IPL 2021: ઉઠાવી શકાશે આઠ ગણો આનંદ, દિગ્ગજો દ્રારા મળશે આટલી ભાષાઓમાં ક્રિકેટની રોમાંચ સાથે જાણકારી

|

Apr 09, 2021 | 11:46 AM

ઇન્ડીયન પ્રિમિયર લીગ (IPL 2021) ની તમામ તૈયારીઓ છેલ્લા કેટલાક સમયથી ચાલી રહી હતી, આજથી ભારતીય ક્રિકેટના કુંભનો પ્રારંભ થનારો છે. પોતાની પસંદગીની ટીમોના જોશને વધારવા માટે અને તેમને સપોર્ટ કરવા માટે પણ પૂરી તૈયારીઓ પણ આયોજકો દ્રારા કરવામાં આવી છે.

IPL 2021: ઉઠાવી શકાશે આઠ ગણો આનંદ, દિગ્ગજો દ્રારા મળશે આટલી ભાષાઓમાં ક્રિકેટની રોમાંચ સાથે જાણકારી
IPL Commentary Panel (File Photo)

Follow us on

ઇન્ડીયન પ્રિમિયર લીગ (IPL 2021) ની તમામ તૈયારીઓ છેલ્લા કેટલાક સમય થી ચાલી રહી હતી, આજથી ભારતીય ક્રિકેટના કુંભનો પ્રારંભ થનારો છે. પોતાની પસંદગીની ટીમોના જોશને વધારવા માટે અને તેમને સપોર્ટ કરવા માટે પણ પૂરી તૈયારીઓ પણ આયોજકો દ્રારા કરવામાં આવી છે. ટીમોની પણ તૈયારીઓ હવે પૂરી છે. આવામાં દરેક ક્રિકેટ ફેનની નજર પોત પોતાની સ્ક્રીન પર રહેશે સાથે જ એટલા જ સતર્ક કાન પણ રહેશે કોમેન્ટરી સાંભળવા માટે. એટલા માટે જ એ પણ જાણવુ જરુરી છે કે, ટુર્નામેન્ટના બ્રોડકાસ્ટર દ્રારા કોમેન્ટરીને લઇને કેવી તૈયારીઓ કરવામાં આવી છે. જો તમારા મનમાં કોઇ સવાલ ઘૂમરાઇ રહ્યો હોય તો, આ વખતે IPL ના બ્રોડકાસ્ટર્સ અંગ્રેજી ઉપરાંત અન્ય સાત ભાષામાંઓમાં કોમેન્ટરી સંભળાવશે. જે પુરી દુનિયાભરમાં બેસીને માણી શકાશે.

આજે શુક્રવારે સાંજે ચેન્નાઇમાં મુંબઇ ઇન્ડીયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (Mumbai Indians vs Royal Challengers Bangalore) વચ્ચે ઓપનિંગ મેચ રમાશે. આમ આ સાથે જ IPL 2021 ની સિઝનનો પ્રારંભ થનારો છે. તો આગામી 30 મે એ રમાનારી ફાઇનલ મેચ સુધી ક્રિકેટનો રોમાંચ તેની ચરમસીમાએ પહોંચશે. મેદાન પર રમાનારી રમત સાથે દર્શકોની વચ્ચે રમતના હાલ સંભળાવીને રોમાંચ વધારવાનુ કામ કોમેન્ટેટર કરે છે. આ વખતે તે કેટલાંક અંશે વધારે વિસ્તૃત રહેશે.

8 ભાષાઓમાં મળશે કોમેન્ટરીનો આનંદ
સુનિલ ગાવાસ્કર, ગૌતમ ગંભીર અને કેવિન પિટરસન ઉપરાંત ભારત સહિત વિશ્વભરના પૂર્વ દિગ્ગજ ક્રિકેટર આગામી કેટલાક સપ્તાહ સુધી ટુર્નામેન્ટનુ વિશ્લેષણ દર્શકો માટે રજૂ કરશે. આઇપીએલ બ્રોડકાસ્ટર એ આ વખતે હિન્દી સહિત સાત ભારતીય ભાષાઓમાં પ્રસારણની જવાબદારી ઉઠાવી છે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

આઇપીએલ ની સિઝન 14 માટે જુદી જુદી ભાષાઓમાં સર્વશ્રેષ્ઠ ક્રિકેટરોને કોમેન્ટ્રી ટીમ સાથે જોડવામાં આવ્યા છે. જે ભાષાઓમાં અંગ્રેજી, હિન્દી, તામિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ, બંગાળી અને મરાઠી ભાષા સામેલ છે.

હિન્દી અને અંગ્રેજી કોમેન્ટ્રી પેનલ
આપીએલ બ્રોડકાસ્ટર્સ દ્રારા પોતાની કોમેન્ટરી ટીમનુ એલાન કરવામાં આવ્યુ છે. ખાસ તો હિન્દી અને વર્લ્ડ ફિડ માટે જનારી અંગ્રેજી કોમેન્ટ્રી પર સૌથી વધારે ધ્યાન આપવામાં આવી રહ્યુ છે. આ વખતે આ પૂર્વ ક્રિકેટર હિન્દી અને અંગ્રેજીમાં મેચ નો હાલ દર્શાવશે.

હિન્દી કોમેન્ટેટર પેનલઃ  આકાશ ચોપડા, નિખિલ ચોપડા, ગૌતમ ગંભીર, ઇરફા પઠાણ, પાર્થિવ પટેલ, આરપી સિંહ, દિપ દાસ ગુપ્તા, કિરણ મોરે, અને જતિન સપ્રૂ સામેલ છે. આ ઉપરાંત સુનિલ ગાવાસ્કર અંગ્રેજી સાથે હિન્દીની પણ જવાબદારી ઉઠાવશે.

અંગ્રેજી કોમેન્ટેટર પેનલઃ હર્ષા ભોગલે, સુનિલ ગાવાસ્કર, ઇયન બિશપ, ડેની મોરિસન, કેવિન પિટરસન, સાઇમન ડૂલ, માઇકલ સ્લેટર, મુરલી કાર્તિક, માર્ક નિકોલસ. આ ઉપરાંત પણ કેટલાક અન્ય કોમેન્ટેટર આ દરમ્યાન સામેલ કરવામાં આવશે.

Next Article