IPL 2021: ધોનીએ કરી હતી આ ભૂલ, ફેંસે લીધી મજા, જો કે ભારે પડતા રહી ગઇ હતી ભૂલ, જુઓ

|

Apr 29, 2021 | 11:45 AM

આમ તો વિશ્વના ફિટ ક્રિકેટરોની યાદીમાં જો મહેન્દ્રસિંહ ધોની (Mahendra Singh Dhoni) નુ નામ ઉમેરવામા ના આવે તો યાદી અધૂરી ગણાય. ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન ધોની ભલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ થી સંન્યાસ લઇ ચુક્યા હોય, જોકે તે હજુ પણ મેદાન પર ચપળ અને સ્ફૂર્તીલો જોવા મળે છે.

IPL 2021: ધોનીએ કરી હતી આ ભૂલ, ફેંસે લીધી મજા, જો કે ભારે પડતા રહી ગઇ હતી ભૂલ, જુઓ
MS Dhoni

Follow us on

આમ તો વિશ્વના ફિટ ક્રિકેટરોની યાદીમાં જો મહેન્દ્રસિંહ ધોની (Mahendra Singh Dhoni) નુ નામ ઉમેરવામા ના આવે તો યાદી અધૂરી ગણાય. ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન ધોની ભલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ થી સંન્યાસ લઇ ચુક્યા હોય, જોકે તે હજુ પણ મેદાન પર ચપળ અને સ્ફૂર્તીલો જોવા મળે છે. જોકે બુધવારે દિલ્હીમાં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે રમાયેલી આઇપીએલ ની મેચમાં એવુ જોવા મળ્યુ કે ધોનીના ચાહકોને વિશ્વાસ ના રહ્યો. ધોની ની ટીમ ચેન્નાઇ સુપર કિંગ્સ (Chennai Superkings) અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે આ મેચ રમાઇ હતી, જેને ચેન્નાઇએ 7 વિકેટે જીતી હતી.

મેચ માં હૈદરાબાદના કેપ્ટન ડેવિડ વોર્નરે ટોસ જીતીને પ્રથમ બેટીંગનો નિર્ણય કર્યો હતો. હૈદરાબાદના કેપ્ટન વોર્નર અને જોની બેયરિસ્ટો ઓપનિંગ માટે મેદાન આવ્યા હતા. તો ચેન્નાઇ તરફ થી બોલીંગની શરુઆત દિપક ચાહરે સંભાળી હતી. ચાહર ની આ ઓવરના બીજા બોલ પર જ જોની બેયરિસ્ટો ના બેટને સ્પર્શીને સીધી જ વિકેટ પાછળ ગઇ હતી. બેયરસ્ટો બોલને લેગ સાઇડ પર રમવા ઇચ્છતો હતો. જોકે આ આસાન કેચ વિશ્વના શ્રેષ્ઠ વિકેટકિપરમાં ગણના થતા ધોનીના હાથે છુટી ગયો હતો, અને સાથે જ બેયરિસ્ટોને જીવતદાન મળી ગયુ હતુ.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

જોકે મોંઘી ના પડી ભૂલ
એમએસ ધોની એ બંને હાથ વડે બોલને પકડવા માટે પ્રયાસ કર્યો હતો, જોકે આશ્વર્ય વચ્ચે તે કેચને ઝડપી શક્યો નહોતો. એ વાત અલગ છે કે આ ભૂલ ટીમને વધારે ભારે પડી શકી નહોતી. સેમ કરને બેયરિસ્ટોને જલદી થી જ પેવેલિયન પરત મોકલી દીધો હતો. બેયરસ્ટો 7 રન જ બનાવી શક્યા હતા. જોકે ધોની દ્રારા બેયરસ્ટો નો કેચ છુટવાના બાદ સોશિયલ મીડિયા પર તો મીમ્સ પણ બનવા લાગ્યા હતા. એક ફેન એ તો મજા લેતા લખ્યુ હતુ કે, ધોનીએ આસાન કેચ છોડી દીધો, જીદંગીમાં હવે કંઇ પણ જોવાનુ બાકી નથી રહ્યુ. તો વળી એક પ્રશંસકે તો લખ્યુ કે, ધોનીએ એક આસાન કેચ છોડી દીધો. 2021માં કંઇ પણ થઇ શકે છે. તો વધુ એક ફેન એ લખ્યુ કે, ઇમાનદારી થી મને યાદ નથી કે મે છેલ્લે આવુ ક્યારે જોયુ હતુ.

Next Article