IPL 2021: રાશિદ ખાન ધોનીની જેમ હેલિકોપ્ટર શોટ રમવા ગયો, પછી થયો શરમથી પાણી પાણી

|

Oct 04, 2021 | 12:27 PM

સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) ની બેટિંગ દરમિયાન, રાશિદ ખાને 19મી ઓવરમાં ધોનીની જેમ હેલિકોપ્ટર શોટ રમવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ તે પછી તેની સાથે શું થયું તે બેટ્સમેનને શરમનો સામનો કર્યો હતો કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)એ IPL 2021ની 49 મી મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH)ને 6 વિકેટે હરાવ્યો હતો.

IPL 2021: રાશિદ ખાન ધોનીની જેમ હેલિકોપ્ટર શોટ રમવા ગયો, પછી થયો શરમથી પાણી પાણી
Rashid Khan

Follow us on

IPL 2021 : કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)એ IPL 2021ની 49 મી મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH)ને 6 વિકેટે હરાવ્યો હતો. કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)એ પ્લેઓફ માટે પોતાની આશા જીવંત રાખી છે.

કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)ના 13 મેચમાં 12 પોઈન્ટ છે અને તે પોઈન્ટ ટેબલમાં ચોથા નંબરે પહોંચી ગયો છે. આ મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)ની બેટિંગ દરમિયાન, રાશિદ ખાને 19મી ઓવરમાં ધોનીની જેમ હેલિકોપ્ટર શોટ રમવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે પછી તેની સાથે શું થયું, આ બેટ્સમેનને શરમનો સામનો કરવો પડ્યો.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

રાશિદ ખાન ધોનીની જેમ હેલિકોપ્ટર શોટ રમવા ગયો હતો

આ મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH)ના બેટ્સમેનો કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)ના બોલરો સામે ઘૂંટણિયે પડી ગયા હતા. 8 માં નંબર પર બેટિંગ કરવા આવેલા રાશિદ ખાન બેટથી ખાસ કંઈ કરી શક્યા નહોતા, પરંતુ તેમણે CSKના કેપ્ટન ધોનીના ચાહકોને યાદ કરાવવાનો પ્રયાસ કર્યો હતો. શિવમ માવી દ્વારા ફેંકવામાં આવેલી 19મી ઓવરના બીજા બોલ પર, રાશિદ ખાન વિકેટની પાછળ ગયો અને ધોનીની જેમ હેલિકોપ્ટર શોટ ફટકાર્યો. જોકે, તેમનું હેલિકોપ્ટર શોટ સીમા રેખા પાર કરતા પહેલા ક્રેશ થયું હતું.

 

 

શરમ સહન કરવી પડી

વેંકટેશ અય્યરે બાઉન્ડ્રી લાઇન પર કોઇ પણ તકલીફ વગર કેચ લીધો હતો. તમને જણાવી દઈએ કે, રાશિદ ખાન ધોનીનો મોટો ચાહક છે. રાશિદ ખાન ઘણા મોટા પ્રસંગોમાં ધોનીની પ્રશંસા કરતા જોવા મળ્યા છે. આ સાથે જ રાશિદ ખાને પણ ધોનીની જેમ હેલિકોપ્ટર શોટ ઘણી વખત ફટકાર્યો છે. બીજી બાજુ, જો આપણે મેચની વાત કરીએ તો સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)એ ટોસ જીતીને પહેલા બેટિંગ કરી અને 8 વિકેટના નુકશાન પર 115 રન બનાવ્યા.

કોલકાતાએ હૈદરાબાદને હરાવ્યું

ઉલ્લેખનીય છે કે, શુભમન ગિલ (57) ની શાનદાર બેટિંગના આધારે કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)એ અહીં દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાયેલી IPLની 49 મી મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદને છ વિકેટે હરાવ્યું હતું. હૈદરાબાદના કેપ્ટન કેન વિલિયમસને ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો અને તેનો નિર્ણય ઘણો ખરાબ સાબિત થયો. હૈદરાબાદ 20 ઓવરમાં આઠ વિકેટે માત્ર 115 રન બનાવી શક્યું હતું. લક્ષ્યનો પીછો કરતા KKR એ 19.4 ઓવરમાં ચાર વિકેટ પર 119 રન બનાવીને મેચ જીતી લીધી હતી. હૈદરાબાદ તરફથી જેસન હોલ્ડરે બે જ્યારે રાશિદ ખાન અને સિદ્ધાર્થ કૌલે એક -એક વિકેટ લીધી હતી.

આ પણ વાંચો : IPL 2021: ધોનીને હરાવીને કેપ્ટનશિપની શરુઆત કરનાર ઋષભ પંત માટે આજે છે ખાસ દિવસ, દિલ્હી સુધી પહોંચવા ખૂબ કઠણાઇ વેઠી છે

Next Article