IPL 2021: હવે રવિન્દ્ર જાડેજાના રમવાને લઈને સવાલો ઉઠવા લાગ્યા, ટીમ ચેન્નાઈ જાડેજાને લઈને બેખબર!

|

Mar 25, 2021 | 4:28 PM

ભારતીય બેટ્સમેન રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) પાછલા કેટલાક સમયથી ઈજાને લઈને ટીમની બહાર છે. ઈંગ્લેન્ડ (England)ના ભારત પ્રવાસ દરમ્યાન ટીમથી બહાર રહેનાર રવિન્દ્ર જાડેજા IPLમાં રમવાને લઈને પણ સવાલો ઉઠવા લાગ્યા છે.

IPL 2021: હવે રવિન્દ્ર જાડેજાના રમવાને લઈને સવાલો ઉઠવા લાગ્યા, ટીમ ચેન્નાઈ જાડેજાને લઈને બેખબર!
Ravindra Jadeja

Follow us on

ભારતીય બેટ્સમેન રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) પાછલા કેટલાક સમયથી ઈજાને લઈને ટીમની બહાર છે. ઈંગ્લેન્ડ (England)ના ભારત પ્રવાસ દરમ્યાન ટીમથી બહાર રહેનાર રવિન્દ્ર જાડેજા IPLમાં રમવાને લઈને પણ સવાલો ઉઠવા લાગ્યા છે. ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમે ખેલાડીઓને મુંબઈ જતા અગાઉ ચેન્નાઈના મેદાનમાં ટ્રેનીંગ કેમ્પ યોજ્યો હતો. જે કેમ્પમાં મહેન્દ્રસિંહ ધોની (MS Dhoni) સહિત અનેક ખેલાડીઓ સામેલ હતા. જોકે જાડેજા તેમાં હાજર નહોતો. જેને લઈને સવાલો ઉઠવા લાગ્યા છે કે, શું રવિન્દ્ર જાડેજા ચેન્નાઈ સુપર કિંગ્સ (Chennai Super Kings) માટે 14મી સિઝનમાં ઉતરશે કે નહીં.

 

રવિન્દ્ર જાડેજાને ઓસ્ટ્રેલીયા પ્રવાસ દરમ્યાન અંગૂઠા પર ઈજા પહોંચી હતી. તે હાલમાં બેંગ્લોરમાં નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)માં છે. તે એ પ્રયાસોમાં હતો કે જલ્દીથી ટીમ સાથે જોડાઈ જાય. જો તે બીજી એપ્રિલ સુધીમાં મુંબઈમાં ટીમ સાથે નહીં જોડાય તો તે 10 એપ્રિલે દિલ્હી કેપિટલ્સની સામે પ્રથમ મેચ નહીં રમી શકે. ક્વોરન્ટાઈન નિયમોનુસાર તેણે પોતાને આઈસોલેટ રહેવુ પડશે.

મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ

 

જાડેજાને લઈ નથી કોઈ અપડેટ

રવિન્દ્ર જાડેજાને લઈને ચેન્નાઈ સુપર કિંગ્સના સીઈઓએ અપડેટ જારી કર્યુ છે. સીએએસકેના સીઈઓ કાશી વિશ્વનાથનું કહેવુ છે કે, જાડેજા હાલમાં એનસીએમાં છે અને તે સિવાય વિશેષ કોઈ જાણકારી તેમની પાસે નથી. તેમણે કહ્યુ કે, જાડેજા ટીમની સાથે ક્યારે જોડાશે અમે એ વિશે કંઈ કહી શકતા નથી. જાડેજા હાલમાં એનસીએમાં છે અને તે ત્યાં પોતાની ફિટનેસ પર કામ કરી રહ્યો છે. કેટલાક દિવસો પહેલા જાડેજાએ બેટીંગ અને બોલીંગની પ્રેકટીસનો વીડિયો શેર કર્યો હતો. જાડેજાએ એ સાથે જ લખ્યુ હતુ કે, ફરીથી બેટને હાથમાં લેતા સારુ લાગી રહ્યુ છે. આવામાં ફેન્સ તેમની વાપસીને લઈને ખૂબ આશાઓ કરી રહ્યા છે.

 

આઈપીએલ 2021માં ચેન્નાઈ સુપર કિંગ્સને પોતાની શરુઆતની મેચ મુંબઈમાં રમવાની છે. ધોની સહિત પુરી ટીમ 26 માર્ચે મુંબઈની ટ્રાઈડેંટ હોટલમાં પહોંચી જશે. ચેતેશ્વર પુજારા અને કોચ સ્ટીફન ફ્લેમિંગ કેટલાક ખેલાડીઓની સાથે પહેલાથી જ ત્યાં પહોંચી ચુક્યા છે. ત્યારબાદ 27 માર્ચથી ચેન્નાઈની ટીમ પ્રેકટીસ શરુ કરશે. ચેન્નાઈ સુપર કિંગ્સ માટે પાછળની સિઝન નિરાશાજનક રહી હતી. ટીમ પ્રથમ વખત પ્લેઓફ સુધી પહોંચવાથી નિષ્ફળ રહી હતી. પોઈન્ટ ટેબલ પર સાતમાં સ્થાન પર રહી હતી.

 

આ પણ વાંચો: IPL 2021: દિલ્હી કેપિટલ્સના કેપ્ટન શ્રેયસ ઐયર સિઝનમાંથી બહાર થયાની જાણકારી પાર્થ જીંદાલે આપી

Next Article