IPL 2021: ગૌતમ ગંભીરે સાધ્યુ વિરાટ કોહલી પર નિશાન, કહ્યુ આઠ વર્ષમાં એકપણ વાર કેમ વિજેતા નહી

|

Jan 23, 2021 | 7:07 AM

ભારતીય ક્રિકેટ ટીમ (Team India) ના પૂર્વ ઓપનર ગૌતમ ગંભીર (Gautam Gambhir) એ વિરાટ કોહલી (Virat Kohli) ની કેપ્ટનશીપ પર એકવાર ફરી થી સવાલ ખડાં કર્યા છે. ઇન્ડીયન પ્રિમિયર લીગ (IPL) ની ફ્રેન્ચાઇઝી ટીમ, રોયલ ચેલેજર્સ બેંગ્લોર (Royal Challengers Bangalore) ની કેપ્ટનશીપ કરતા વિરાટ કોહલીએ અત્યાર સુધી IPL ટાઇટલ નથી જીત્યુ.

IPL 2021: ગૌતમ ગંભીરે સાધ્યુ વિરાટ કોહલી પર નિશાન, કહ્યુ આઠ વર્ષમાં એકપણ વાર કેમ વિજેતા નહી
રોયલ ચેલેજર્સ બેંગ્લોરની કેપ્ટનશીપ કરતા વિરાટ કોહલીએ અત્યાર સુધી IPL ટાઇટલ નથી જીત્યુ

Follow us on

ભારતીય ક્રિકેટ ટીમ (Team India) ના પૂર્વ ઓપનર ગૌતમ ગંભીર (Gautam Gambhir) એ વિરાટ કોહલી (Virat Kohli) ની કેપ્ટનશીપ પર એકવાર ફરી થી સવાલ ખડાં કર્યા છે. ઇન્ડીયન પ્રિમિયર લીગ (IPL) ની ફ્રેન્ચાઇઝી ટીમ, રોયલ ચેલેજર્સ બેંગ્લોર (Royal Challengers Bangalore) ની કેપ્ટનશીપ કરતા વિરાટ કોહલીએ અત્યાર સુધી IPL ટાઇટલ નથી જીત્યુ. ગંભીરે કહ્યુ કે એવો કોઇ ખેલાડી કે કેપ્ટન નથી કે જેમે 8 વર્ષમાં એક પણ IPL ટાઇટલ જીત્યુ ના હોય.

લગાતાર કોહલીના IPL માં કેપ્ટનશીપ કરવાને લઇને સવાલો ઉઠાવવામાં આવે છે. ટુર્નામેન્ટના દિગ્ગજ ખેલાડીઓ થી સજાવેલી ટીમ કેપ્ટનનશીપ કરવા બાદ પણ કોહલીની ટીમ હજુ સુધી આઇપીએલ વિજેતા બની શકી નથી. પાછળના આઠ વર્ષ થી RCBની કેપ્ટનશીપની જવાબદારી સંભાળી રહેલા વિરાટ કોહલી ટીમને ચેમ્પિયન નહી બનાવી શકતા પાછળ તેનુ કારણ તેની કેપ્ટનશીપ હોવાનુ કારણ ગંભીરે ગણાવ્યુ છે.

ગંભીરએ સ્ટાર સ્પોર્ટસના શો ક્રિકેટ કનેક્ટેડ દરમ્યાન કોહલીના અંગે વાત કરતા બતાવ્યુ હતુ કે, પાછળના આઠ વર્ષ થી આરસીબીની ટીમ એક પણ ટ્રોફી જીતી શકી નથી. આ હકિકતમાં ખૂબ જ લાંબો સમય કહી શકાય. આપ એવા કોઇ કેપ્ટનનુ નામ બતાવો કે તે આઠ વર્ષ થી એક પણ વાર આઇપીએલ ખિતાબ જીત્યો ના હોઇ શકે. ગંભીરે આગળ પણ વાત કરતા કોહલીની કેપ્ટનશીપ જ ખિતાબ નહી જીતી શકવા માટેનુ કારણ ગણાવ્યુ હતુ. તેમણે કહ્યુ હતુ કે, જો ટીમને નાકામી મળે છે તો પછી કેપ્ટનની પુરી જવાબદારી બને છે. કોહલીએ આગળ આવીને આ વાતને કહેવી જોઇએ કે હાં, હું તે માટે જવાબદાર છુ.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

આ વર્ષે એપ્રિલ માસમાં આઇપીએલ ની 14 મી સિઝનનુ આયોજન શરુ થનારુ છે. આ પહેલા 18 ફેબ્રુઆરીએ ખેલાડીઓનુ ઓકશન પણ યોજાાશે. BCCI ની સુચના મુજબ 20 જાન્યુઆરીએ તમામ આઠ ફ્રેન્ચાઇઝી ટીમોએ રિટેન અને રિલીઝ કરવાની યાદી પણ આપી દીધી છે.

Next Article