IND vs ENG: ઋષભ પંતના ચોગ્ગાને લઈને વિવાદ સર્જાયો, કોમેન્ટેટર આકાશ ચોપડાએ તીખા તેવર સાથે કર્યા સવાલ

Avnish Goswami

|

Updated on: Mar 27, 2021 | 9:30 PM

ભારત અને ઈંગ્લેન્ડ (India vs England) વચ્ચે રમાયેલી બીજી વન ડે મેચમાં બોલ પંતના બેટથી વાગીને બાઉન્ડ્રી પાર ચાલ્યો ગયો હતો. ઋષભ પંત (Rishabh Pant)ના ચોગ્ગાએ હવે નવો વિવાદ સર્જી દીધો છે.

IND vs ENG: ઋષભ પંતના ચોગ્ગાને લઈને વિવાદ સર્જાયો, કોમેન્ટેટર આકાશ ચોપડાએ તીખા તેવર સાથે કર્યા સવાલ
Aakash Chopra-Rishabh Pant

Follow us on

ભારત અને ઈંગ્લેન્ડ (India vs England) વચ્ચે રમાયેલી બીજી વન ડે મેચમાં બોલ પંતના બેટથી વાગીને બાઉન્ડ્રી પાર ચાલ્યો ગયો હતો. ઋષભ પંત (Rishabh Pant)ના ચોગ્ગાએ હવે નવો વિવાદ સર્જી દીધો છે. LBWની અપીલ પર ગ્રાઉન્ડ અંપાયર દ્વારા આઉટ આપવાને લઈને તેમના ખાતામાં કોઈ જ રન ઉમેરવામાં આવ્યા નહોતા. ભારતના પૂર્વ ક્રિકેટર અને કોમેન્ટર આકાશ ચોપડા (Akash Chopra)એ ઋષભ પંત નોટ આઉટ હોવા બાદ પણ તેને ચાર રન નહીં આપતા નિરાશા દર્શાવી હતી. આકાશ ચોપડાએ ICCના ડેડ બોલના આ નિયમ પર સવાલ પૂછ્યો હતો. તેણે કહ્યુ હતુ કે, જો વિશ્વકપ ફાઈનલ મેચના અંતિમ બોલ પર કંઈક આવુ થયુ હોત તો પછી શું થયુ હોત.

આકાશે પંતને ચોગ્ગો નહીં આપવાને લઈને ટ્વીટ કરતા લખ્યુ હતુ કે તો પંતે અંપાયરિગની ભૂલને લઈને ચાર ગુમાવી દીધા. 101010364મી વખત રિપીટ કરીને શું થતુ જો આ વિશ્વકપની ફાઈનલ મેચનો અંતિમ બોલ હોત અને બેટીંગ ટીમને જીત માટે 2 રનની જરુરિયાત હોત તો? વિચારો વિચારો! ભારતીય ટીમની 40મી ઓવરમાં ટોમ કરનના આખરી બોલ પર પંતે રિવર્સ સ્કૂપ શોટ લગાવવા માટે કોશિષ કરી હતી. પરંતુ બોલ બેટનો સંપર્ક જ નહોતો થઈ શક્યો. ઈંગ્લેન્ડના તમામ ખેલાડીઓએ બોલ પેડ પર વાગ્યો હોવાનું ગણાવીને જોરદાર અપીલ કરી હતી.

ઓન ફિલ્ડ અંપાયરે પણ પંતને આઉટ જાહેર કરી દીધો હતો. જેના બાદ પંતે ડીઆરએસનો ઉપયોગ કર્યો હતો, જેમાં સ્પષ્ટ જોવા મળી રહ્યુ હતુ કે બોલ પંતના બેટને અડકીને બાઉન્ડ્રી પાર ચાલ્યો ગયો હતો. દરમ્યાન ગ્રાઉન્ડ અંપાયરના નિર્ણયને બદલતા પંતને નોટ આઉટ જાહેર કર્યો હતો. જોકે આમ છતાં પણ તે ચાર રન ક્રિકેટના નિયમોના મુજબ પંત તે ટીમના ખાતામાં ઉમેરાયા નહીં.

ક્રિકેટના નિયમો મુજબ જો એલબીડબલ્યુની અપીલ પર બેટ્સમેનને આઉટ આપવામાં આવે છે તો તે જ સમયે તે બોલને ડેડ માની લેવામાં આવે છે. તેમજ તેની પર કોઈ જ રન મળી શકતા નથી. થર્ડ અંપાયરનો નિર્ણય આવવા બાદ પણ તે બોલ પર બનેલા રન ના તો બેટ્સમેન કે ના તો ટીમના ખાતામાં જમા થાય છે. ઓન ફીલ્ડ અંપાયરના આઉટ આપવા બાદ તેનાથી કોઈ જ ફર્ક નથી પડતો કે બોલ ક્યાં ગયો હતો. આજ કારણથી પંતના બેટથી નિકળીને બાઉન્ડ્રી પાર બોલ જવા છતાં પણ ચાર રન નથી આપી શકાયા.

આ પણ વાંચો: IPL 2021: ખેલાડીઓએ ટુર્નામેન્ટમાં ભાગ લેવા આ નિયમોનું પાલન કરવુ પડશે, BCCI દ્વારા બનાવાઈ ગાઈડલાઈન

Latest News Updates

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati