IPL 2021: સુરેશ રૈનાએ ઋષભ પંતને લઈને કહ્યું, જે આવે એ ઘંટ સમજીને વગાડી જાય છે!

|

Apr 02, 2021 | 6:02 PM

ટીમ ઈન્ડીયા (Team India)ના વિકેટકીપર બેટ્સમેન અને દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals)ના કેપ્ટન ઋષભ પંત (Rishabh Pant) આજકાલ ખૂબ ચર્ચામાં છે. અગાઉ પોતાના ખરાબ ફોર્મ અને શોટ સિલેકશનને લઈને ટીકાકારોના નિશાને પણ ચઢી ચુક્યો હતો.

IPL 2021: સુરેશ રૈનાએ ઋષભ પંતને લઈને કહ્યું, જે આવે એ ઘંટ સમજીને વગાડી જાય છે!
Rishabh Pant-Suresh Raina

Follow us on

ટીમ ઈન્ડીયા (Team India)ના વિકેટકીપર બેટ્સમેન અને દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals)ના કેપ્ટન ઋષભ પંત (Rishabh Pant) આજકાલ ખૂબ ચર્ચામાં છે. અગાઉ પોતાના ખરાબ ફોર્મ અને શોટ સિલેકશનને લઈને ટીકાકારોના નિશાને પણ ચઢી ચુક્યો હતો. પરંતુ હવે જાન્યુઆરીથી તેનો સમય બદલાઈ ચુક્યો છે. તેની ચોતરફ તારીફ થવા લાગી છે. ઓસ્ટ્રેલિયા પ્રવાસ અને ઈંગ્લેન્ડ સામેની ઘરેલુ શ્રેણીઓમાં તેના શાનદાર પ્રદર્શને હવે તેનો સમય બદલી દીધો છે. ટીકાકારો હવે તેની વાહવાહીમાં લાગી ચુક્યા છે. ગત વર્ષે તેણે ટીમ મર્યાદિત ઓવરોની ઈલેવનથી બહાર બેસવુ પડ્યુ હતુ. આ દરમ્યાન પૂર્વ ક્રિકેટર સુરેશ રૈના (Suresh Raina)એ પણ પંતના ટીકાકારોને મસ્ત અંદાજથી જવાબ આપ્યો છે.

 

હિન્દુસ્તાન ટાઈમ્સ સાથેની વાતચીત દરમ્યાન સુરેશ રૈનાએ કહ્યું હતુ કે કોઈ પણ તેને મંદિરનો ઘંટ સમજીને વગાડીને ચાલ્યો જઈ રહ્યો હતો. પહેલા ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર જ એવુ લાગતુ હતુ કે, તે દરેક બોલને હિટ કરવા માંગે છે. ઈંગ્લેન્ડ સામે પણ એમ લાગતુ હતુ કે, જેક લીચના દરેક બોલ પર તે છગ્ગો લગાવવા ઈચ્છે છે. આવામાં સ્ટ્રોક પ્લેયર આઉટ થઈ જાય છે તો તમારે એનો સપોર્ટ કરવો જોઈએ.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

 

રૈનાએ આગળ કહ્યુ હતુ કે, બ્રાયન લારા કહેતા હતા કે જ્યારે સમય સારો હોય ત્યારે ખેલાડી રન બનાવતો હોય છે. જ્યારે સમય ખરાબ હોય તો તે રનથી સમજી લેવુ જોઈએ કે ખેલાડીમાં કેટલો દમ છે. ઋષભ પંતને પીઠબળ આપવાની જરુર છે, જે કેપ્ટન વિરાટ કોહલીએ નથી કર્યુ. પંત ઓછામાં ઓછુ 10-15 વર્ષ સુધી ટીમ ઈન્ડીયા માટે રમશે.

 

ઋષભ પંતને હાલમાં જ આઈપીએલની આગામી સિઝન માટે દિલ્હીના કેપ્ટન તરીકે પસંદ કરવામાં આવ્યો છે. તેણે અનેક અનુભવી ખેલાડીઓને પાછળ મુકીને 23 વર્ષની વયે જ કેપ્ટનશીપ મેળવી છે. 2016થી પંત આઈપીએલમાં દિલ્હી કેપિટલ્સ સાથે જોડાઈને ડેબ્યુ કર્યુ હતુ. ત્યારબાદથી દિલ્હીનો તે એક મજબૂત હિસ્સો તેના પ્રદર્શન દ્વારા બની ગયો હતો.

 

 

આ પણ વાંચો: શ્રેયસ ઐયરને ખભાની ઈજાને લઈને કરાશે સર્જરી, જૂલાઈમાં ઈંગ્લેન્ડની ટુર્નામેન્ટ પણ ગુમાવવાની સંભાવના

Next Article