IPL 2021 MI vs RCB: રોયલ ચેલેન્જર્સના હર્ષલ પટેલની કમાલની બોલીંગ, મુંબઈએ 9 વિકેટ ગુમાવી 159 રન કર્યા

|

Apr 09, 2021 | 9:40 PM

ઈન્ડીયન પ્રિમયર લીગ 2021 (IPL 2021)નો પ્રારંભ થઈ ચુક્યો છે. પ્રથમ મેચ મુંબઈ ઈન્ડીયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (Mumbai Indians vs Royal Challengers Bangalore) વચ્ચે રમાઈ રહી છે. ઓપનિંગ મેચમાં વિરાટ કોહલી(Virat Kohli) ટોસ જીતવામાં સફળ રહ્યો હતો.

IPL 2021 MI vs RCB: રોયલ ચેલેન્જર્સના હર્ષલ પટેલની કમાલની બોલીંગ, મુંબઈએ 9 વિકેટ ગુમાવી 159 રન કર્યા
Harshal Patel

Follow us on

ઈન્ડીયન પ્રિમયર લીગ 2021 (IPL 2021)નો પ્રારંભ થઈ ચુક્યો છે. પ્રથમ મેચ મુંબઈ ઈન્ડીયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (Mumbai Indians vs Royal Challengers Bangalore) વચ્ચે રમાઈ રહી છે. ઓપનિંગ મેચમાં વિરાટ કોહલી(Virat Kohli) ટોસ જીતવામાં સફળ રહ્યો હતો. કોહલીએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડીંગ પસંદ કરી હતી. ડિફેન્ડીંગ ચેમ્પિયન ટીમ મુંબઈના કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) અને ક્રિસ લીને ઓપનર તરીકે આવ્યા હતા. શરુઆતમાં જ કેપ્ટન રોહિત રન આઉટનો શિકાર થતાં 19 રન કરીને પેવેલિયન પરત ફર્યો હતો. આરસીબીનો હર્ષલ પટેલ (Harshal Patel) ઝળક્યો હતો, તેણે 5 વિકેટ હાંસલ કરી હતી. તેણે પ્રથમ મેચમાં જ ધમાલ મચાવતી બોલીંગ કરી હતી. મુંબઈ ઈન્ડીયન્સની ટીમે 20 ઓવરના અંતે 9 વિકેટ ગુમાવીને 159 રન કર્યા હતા.

 

મુંબઈ ઈન્ડીયન્સ બેટીંગ
ચેન્નાઈની ધીમી પીચ પર રોહિત શર્મા અને ક્રિસ લીને ટીમની બેટીંગ શરુઆત કરી હતી. બંનેએ સેટ થવાનો પ્રયાસ કરીને આક્રમક રમતની શરુઆત કરવાની લય પકડી હતી, ત્યાં જ રોહિત શર્માની વિકેટ ગુમાવી હતી. 24 રનના સ્કોર પર ક્રિસ લીને કવર્સ તરફ શોટ મારી રન લેવા દરમ્યાન અડધી પીચ પર પહોંચી ક્રિસ લીન પરત ફરી જતા રોહિત રન આઉટ થયો હતો. બીજી વિકેટ સૂર્યકુમાર યાદવની 94 રન પર ગુમાવી હતી. તેણે 23 બોલમાં 31 રન કર્યા હતા. ત્રીજી વિકેટ ક્રિસ લીનના રુપમાં ગુમાવી હતી. તે એક રન માટે અર્ધશતક ચુક્યો હતો, તેણે 3 છગ્ગા અને 4 ચોગ્ગા લગાવ્યા હતા. 35 બોલમાં તેણે 49 રન કર્યા હતા.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

 

ઈશાન કિશન 19 બોલમાં 28 રન કરીને આઉટ થયો હતો. હાર્દિક પંડ્યાએ 10 બોલમાં 2 ચોગ્ગા સાથે 13 રન કરીને એલબીડબલ્યુ આઉટ થયોહતો. કિરોન પોલાર્ડ અને કૃણાલ પંડ્યા તેમજ માર્કો સહિતના મધ્યક્રમ નિષ્ફળ નિવડ્યો. આમ મુંબઈની સારી શરુઆત હર્ષલ પટેલ સામે ખરાબ અંતથી ઈનીંગ સમાપ્ત થઇ હતી.

 

RCBની બોલીંગ
ધીમી પીચનો બોલરોએ ફાયદો ઉઠાવવા માટે પ્રયાસ કર્યો હતો. શરુઆતમાં બેટ્સમેનોને શોટ રમવામાં ઘણી તકલીફ પડી રહી હતી. ગુજરાતના સાણંદના હર્ષલ પટેલે કમાલની બોલીંગ કરી હતી. તેણે ચાર ઓવરમાં 5 વિકેટ ઝડપી ડેથ ઓવરમાં મુંબઈને નિયંત્રણમાં રાખ્યુ હતુ. યુઝવેન્દ્ર ચહલે 4 ઓવરમાં 41 રન આપ્યા હતાં, પરંતુ વિકેટ ઝડપવામાં તે નિષ્ફળ રહ્યો હતો. કાયલ જેમીસને 4 ઓવરમાં 27 રન આપીને 1 વિકેટ ઝડપી હતી. મંહમદ સિરાજે 4ઓવરમાં 22 રન આપ્યા હતા, આમ તેણે કરકસર ભરી બોલીંગ કરી હતી. જોકે વિકેટ તેને નસીબ થઈ શકી નહોતી. વોશિંગ્ટન સુંદરે એક ઓવર કરીને 7 રન આપીને એક વિકેટ ઝડપી હતી.

 

ક્રિસ લીન અને માર્કો યાનસનને તક
મુંબઈ ઈન્ડીયન્સે ક્રિસ લીન અને માર્કો યાનસનને તક આપી હતી, બંને ખેલાડીઓ પ્રથમ વખત જ મુંબઈ સાથે રમી રહ્યા છે. લીન આ પહેલા પણ આઈપીએલમાં પોતાનું પ્રદર્શન દર્શાવી ચુક્યો છે. ઓસ્ટ્રેલીયાનો ધુંઆધાર ઓપનર મનાય છે તો 6.8 ઇંચની ઉંચાઈ ધરાવતો માર્કો યાનસન ઝડપી બોલર છે. તેને પણ તેનું પ્રદર્શન બતાવવા મુંબઇએ તક આપી છે. તેનુ નામ ખૂબ ઓછા લોકોએ સાંભળ્યુ હશે.

 

આ પણ વાંચો: MI vs RCB Live Score, IPL 2021: હર્ષલે કર્યું મુંબઈ ઇન્ડિયન્સનું પંચનામું, બેંગ્લોરને મળ્યો 160નો ટાર્ગેટ

Next Article