IPL 2021: 5 વર્ષમાં જ દિલ્હીનું ‘દિલ’ બની ચૂક્યો છે ઋષભ પંત, દિલ્હી કેપિટલ્સને સપનું પુરુ થવાની આશા

દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) જ નહીં પણ દેશ અને દુનિયામાં પોતાના ચાહકોની ફૌજ છેલ્લા ત્રણ મહિનામાં ઉભી કરનાર ઋષભ પંત (Rishabh Pant) IPL 2021 માટે સ્ટાર ખેલાડી છે.

IPL 2021: 5 વર્ષમાં જ દિલ્હીનું 'દિલ' બની ચૂક્યો છે ઋષભ પંત, દિલ્હી કેપિટલ્સને સપનું પુરુ થવાની આશા
Rishabh Pant
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Mar 30, 2021 | 4:14 PM

દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) જ નહીં પણ દેશ અને દુનિયામાં પોતાના ચાહકોની ફૌજ છેલ્લા ત્રણ મહિનામાં ઉભી કરનાર ઋષભ પંત (Rishabh Pant) IPL 2021 માટે સ્ટાર ખેલાડી છે. તેની પર સૌ કોઈની નજર રહેશે. વર્ષ 2016માં ડેબ્યૂથી લઈને અત્યાર સુધી દિલ્હીનું દિલ બની ચુકેલો પંત હવે દરેક ક્રિકેટ ચાહકના હ્રદયમાં વસી ચુક્યો છે. વર્ષ 2018માં દિલ્હીએ રિટેઈન કરેલા ત્રણ ખેલાડીઓ પૈકી એક પંત હતો. દિલ્હીએ પંત પર રાખેલા ભરોસો પાળી બતાવ્યો છે. પંતે શાનદાર રમત દરેક સિઝનમાં રમી બતાવી છે. હવે દિલ્હી કેપિટલ્સના કેપ્ટન પદની રેસમાં પણ સૌથી આગળ છે.

વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત દિલ્હી કેપિટલ્સ સાથે વર્ષ 2016માં 1.9 કરોડમાં જોડાયો હતો. જે વખતે ઋષભ પંતની બેઝ પ્રાઈઝ માત્ર 10 લાખ રુપિયા હતી. જે દિવસે અંડર 19 વિશ્વકપમાં પંતે ઝડપી ધુંઆધાર શતક લગાવ્યુ હતુ, એ જ દિવસે તેને આઈપીએલ ઓકશનમાં ખરીદવામાં આવ્યો હતો. ઋષભ પંત તેની કિપીંગ કરતા બેટીંગને લઈને વધુ છવાયેલો રહ્યો છે. હાલમાં તે દિલ્હી કેપિટલ્સનો તે મહત્વનો ખેલાડી અને વાઈસ કેપ્ટન છે. વર્તમાન વર્ષની શરુઆતથી જ તેની રમત આકર્ષણનું કેન્દ્ર રહી છે. પહેલા ઓસ્ટ્રેલીયા પ્રવાસ અને બાદમાં ઈંગ્લેન્ડ સામેના ત્રણેય ફોર્મેટમાં તેની રમત શાનદાર રહી હતી.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

IPL રેકોર્ડઝ ઋષભ પંત તેની બેટીંગ વડે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો છે, તે સ્ફોટક બેટ્સમેન છે. તેણે તેની પ્રથમ સિઝનમાં જ 25 બોલમાં ફીફટી ફટકારી હતી. વર્ષ 2017ની આઈપીએલ સિઝન દરમ્યાન 43 બોલમાં 97 રનની રમત રમી હતી. 2018માં પંતે 128 રનની અણનમ રમત રમી હતી. 68 બોલમાં જ તેણે સનરાઈઝર્સ હૈદરાબાદ સામે આ ઈનીંગ રમી હતી. જે આઈપીએલના ઈતિહાસનો સૌથી મોટો સ્કોર હોવાનો રેકોર્ડ નોંધાયો હતો. જોકે તે રેકોર્ડ કેએલ રાહુલે 132 રન કરીને તોડ્યો હતો.

IPL પ્રદર્શન ઋષભ પંતે અત્યાર સુધીમાં 68 મેચ રમી છે. જે દરમ્યાન તેણે એક શતક અને 12 અર્ધ શતક સાથે 2,079 રન કર્યા છે. તેનો સૌથી હાઈએસ્ટ સ્કોર 128 રન અણનમ રહ્યા છે. આ દરમ્યાન તેણે 35.23ની એવરેજથી રન કર્યા છે. તેનો સ્ટ્રાઈક રેટ 151.97નો રહ્યો છે. ઋષભ પંતે 183 ચોગ્ગા અને 103 છગ્ગા લગાવ્યા છે. એક વખત તેને ઓરેન્જ કેપનો ચાન્સ સહેજ માટે ચુકાઈ ગયો હતો.

વર્ષ 2016માં ડેબ્યૂ વર્ષમાં જ 10 મેચ રમીને 198 રન કર્યા હતા. જેમાં તેણે એક અર્ધશતક લગાવ્યુ હતુ. વર્ષ 2017માં તેણે 366 રન કર્યા હતા અને 2 અર્ધશતક કર્યા હતા. વર્ષ 2018માં તેના માટે ખૂબ સારુ નિવડ્યુ હતુ. તેણે 14 મેચ રમીને એક શતક અને 5 અર્ધશતક લગાવ્યા હતા. 2019માં 16 મેચ રમીને 488 રન કર્યા હતા, જે દરમ્યાન 3 અર્ધશતક કર્યુ હતુ. વર્ષ 2020માં 14 મેચ રમીને 343 રન કર્યા હતા. આ દરમ્યાન તેણે માત્ર એક જ ફીફટી લગાવી શક્યો હતો.

આ પણ વાંચો: IPL 2021: શ્રેયસ ઐય્યરની ગેરહાજરીમાં દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન કોણ ? પંત, પૃથ્વી અને રહાણે દાવેદાર

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">