IPL 2021: વિરાટ કોહલીની કેપ્ટનશીપ સામે સવાલો કરનારા પાર્થિવ પટેલે મુંબઇ ઇન્ડીયન્સને લઇ કહી આ વાત

|

Apr 03, 2021 | 7:08 AM

વિશ્વની સૌથી લોકપ્રિય T20 ટુર્નામેન્ટ ઇન્ડીયન પ્રિમિયર લીગ (Indian Premier League) ની સૌથી સફળ ટીમ મુંબઇ ઇન્ડીયન્સ વધુ એક ટ્રોફી જીતવા માટે મેદાનમાં ઉતરશે. કારણ કે 13 સિઝનમાંથી પાંચ ટ્રોફી મુંબઇ (Mumbai Indians) ની ટીમ એ હાંસલ કરી છે.

IPL 2021: વિરાટ કોહલીની કેપ્ટનશીપ સામે સવાલો કરનારા પાર્થિવ પટેલે મુંબઇ ઇન્ડીયન્સને લઇ કહી આ વાત
Parthiv Patel

Follow us on

વિશ્વની સૌથી લોકપ્રિય T20 ટુર્નામેન્ટ ઇન્ડીયન પ્રિમિયર લીગ (Indian Premier League) ની સૌથી સફળ ટીમ મુંબઇ ઇન્ડીયન્સ વધુ એક ટ્રોફી જીતવા માટે મેદાનમાં ઉતરશે. કારણ કે 13 સિઝનમાંથી પાંચ ટ્રોફી મુંબઇ (Mumbai Indians) ની ટીમ એ હાંસલ કરી છે. એક વાર ફરી થી ટીમ ચેમ્પિયન બનવા માટે દાવેદારોમાં સૌથી આગળ છે. આ વાતની પુષ્ટી પણ એક સમયે વિરાટ કોહલી (Virat Kohli) ના સૌથી નજીકના ખેલાડી રહેલા મુંબઇ ઇન્ડીયન્સની ટીમના જોડાયેલા પાર્થીવ પટેલે (Parthiv Patel) કરી છે. ટીમ ઇન્ડીયા (Team India) ના પૂર્વ વિકેટકિપર અને બેટ્સમેન પાર્થીવ પટેલ એ થોડાક સમય અગાઉ પોતાના સંન્યાસ દરમ્યાન, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (Royal Challengers) ના તેના કેપ્ટન વિરાટ કોહલીને લઇને ખૂબ સંભળાવી હતી.

આઇપીએલ ની 14મી સિઝનની શરુઆત આગામી 9મી એપ્રીલે ચેન્નાઇમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને મુંબઇ ઇન્ડીયન્સ વચ્ચેની મેચ સાથે થનારી છે. આ અંગે મુંબઇ ઇન્ડીયન્સના ટેલેન્ટ સ્કાઉટ પાર્થિવ પટેલ એ કહ્યુ હતુ કે, મને નથી લાગતુ કે, મુબંઇની ટીમ એ વાત વિચારતી હશે તે તેમણે આગળની મેચ ક્યા રમવાની છે. જો ટીમ ચેન્નાઇમાં રમી રહી હશે તો, તમે વિચારી શકો છો કે, એક વધારે સ્પિનર રમાડવાની જરુર રહેશે, જોકે જ્યાં સુધી મુંબઇ ઇન્ડીયન્સ ની વાત છે ત્યાં સુધી મને નથી લાગતુ કે તે તેની પ્લેયીંગ ઇલેવનમાં વધારે છેડછાડ કરે. તે એટલા માટે કે, હાર્દિક પંડ્યા એ પણ પોતાની બોલીંગ શરુ કરી દીધી છે. જ્યારે કિયરોન પોલાર્ડ ની પણ ધીમી ગતીની બોલીંગ ચેન્નાઇ ની પિચ પર મદદગાર સાબિત થઇ શકે છે.

એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
SBI પાસેથી 3 વર્ષ માટે 3 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

પાર્થીવ પટેલ એ સાથે જ કહ્યુ હતુ કે, ટીમમાં સ્પિનરના સ્વરુપે રાહુલ ચાહર પણ છે. જેણે પણ આઇપીએલમાં શાનદાર પ્રદર્શન કરતા ટીમ ઇન્ડીયામાં સ્થાન મેળવ્યુ હતુ. તેના ઉપરાંત કૃણાલ પંડ્યા પણ સ્પિન બોલીંગ નો વિકલ્પ ઉપલબ્ધ છે. બતાવી દઇ એ કે પાછળની સિઝનમાં પાર્થીવ પટેલ આરીસીબીની ટીમનો હિસ્સો હતો, જોકે ત્યાર બાદ તેણે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી સંન્યાસ જાહેર કર્યો હતો. જોકે વિરાટ કોહલીની કેપ્ટનશીપને લઇને તેણે સવાલ ઉભા કર્યા હતા. પાર્થિવ પટેલે વિરાટ કોહલી પર ખૂબ ગંભીર ટીપ્પણીઓ કરી હતી. પાર્થિવે તેને ખરાબ કેપ્ટન તરીકે બતાવતા કહ્યુ હતુ કે, જો સારા નિર્ણયની વાત હોય તો, ખેલને વધારે સારી સમજવાની વાત હોય. દબાણના સમયમાં સહજ રહેવાની વાત હોય તો, કોહલીના મુકાબલે રોહિત શર્મા ચઢીયાતો કેપ્ટન છે. પાર્થિવ પટેલ એ આઇપીએલમાં છ ટીમો તરફ થી 139 મેચો રમી ચુક્યો છે. જેમાં તેણે 120.78 ના સ્ટ્રાઇક રેટ થી 2848 રન બનાવ્યા હતા.

Next Article