IPL 2021: ઇંગ્લેન્ડના ખેલાડીઓના આ વર્તનથી નારાજ ફ્રેન્ચાઇઝીઓએ BCCIને ફરિયાદ કરી
અત્યાર સુધી ઈંગ્લેન્ડના 6 ખેલાડીઓએ તેમના નામ પાછા ખેંચી લીધા છેઇંગ્લેન્ડના ખેલાડીઓએ આઇપીએલ ટીમો સાથે જે કરાર કર્યો હતો, તેણે તેને તોડી નાખ્યો છે. IPLની ટીમોએ BCCI ને ઇંગ્લેન્ડના ખેલાડીઓના આ વર્તન અંગે ફરિયાદ કરી છે.
IPL 2021:આઈપીએલ 2021ને શરુ થવામાં હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. યુએઈમાં 19 સપ્ટેમ્બરથી આઈપીએલ શરૂ થશે. પરંતુ તે પહેલા IPL (Indian Premier League)ટીમોના માલિકો નારાજ છે.
તેમની નારાજગી પોતપોતાની ટીમમાં સામેલ ઇંગ્લેન્ડના ખેલાડીઓ પર છે. તેમના વર્તનથી મોટાભાગની ફ્રેન્ચાઇઝીઓના ઇંગ્લિશ ખેલાડીઓએ આઇપીએલ 2021ના બીજા તબક્કામાંથી તેમના નામ પાછા ખેંચી લીધા છે. આઈપીએલ (IPL )ટીમો સાથે તેમણે કરેલો કરાર તૂટી ગયો છે. IPLની ટીમોએ BCCI (Board of Control for Cricket in India)ને ઇંગ્લેન્ડના ખેલાડીઓના આ વર્તન અંગે ફરિયાદ કરી છે.
શનિવારે જાણ કરવામાં આવી હતી કે, જોની બેયરસ્ટો, ક્રિસ વોક્સ અને ડેવિડ માલાને તેમના નામ પાછા ખેંચી લીધા છે. આ ત્રણ ખેલાડીઓ આઈપીએલની ત્રણ ટીમો સનરાઈઝર્સ હૈદરાબાદ, દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals)અને પંજાબ કિંગ્સનો ભાગ હતા. ફ્રેન્ચાઇઝી સાથે સંકળાયેલા એક અધિકારીએ એક સમચાર એજન્સીને જણાવ્યું હતું કે છેલ્લી ઘડીએ ખેલાડીઓ ટુર્નામેન્ટમાંથી બહાર નીકળી જતા તેઓ નારાજ હતા. ફ્રેન્ચાઇઝીઓએ BCCI (Board of Control for Cricket in India)ને આ મુદ્દે પત્ર લખ્યો છે.
ફ્રેન્ચાઇઝી ઇંગ્લેન્ડના ખેલાડીઓના વર્તનથી નારાજ છે
ફ્રેન્ચાઇઝીઓ સાથે સંકળાયેલા એક ટોચના અધિકારીએ જે ઇંગ્લિશ ખેલાડીઓના નામ પરત ખેંચવાના કારણે ભોગ બન્યા છે તેમણે જણાવ્યું હતું કે, મેં ગુરુવારે ઇંગ્લેન્ડના મારા કરાર કરાયેલા ખેલાડીઓ સાથે વાત કરી હતી. તેમણે 15 સપ્ટેમ્બર સુધીમાં યુએઈ (UAE) પહોંચવાનું કહ્યું હતું. આ સાથે, તે પણ અપીલ કરવામાં આવી હતી કે તેની સાથે તેના પાર્ટનર માટે વ્યવસ્થા કરવી જોઈએ.
અમે આ અંગે સંમત થયા. અને હવે શનિવારે તેઓ અમને કહી રહ્યા છે કે, તેઓ નથી આવી રહ્યા. ટીમના કોચ, મેનેજમેન્ટ બધા તેના વર્તનથી પરેશાન છે. તેમનું વલણ અમારા કરારની વિરુદ્ધ છે. અમે આ અંગે BCCI (Board of Control for Cricket in India) ને પત્ર પણ લખ્યો છે.
ઈંગ્લેન્ડના 6 ખેલાડીઓએ નામ પાછા ખેંચી લીધા છે
જોની બેયરસ્ટો, ક્રિસ વોક્સ અને ડેવિડ માલને આઈપીએલ 2021 ના બીજા તબક્કામાંથી પોતાનું નામ પાછું ખેંચવાના વ્યક્તિગત કારણો આપ્યા છે. જો કે, આ ફ્રેન્ચાઇઝીને અગાઉથી આ ખેલાડીઓના નામ પરત ખેંચવાની જાણકારી નહોતી. ઈંગ્લેન્ડના ખેલાડીઓ માટે આઈપીએલ (IPL )માંથી તેમના નામ પરત ખેંચવાની ઘટના એકદમ ગંભીર છે. આ સિઝનમાં અત્યાર સુધીમાં 6 ખેલાડીઓએ તેમના નામ પાછા ખેંચી લીધા છે. રાજસ્થાન રોયલ્સ ઇંગ્લેન્ડના ખેલાડીઓને પરત ખેંચવાની સૌથી વધુ અસરગ્રસ્ત ટીમ છે.
ઈન્ડીયન પ્રીમિયર લીગ (Indian Premier League) ની 14 મી સીઝનનો બીજો તબક્કો 19 સપ્ટેમ્બરથી સંયુક્ત આરબ અમીરાત (UAE) માં શરૂ થઈ રહ્યો છે જે 15 ઓક્ટોબર સુધી ચાલશે. તમામ ટીમોએ આ માટે તૈયારીઓ કરી લીધી છે.
આ પણ વાંચો : Tokyo Paralympics ખેલાડીઓ પીએમ સાથે વાત કરતી વખતે ભાવુક થઈ ગયા, કહ્યું – કોઈએ આવું સન્માન આપ્યું નથી