા ખેલાડીઓમાંથી એક છે. જેણે પોતાનું નામ હરાજી માટે મોકલ્યું નથી. મુંબઈની ટીમે આ વર્ષ માટે જેમ્સ પેટિન્સનને મુકત કર્યો હતો. ઓસ્ટ્રેલિયાના ઝડપી બોલર ટ્રેન્ટ બૌલ્ટ અને જસપ્રીત બુમરાહની સાથે ગત સિઝનમાં મુંબઇ ઇન્ડીયન્સને ચેમ્પિયન બનાવવામાં મહત્વની ભૂમિકા નિભાવી હતી.

દિલ્હી બ્લાસ્ટની તપાસ NIA ને સોંપાઈ
દિલ્હી બ્લાસ્ટની તપાસ NIA ને સોંપાઈ
મોરબીમાં પોલીસે હોટલ અને ગેસ્ટહાઉસમાં ચેકિંગ હાથ ધર્યું
મોરબીમાં પોલીસે હોટલ અને ગેસ્ટહાઉસમાં ચેકિંગ હાથ ધર્યું
દ્વારકાધીશ મંદિરની સુરક્ષા વધારાઇ, મરીન પોલીસ અને કોસ્ટગાર્ડ એલર્ટ પર
દ્વારકાધીશ મંદિરની સુરક્ષા વધારાઇ, મરીન પોલીસ અને કોસ્ટગાર્ડ એલર્ટ પર
દિલ્હી બ્લાસ્ટ બાદ કાલુપુર રેલવે સ્ટેશન પર એલર્ટ !
દિલ્હી બ્લાસ્ટ બાદ કાલુપુર રેલવે સ્ટેશન પર એલર્ટ !
આ રાશિના જાતકોનો આખો દિવસ લાભદાયી રહેશે, તમારો દિવસ કેવો રહેશે?
આ રાશિના જાતકોનો આખો દિવસ લાભદાયી રહેશે, તમારો દિવસ કેવો રહેશે?
કડકડતી ઠંડીમાં ઠુંઠવાશે ! તમારા વિસ્તારમાં કેવું રહેશે વાતાવરણ
કડકડતી ઠંડીમાં ઠુંઠવાશે ! તમારા વિસ્તારમાં કેવું રહેશે વાતાવરણ
દિલ્હી બ્લાસ્ટની ઘટના બાદ રાજકોટ પોલીસે ઠેર ઠેર હાથ ધર્યું ચેકિંગ
દિલ્હી બ્લાસ્ટની ઘટના બાદ રાજકોટ પોલીસે ઠેર ઠેર હાથ ધર્યું ચેકિંગ
કાર વિસ્ફોટથી દિલ્હીમાં હડકંપ, અમિત શાહ શું કહ્યું જુઓ Video
કાર વિસ્ફોટથી દિલ્હીમાં હડકંપ, અમિત શાહ શું કહ્યું જુઓ Video
બગડી ગયેલા પાકને ખેડૂતોએ કર્યો પશુઓને હવાલે, માવઠાએ ધોઈ નાખ્યો પાક
બગડી ગયેલા પાકને ખેડૂતોએ કર્યો પશુઓને હવાલે, માવઠાએ ધોઈ નાખ્યો પાક
ભાવનગરના ડોળિયા ગામની શાળાને કરાઈ તાળાબંધી, આચાર્યની બદલીની માગ પ્રબળ
ભાવનગરના ડોળિયા ગામની શાળાને કરાઈ તાળાબંધી, આચાર્યની બદલીની માગ પ્રબળ
g clip-path="url(#clip0_868_265)">