IPL 2021: નવી સિઝન માટે મુંબઈ ઈન્ડીયન્સની ડ્રેસીંગ સજાવટ, લોન્ચ કરી નવી જર્સી, જાણો શું ખાસિયત

|

Mar 27, 2021 | 10:07 PM

IPL 2021ની આગામી સિઝનની શરુઆત 9મી એપ્રિલથી થઈ રહી છે. મુંબઈ ઈન્ડીયન્સ (Mumbai Indians) ટાઈટલ જીતવાની હેટ્રીક કરવાના ઉત્સાહ સાથે મેદાને ઉતરશે.

IPL 2021: નવી સિઝન માટે મુંબઈ ઈન્ડીયન્સની ડ્રેસીંગ સજાવટ, લોન્ચ કરી નવી જર્સી, જાણો શું ખાસિયત
Mumbai Indians

Follow us on

IPL 2021ની આગામી સિઝનની શરુઆત 9મી એપ્રિલથી થઈ રહી છે. મુંબઈ ઈન્ડીયન્સ (Mumbai Indians) ટાઈટલ જીતવાની હેટ્રીક કરવાના ઉત્સાહ સાથે મેદાને ઉતરશે. વિતેલી બે સિઝનથી લગાતાર IPL ટાઈટલ મુંબઈ જીતી ચુક્યુ છે. જો આગામી સિઝન પણ મુંબઈ ટાઈટલ જીતવામાં સફળ રહેશે તો તે તેનુ છઠ્ઠુ ટાઈટલ હશે. ટીમ મુંબઈએ સિઝનથી પહેલા પોતાનામાં એક મોટો બદલાવ કર્યો છે. આગામી સિઝનમાં ટીમ નવી જર્સીમાં જોવા મળશે. ટીમે શનિવારે આવનારી સિઝન માટે પોતાની નવી જર્સી લોન્ચ કરી છે.

 

3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
રેલવેની ટિકિટ પર લખેલા આ કોડ્સ જણાવશે કે વેઇટિંગ લિસ્ટ કન્ફર્મ થશે કે નહીં, જાણો
બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો
આજનું રાશિફળ તારીખ : 27-04-2024

ટીમ મુંબઈની જર્સી પહેલાના પ્રમાણમાં ખૂબ સિમ્પલ છે, જેમાં બ્રહ્માંડની સંરચનાના પાંચ મૂળ તત્વો પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશનો સમાવેશ કર્યો છે. જે ફેંન્ચાઈઝીના મૂલ્યોને દર્શાવે છે. મુંબઈની આ જર્સીમાં બ્લુ રંગ ઉપરાંત કોલરની નીચે અને બોર્ડર પર નારંગી રંગ જોવા મળશે. ટીમમાં કુલ મળીને ત્રણ લોગો જોવા મળી રહ્યા છે. જેમાં એક ટીમનો લોગો છે. સાથે જ તેમાં ગોલ્ડ રંગ પણ સામેલ કરવામાં આવ્યો છે. આ જર્સીને ડિઝાઈન કરવામાં આવી છે શાંતાનૂ અને નિખિલ દ્વારા.

 

ટ્વીટ કરીને લોંચ કર્યો વીડિયો
પાંચ વાર આઈપીએલ વિજેતા મુંબઈ ઈન્ડીયન્સ શનિવારે પોતાના અધિકૃત ટ્વીટર પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં નવી જર્સી જોવા મળી રહી છે. આ વીડિયોમાં મુંબઈની ટીમ ઉપરાંત અનેક સ્ટાર ખેલાડી જેમ કે રોહિત શર્મા, કૃણાલ પંડ્યા, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા જોવા મળી રહ્યા છે. વીડિયોના અંતમાં ટીમ નવી જર્સીને દેખાડવામાં આવી છે. જર્સી અંગે ટીમના પ્રવક્તાએ કહ્યુ છે કે, મુંબઈ ઈન્ડીયન્સે દર વર્ષે એક વિરાસતને આગળ વધારી છે, જે અમારા મૂળ મૂલ્યો અને વિચારધારાઓ પર આધારીત છે. અમારા પાંચ આઈપીએલ ટાઈટલ આ મૂલ્યોના માટે અમારી પ્રતિબદ્ધતા દર્શાવે છે. અમે આ વર્ષે પોતાની જર્સીના માધ્યમ વડે તેને દર્શાવી રહ્યા છીએ.

 

આ છે મુંબઈનો કાર્યક્રમ
મુંબઈ ઈન્ડીયન્સ આ સિઝનની પોતાની પ્રથમ મેચ 9 એપ્રિલે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિમયમમાં રમાનાર છે. આગળની ચાર મેચ પણ મુંબઈ આજ મેદાન પર રમશે. બેંગ્લોર બાદ મુંબઈએ કલકત્તા નાઈટ રાઈડર્સ, સનરાઈઝર્સ હૈદરાબાદ, દિલ્હી કેપિટલ્સ, પંજાબ કિંગ્સથી પણ ટકરાવવાનું છે. આગળની ચાર મેચ મુંબઈએ દિલ્હીમાં રમવાની છે. જ્યાં તે રાજસ્થાન રોયલ્સ, ચેન્નાઈ સુપર કિંગ્સ, સનરાઈઝર્સ હૈદરાબાદ સામે રમશે. ત્યારબાદ ટીમ બેંગ્લોરમાં કલક્તા, પંજાબ અને ચેન્નાઈ સામે મેદાને ઉતરશે. અંતિમ પડાવમાં કલકત્તામાં બેંગ્લોર અને દિલ્હી સામે રમશે.

 

આ પણ વાંચો: IND vs ENG: ઋષભ પંતના ચોગ્ગાને લઈને વિવાદ સર્જાયો, કોમેન્ટેટર આકાશ ચોપડાએ તીખા તેવર સાથે કર્યા સવાલ

Next Article