IPL 2021: ખેલાડીઓએ ટુર્નામેન્ટમાં ભાગ લેવા આ નિયમોનું પાલન કરવુ પડશે, BCCI દ્વારા બનાવાઈ ગાઈડલાઈન

આઈપીએલ 2021 (IPL 2021) આગામી 9મી એપ્રિલથી શરુ થવા જઈ રહી છે. આ વખતની આ ટુર્નામેન્ટ ફરીથી ભારતમાં જ રમાનારી છે. કોરોનાકાળને લઈને આઈપીએલની આ સિઝનમાં પણ ખેલાડીઓને બાયોબબલમાં રહેવુ પડશે

IPL 2021: ખેલાડીઓએ ટુર્નામેન્ટમાં ભાગ લેવા આ નિયમોનું પાલન કરવુ પડશે, BCCI દ્વારા બનાવાઈ ગાઈડલાઈન
IPL 2021
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Mar 27, 2021 | 6:55 PM

આઈપીએલ 2021 (IPL 2021) આગામી 9મી એપ્રિલથી શરુ થવા જઈ રહી છે. આ વખતની આ ટુર્નામેન્ટ ફરીથી ભારતમાં જ રમાનારી છે. કોરોનાકાળને લઈને આઈપીએલની આ સિઝનમાં પણ ખેલાડીઓને બાયોબબલમાં રહેવુ પડશે અને કોવિડ પ્રોટોકોલનું પણ કડકાઈથી પાલન કરવુ પડશે. આગામી સિઝન 9મી એપ્રિલથી શરુ થનારી છે અને 30 મે સુધી ચાલનારી છે. આગામી સિઝનને લઈને બીસીસીઆઈ (BCCI)ના સ્ટાન્ડર્ડ ઓપરેટીંગ પ્રોસીઝર (SOP) બનાવવામાં આવ્યુ છે.

જેમાં દર્શાવાયુ છે કે, ખેલાડીઓ કેવી રીતે રહેશે, IPLના બાયોબબલમાં કેવી રીતે પ્રવેશ મળશે. સાથે જ અંપાયરો, બ્રોડકાસ્ટર્સ, ટીમ માલિકોને લઈને પણ નિયમો ઘડવામાં આવ્યા છે. અત્યાર સુધીની જાણકારી મુજબ IPL 2021માં દર્શકોને પ્રવેશ નથી મળનારો, પરંતુ ટુર્નામેન્ટના અંતમાં દર્શકોને સ્ટેડિયમમાં પ્રવેશ મળવાની શક્યતાઓ દર્શાવાઈ છે.

હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ

BCCIએ ખેલાડીઓના નેશનલ ટીમના બાયોબબલથી આઈપીએલના બાયોબબલમાં જવાની પરમિશન આપવામાં આવી છે. જેમાં ખેલાડી પોત પોતાના દેશની ટીમોમાં રમી રહ્યા હશે તો સીધા જ આઈપીએલની ટીમ સાથે જોડાઈ શકે છે. જેમ કે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે હાલમાં વન ડે સિરીઝ ચાલી રહી છે. હવે બંને ટીમોમાંથી જે ખેલાડીઓ આઈપીએલમાં રમી રહ્યા છે તે સીધા જ પોત પોતાની ટીમ સાથે જોડાઈ જશે. તેવા કોઈ ખેલાડીએ ક્વોરન્ટાઈન સમય પસાર કરવો પડશે નહીં.

જો કે આ દરમ્યાન એક શરત એ છે કે આ ખેલાડીઓએ પોતાની આઈપીએલ ટીમના હોટલમાં, ટીમ બસ અથવા ચાર્ટર્ડ પ્લેનથી આવવાનું રહેશે. જે પ્લેયર હાલમાં આ સિરીઝનો હિસ્સો નથી અને આઈપીએલમાં રમશે, તેમને સાત દિવસ ક્વોરન્ટાઈન હેઠળ રહેવા બાદ તેમને આઈપીએલની ટીમોમાં પ્રવેશ મળશે. સાથે જ આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવશે.

12 બાયોબબલ બનાવાશે આઈપીએલ 2021 દરમ્યાન કુલ 12 જેટલા બાયોબબલ બનાવવામાં આવશે. જેમાં 8 બાયોબબલ ટીમો અને સપોર્ટ સ્ટાફ માટે રહેશે. 2 બાયોબબલ મેચ ઓફિશીયલ અને મેનેજમેન્ટ માટે બનાવવામાં આવશે. બાકીના 2 બબલ બ્રોડકાસ્ટ, કોમેન્ટેટર્સ અને ક્રૂ માટે બનાવવામાં આવશે. બીસીસીઆઈએ બતાવ્યુ હતુ કે, તેમના અધિકારીઓ અને ઓપરેશન ટીમ કોઈપણ બબલનો હિસ્સો નહીં હોય. આમ તેનો મતલબ એ હશે કે, બીસીસીઆઈ અધિકારી કોઈ પણ ખેલાડી, ટીમ સપોર્ટ સ્ટાફ, મેચ મેનેજમેન્ટ ટીમ અને બ્રોડકાસ્ટર્સ ક્રૂ સાથે નહીં મળી શકે. જ્યારે ટીમ માલિકોની વાત કરવામાં આવે તો તેમણે બબલમાં આવતા અગાઉ સાત દિવસ અગાઉ હોટલમાં ક્વોરન્ટાઈન રહેવુ પડશે. તેના બાદ જ તેઓ પોતાની ટીમ સાથે જોડાઈ શકશે.

ખેલાડીઓને ટ્રેકિંગ ડિવાઈસ પહેરવા ફરજીયાત, ઈન્ટેગ્રીટી મેનેજર પણ તૈનાત રહેશે

બીસીસીઆઈએ બાયોબબલના યોગ્ય પાલન માટે ઈંટેગ્રિટી મેનેજર્સ તૈનાત કરવાનો નિર્ણય કર્યો છે. જે માટે દરેક ટીમ સાથે ચાર લોકો હશે. જેમને ઈંટેગ્રિટી મેનેજર્સ કહેવામાં આવશે. જે પુરી ટુર્નામેન્ટમાં તેમની સાથે રહેશે. બીસીસીઆઈએ બતાવ્યુ હતુ કે, બાયોબબલ દરમ્યાન આ લોકો ખેલાડીઓ પર નજર રાખશે. કોઈ પણ પ્રકારના ઉલ્લંઘન પર આ લોકો બીસીસીઆઈના ચીફ મેડીકલ ઓફીસરને જાણકારી આપશે.

આ ઉપરાંત બીસીસીઆઈ રિસ્ટ બેંડ રુપમાં એક ટ્રેકીંગ ડિવાઈસ પણ આપશે. તમામ ખેલાડીઓએ દરેક સમયે તે પહેરવુ પડશે. જો કોઈ ખેલાડી કોરોના ટેસ્ટમાં નિષ્ફળ નિવડશે તો ટ્રેકિંગ ડિવાઈસ દ્વારા તેમના સંપર્કમાં આવનાર તમામ લોકોની ઓળખ કરવી સરળ બનશે.

ખેલાડીઓને વેક્સિન નહીં અપાય ખેલાડીઓને કોરોનાને ચાલતા વેક્સિનેશનની પ્રક્રિયા હાલમાં ચાલી રહી છે. પરંતુ આઈપીએલ 2021 દરમ્યાન ખેલાડીઓને વેક્સિન લગાડવાને લઈને કોઈ યોજના નથી. બીસીસીઆઈએ સ્પષ્ટ કર્યુ છે કે ટુર્નામેન્ટ દરમ્યાન ખેલાડીઓને વેક્સિન લગાવવી સંભવ નથી. સાથે જ જ્યારે પણ બોલ સ્ટેન્ડ અથવા મેદાનથી બહાર જશે, ત્યારે તેના બદલે નવો બોલ ઉપયોગમાં લેવામાં આવશે. જૂના દડાને પરત ઉપયોગમાં લેતા અગાઉ સેનેટાઈઝ કરવામાં આવશે. ખેલાડી બોલ પર લાળનો ઉપયોગ પણ કરી શકશે નહીં.

આ પણ વાંચો: Corona Virus Update: જાણો શું ફરી હવાઈ સેવાઓ પર લાગશે રોક? શું કહ્યું એવિએશન મિનિસ્ટરે

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">