IPL 2021: કોલકત્તાને મીડલ ઓર્ડરની નબળાઇ સતાવી રહી છે, બેંગ્લોર ત્રીજી જીત મેળવવા મેદાને ઉતરશે

કોલકત્તા નાઇટ રાઇડર્સ (Kolkata Knight Riders) પોતાના મધ્યમક્રમની નબળાઇને દુર કરીને રવિવારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (Royal Challengers Bangalore) સામે મેદાને ઉતરશે.

IPL 2021: કોલકત્તાને મીડલ ઓર્ડરની નબળાઇ સતાવી રહી છે, બેંગ્લોર ત્રીજી જીત મેળવવા મેદાને ઉતરશે
Eoin Morgan-Virat Kohli,
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Apr 18, 2021 | 7:52 AM

કોલકત્તા નાઇટ રાઇડર્સ (Kolkata Knight Riders) પોતાના મધ્યમક્રમની નબળાઇને દુર કરીને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (Royal Challengers Bangalore) સામે રવિવારે મેદાને ઉતરશે. મર્યાદિત ઓવરો માટે ના વિશ્વરના બે સર્વશ્રેષ્ઠ કેપ્ટન ઇયોન મોર્ગન (Eoin Morgan) અને વિરાટ કોહલી (Virat Kohli) વચ્ચે આ જંગ ખેલાનારો છે. રવિવારે ડબલ હેડર મેચ પૈકી પ્રથમ મેચ KKR અને RCB વચ્ચે બપોરે રમાશે. હાલમાં આરસીબી સિઝનમાં ફોર્મમાં વર્તાઇ રહી છે. તેણે સિઝનની બંને મેચ પોતાના નામે કરી છે. હવે તે ત્રીજી મેચ રમવા માટે મેદાને ઉતરશે.

પોતાની કૌશલ્ય ભરી રણનીતી અને માનવ પ્રબંધન માટે મશહૂર ઇંગ્લેંડ ના કેપ્ટન મોર્ગન કેકેઆર નુ અભિયાન પાટા પર લાવવા માટે કમર કસસે, કેકેઆરનો મધ્યક્રમ ચાલી નથી રહ્યો જેને લઇને તેણે મુંબઇ ઇન્ડીયન્સ સામે હારનો સામનો કરવો પડ્યો હતો.

સનરાઇઝર્સ હૈદરાબાદ ની સામે તમામ ક્ષેત્રોમાં સારુ પ્રદર્શન કરવા બાદ મુંબઇ સામે કેકેઆર નો મધ્યક્રમ વેર વિખેર થઇ ગયો હતો. મોર્ગન એ પોતાની કેપ્ટનશીપના કૌશલ્યનો પરિચય બોલીંગ આક્રમણ દરમ્યાન આપ્યો હતો. તેણે મુંબઇને 152 રન પર જ રોકી લેવામાં સફળતા મેળવી હતી. ડેથ ઓવરોમાં શાનદાર બોલીંગ વડે આંદ્રે રસેલ એ વિકેટો ઝડપી હતી. જોકે તે બેટીંગમાં નિષ્ફળ રહ્યો હતો. તેણે માત્ર 14 જ રન બનાવ્યા હતા.

ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?

વાઇસ કેપ્ટન દિનેશ કાર્તિક પર પણ સારા પ્રદર્શનનુ દબાણ હશે. નિતીશ રાણા ની બેટીંગે પ્રભાવિત કર્યા છે, પરંતુ શુભમન ગીલની સારી શરુઆતનો ફાયદો નથી ઉઠાવી શકતો. કેકેઆર ને આ યુવાન બેટ્સમેન થી સારા પ્રદર્શન ની આશા હશે. ચેન્નાઇ ની પીચ પર ડેથ ઓવરમાં બોલીંગ નો ચિંતાનો વિષય છે. આવામાં મોર્ગન પોતાના સંશાધનોને પૂરી ચતુરાઇ થી ઉપયોગ કરી રહ્યો છે. અનેક સ્ટાર બેટ્સમેનોથી સજેલી આરસીબીની ટીમ સામે પોતાના કૌશલ્યનો સારી રીતે ઉપયોગ કરવો પડશે. અનુભવી હરભજન સિંહ ના સ્થાન પર કુલદિપ યાદવને ઉતારવામાં આવી શકે છે. હરભજન સિંહે પાછળની બંને મેચોમાં માત્ર શરુઆતની ઓવર જ કરી હતી.

જ્યાં સુધી આરસીબી નો સવાલ છે તો, વિરાટ કોહલી, એબી ડિવિલીયર્સ, ગ્લેન મેક્સવેલ અને દેવદત્ત પડિક્કલ ની હાજરી છતાં પણ આરસીબી તેની પૂરી ક્ષમતા નથી દેખાડી શક્યુ. જોકે આરસીબી એ પોતાની બંને મેચ જીતી છે. મેક્સવેલ એ મધ્યમક્રમમાં પોતાની ભુમિકા સારી રીતે નિભાવી છે. જ્યારે અક્ષર પટેલ બોલીંગમાં અંતર પેદા કરી રહ્યો છે. કોહલી જોકે પોતાની ટીમના વિજય અભિયાનને જારી રાખવા માટે પ્રતિબદ્ધ હશે અને પોતાના બેટ્સમેનોથી સારા પ્રદર્શનની આશા પણ રાખી રહ્યો હશે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">