IPL 2021: દિલ્હી કેપિટલ્સના નવા કેપ્ટન તરીકે ઋષભ પંતના શીરે તાજ, ઈંગ્લેન્ડ સામેનું પ્રદર્શન ફળ્યું

|

Mar 30, 2021 | 9:26 PM

IPLની ફેંન્ચાઈઝી દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals)ના કેપ્ટન શ્રેયસ ઐયર (Shreyas Iyer) સિઝનમાંથી બહાર થવાને લઈને હવે નવા કેપ્ટનની પસંદગી કરવામાં આવી છે. દિલ્હી કેપિટલ્સના નવા કેપ્ટન તરીકે ઋષભ પંત (Rishabh Pant)ને IPL 2021ની સિઝન માટે બનાવવામાં આવ્યો છે.

IPL 2021: દિલ્હી કેપિટલ્સના નવા કેપ્ટન તરીકે ઋષભ પંતના શીરે તાજ, ઈંગ્લેન્ડ સામેનું પ્રદર્શન ફળ્યું
Rishabh Pant

Follow us on

IPLની ફેંન્ચાઈઝી દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals)ના કેપ્ટન શ્રેયસ ઐયર (Shreyas Iyer) સિઝનમાંથી બહાર થવાને લઈને હવે નવા કેપ્ટનની પસંદગી કરવામાં આવી છે. દિલ્હી કેપિટલ્સના નવા કેપ્ટન તરીકે ઋષભ પંત (Rishabh Pant)ને IPL 2021ની સિઝન માટે બનાવવામાં આવ્યો છે. ઐયર ઈંગ્લેન્ડ (England) સામેની વન ડે સિરીઝ દરમ્યાન ઈજા પામ્યો હતો અને જેને લઈને તેણે ખભાની સર્જરી કરાવવાની સ્થિતી સર્જાઈ હતી. જેને લઈને તે ક્રિકેટથી આગામી કેટલાક મહિના દુર રહેવા મજબુર છે.

 

ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો

દિલ્હી કેપિટલ્સ પાસે કેપ્ટનશીપને લઈને અનેક દિગ્ગજ ખેલાડીઓ પણ ટીમમાં ઉપસ્થિત હતી. જેમાં અનુભવી ખેલાડી આર અશ્વિન, અજીંક્ય રહાણે, શિખર ધવન, પૃથ્વી શો અને સ્ટીવ સ્મિથ પણ તે રેસમાં સામેલ હતા. જોકે ટીમ મેનેજમેન્ટે પંત પર ભરોસો દર્શાવ્યો હતો. ઋષભ પંતને દિલ્હી કેપિટલ્સની આગેવાની એટલા માટે સોંપાઈ છે કે તેણે ઓસ્ટ્રેલીયા પ્રવાસ દરમ્યાનથી જ વિકેટની પાછળ અને બેટીંગ વડે શાનદાર પ્રદર્શન કર્યુ હતુ. આ દરમ્યાન અનેક વાર તેણે શાનદાર બેટીંગ કરીને ટીમને જીત પણ અપાવતી ભૂમિકા ભજવી હતી.

 

ઓસ્ટ્રેલીયા પ્રવાસ બાદ તેણે ઈંગ્લેન્ડ સામે પણ ખૂબ બેટ ચલાવ્યુ હતુ. 23 વર્ષિય આ ખેલાડીએ ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ સિરીઝમાં ઈંગ્લેન્ડ સામે પણ મહત્વની ભૂમિકા અદા કરી હતી. જેમાં તેણે છ ઈનીંગ રમી, એક શતક વડે 270 રન કર્યા હતા. પંતે ઈંગ્લેન્ડ સામે વન ડે શ્રેણીમાં પણ તેણે 77 અને 78 રનની બે વન ડે ઈનીંગ રમી હતી. ઐયર ટુર્નામેન્ટની બહાર થવુ એ દિલ્હી માટે ખૂબ જ ઝટકારુપ સમાચાર હતા. ઐયરની કેપ્ટનશીપમાં પાછળની સિઝનમાં દિલ્હી કેપિટલ્સ ફાઈનલ સુધી પહોંચી શકવામાં સફળ રહી હતી. દિલ્હી કેપિટલ્સની પ્રથમ મેચ 10 એપ્રિલે રમાનાર છે. જે મેચ મહેન્દ્રસિંહ ધોની (MS Dhoni)ની આગેવાની હેઠળની ચેન્નાઈ સુપર કિંગ્સ (Chennai Super Kings) સામે રમાનારી છે.

 

આ પણ વાંચો: IPL 2021: 5 વર્ષમાં જ દિલ્હીનું ‘દિલ’ બની ચૂક્યો છે ઋષભ પંત, દિલ્હી કેપિટલ્સને સપનું પુરુ થવાની આશા

Next Article