IPL 2021: આલ્કોહોલ બ્રાન્ડનો લોગો હટાવવાની શરત CSKએ સ્વીકારી, નહીં હોય મોઈન અલીની જર્સી પર લોગો

|

Apr 04, 2021 | 5:16 PM

ઈંગ્લેન્ડ (England)ના ઓલરાઉન્ડર ખેલાડી મોઈન અલી (Moeen Ali) આ વખતે IPLની ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સ (Chennai Super Kings) સાથે રમી રહ્યો છે. તેણે ટીમની જર્સી પહેરવા અગાઉ ટીમ સામે એક શરત મુકી હતી.

IPL 2021: આલ્કોહોલ બ્રાન્ડનો લોગો હટાવવાની શરત CSKએ સ્વીકારી, નહીં હોય મોઈન અલીની જર્સી પર લોગો
Moin Ali

Follow us on

ઈંગ્લેન્ડ (England)ના ઓલરાઉન્ડર ખેલાડી મોઈન અલી (Moeen Ali) આ વખતે IPLની ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સ (Chennai Super Kings) સાથે રમી રહ્યો છે. તેણે ટીમની જર્સી પહેરવા અગાઉ ટીમ સામે એક શરત મુકી હતી. જે શરતને ટીમના મેનેજમેન્ટ દ્વારા સ્વીકારી લેવામાં આવી હતી. મોઈન અલીએ CSKના ટીમ પ્રબંધન પાસે જર્સી પર લગાવવામાં આવેલ આલ્કોહોલની બ્રાન્ડના લોગોને હટાવવા માટેની માંગ કરી હતી. ફેન્ચાઈઝી દ્વારા તેમની આ વાતને માની લીધી હતી અને મોઈન અલીની જર્સી પરથી આલ્કોહોલ બ્રાન્ડનો લોગો પણ હટાવી લેવામાં આવ્યો હતો.

 

મોઈન અલી મુસલમાન છે, તેમનો ધર્મ તેમને શરાબ પીવા અને તેને પ્રમોટ કરવા માટે રજા નથી આપતો. તે ઈંગ્લેન્ડ સામે રમવા દરમ્યાન કોઈ પણ પ્રકારના આલ્કોહોલ બ્રાન્ડને પ્રમોટ નથી કરતા. તે અને આદિલ રાશિદ બંને આલ્કોહોલ સંબંધીત બાબતોથી દુર રહે છે. ચેન્નાઈ સુપર કિંગ્સની જર્સી પર એસએનજે 10,000નો લોગો છે, જે એક આલ્કોહોલ બ્રાન્ડ છે. ઈન્ડીયા ટુડેની એક રિપોર્ટનુસાર મોઈને ટીમ પ્રબંધનથી જર્સી પર લોગો હટાવવાનું કહ્યુ હતુ. જેને સીએસકેએ માની લીધુ હતુ અને તેમની મેચ જર્સી પરથી લોગો હટાવી લેવાયો હતો.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

 

ચેન્નાઈએ મોઈન અલી પાછળ ખર્ચ્યા હતા ધૂમ પૈસા

ચેન્નાઈ સુપર કિંગ્સ દ્વારા આઈપીએલ 2021ના ઓકશન દરમ્યાન ઈંગ્લેંડના ઓલરાઉન્ડર મોઈન અલી પર ખૂબ પૈસા વરસાવ્યા હતા. ફેંન્ચાઈઝીએ મોઈન અલીને 7 કરોડ રુપિયામાં ખરીદ્યો હતો. ટીમને આશા છે કે, ઓલરાઉન્ડર ખેલાડી તેમને ખૂબ કામ આવશે. મોઈન અલી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરથી ચેન્નાઈની ટીમમાં આવ્યો છે. તે ધોનીની કેપ્ટનશીપ હેઠળ રમવા માટે ખૂબ જ ઉત્સાહિત છે. તેણે હાલમાં જ કહ્યુ હતુ કે, મેં ધોનીના નેતૃત્વમાં રમનારા ખેલાડીઓ સાથે વાત કરી હતી. તેમણે મને બતાવ્યુ હતુ કે, તેઓ કેવી રીતે તમારી રમતમાં સુધારો કરે છે. મારુ માનવુ છે કે, મહાન કેપ્ટન આવુ કરે છે. મને લાગે છે કે, આ એક કારણ છે કે, દરેક ખેલાડી ધોનીની કેપ્ટનશીપમાં રમવા ઈચ્છતો હોય છે.

 

IPL 2020 દરમ્યાન CSK પ્લેઓફમાં પણ પહોંચી શક્યુ નહોતુ

ચેન્નાઈ સુપર કિંગ્સ આમ તો આઈપીએલ ના ઈતિહાસની સૌથી સફળ ટીમોમાં ગણવામાં આવે છે. ચેન્નાઈ સુપર કિંગ્સ ત્રણ વખત આઈપીએલ ટાઈટલ વિજેતા રહી ચુક્યુ છે. જોકે તેના માટે આઈપીએલ 2020ની સિઝન ખૂબ જ ખરાબ રહી હતી. ટીમ પ્લેઓફમાં પણ પહોંચી શકી નહોતી. લીગના ઈતિહાસમાં ચેન્નાઇ માટે આ પ્રથમવાર બન્યુ હતુ કે પ્લેઓફથી પણ ચેન્નાઈ દુર રહી હતી. ટીમ આ વખતે જોકે તેવી કોશિષ કરશે કે, ચોથી વાર ટાઈટલ મેળવી શકાય.

 

આ પણ વાંચો: IPL 2021: વધતા કોરોના સંક્રમણ વચ્ચે BCCIને મુંબઇમાં રમતનો ભરોસો, ટુંકા સમયમાં ફેરબદલ મુશ્કેલ ગણાવ્યુ

Next Article