IPL 2021: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે IPLની ફાઇનલ મેચ, મોટેરામાં 8 લીગ મેચ રમાશે

|

Mar 07, 2021 | 2:19 PM

ઈન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે IPLની આગામી 14મી સીઝનની તારિખોનુ એલાન કરી દેવામાં આવ્યુ છે. હાલમાં ભારત પ્રવાસે આવેલ ઈંગ્લેન્ડની ટીમ સામેની T20 શ્રેણી પૂરી થયા બાદ તુરત જ ટુર્નામેન્ટની શરુઆત થશે.

IPL 2021: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે IPLની ફાઇનલ મેચ, મોટેરામાં 8 લીગ મેચ રમાશે
Narendra Modi Stadium, Ahmedabad,

Follow us on

ઈન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે IPLની આગામી 14મી સીઝનની તારિખોનુ એલાન કરી દેવામાં આવ્યુ છે. હાલમાં ભારત પ્રવાસે આવેલ ઈંગ્લેન્ડની ટીમ સામેની T20 શ્રેણી પૂરી થયા બાદ તુરત જ ટુર્નામેન્ટની શરુઆત થશે. એટલે કે ભારત ઇંગ્લેંડ (India vs England) વચ્ચેની વન ડે શ્રેણીના અંત બાદ 12 દિવસ પછી 9 એપ્રિલથી શરૂ થશે. ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)ના સૂત્રો દ્વારા ગત શનિવારે આ માહિતી આપવામાં આવી હતી. હાલમાં જ અપાયેલી જાણકારી મુજબ આઇપીએલની ફાઇનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં (Narendra Modi Stadium) રમાશે. હાલમાં ભારત અને ઇંગ્લેંડ વચ્ચે બે ટેસ્ટ મેચ રમાઇ છે અને હવે 5 ટી20 રમાનારી છે.

આગામી સિઝનની પ્રથમ મેચ ચેન્નાઇમા રમાશે, જ્યારે અંતિમ મેચ એટલે કે ફાઇનલ મેચ અમદાવાદમાં રમાનારી છે. રોહિત શર્માની આગેવાની ધરાવતી મુંબઇ ઇન્ડીયન્સ અને વિરાટ કોહલીની કેપ્ટનશીપ ધરાવતી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે સિઝનની ઓપનિંગ મેચ ચેન્નાઇમાં રમાનાર છે. લીગમાં કુલ 56 મેચ રમાનાર છે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

 

 

ચેન્નાઇ, મુંબઇ, કલકત્તા અને બેંગ્લુરુમાં 10-10 મેચ રમાશે, જ્યારે અમદાવાદ અને દિલ્હીમાં 8-8 મેચ રમાનારી છે. આ વખતે કોઇ પણ ટીમ પોતાના હોમગ્રાઉન્ડ પર મેચ નહી રમે. તમામ ટીમો પોતાની મેચો તટસ્થ સ્થળો પર રમશે. આ વખતે 11 ડબલ હેડર મેચો રમાનારી છએ. જેમાં ડબલ હેડર મેચની પ્રથમ મેચ બપોરે 3.30 કલાકે રમવાની શરુ થશે, જ્યારે બીજી મેચ સાંજે 7.30 કલાકે રમાશે.

કોવિડ-19ના કારણે BCCIએ હાલની પરિસ્થિતિમાં પાંચ શહેરો ચેન્નઈ, કોલકાતા, બેંગ્લોર, દિલ્હી અને અમદાવાદમાં IPL મેચો યોજવાનું નક્કી કર્યું છે. છેલ્લા કેટલાક દિવસોમાં મહારાષ્ટ્રમાં કોવિડ-19ના કેસો ઝડપથી વધ્યા હોવાથી મુંબઈ શહેરને IPLના યજમાન બનવા માટે મંજૂરી લેવી પડશે. IPLની છેલ્લી 2020ની સીઝન UAEના બાયો બબલમાં યોજાઈ હતી. જે સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સની જીત થઈ હતી.

Next Article