IPL 2021: વધતા કોરોના સંક્રમણ વચ્ચે BCCIને મુંબઇમાં રમતનો ભરોસો, ટુંકા સમયમાં ફેરબદલ મુશ્કેલ ગણાવ્યુ

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ મુંબઇમાં કોવિડ ના વધતા જતા પ્રમાણ વચ્ચે પણ મુંબઇ (Mumbai) માં મેચ યોજવાનો ભરોસો છે. આગામી 10 થી 25 એપ્રિલ વચ્ચે મુંબઇમાં IPL 2021 ની મેચોનુ આયોજન કરવામાં આવ્યુ છે.

  • Avnish Goswami
  • Published On - 12:50 PM, 4 Apr 2021
IPL 2021: વધતા કોરોના સંક્રમણ વચ્ચે BCCIને મુંબઇમાં રમતનો ભરોસો, ટુંકા સમયમાં ફેરબદલ મુશ્કેલ ગણાવ્યુ
BCCI

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ મુંબઇમાં કોવિડ ના વધતા જતા પ્રમાણ વચ્ચે પણ મુંબઇ (Mumbai) માં મેચ યોજવાનો ભરોસો છે. આગામી 10 થી 25 એપ્રિલ વચ્ચે મુંબઇમાં IPL 2021 ની મેચોનુ આયોજન કરવામાં આવ્યુ છે. BCCI નુ માનવુ છે કે, આટલા ઓછા સમયમાં હવે અન્ય સ્થળે વૈકલ્પિક બાયોબબલ નિર્માણ કરવાનુ ખૂબ જ કઠીન છે. અક્ષર પટેલ (Akshar Patel) અને દેવદત્ત પડિક્કલ (Devdutt Padikkal) ઉપરાંત વાનખેડે સ્ટેડિયમ (Wankhede Stadium) ના 10 કર્મચારીઓ તેમજ બીસીસીઆઇ એ નિયુક્ત કરેલા મેનેજમેન્ટના છ સભ્યો પણ કોરોના સંક્રમિત જણાયા છે. આમ 9 મી એપ્રિલ થી શરુ થનારી આઇપીએલની આગામી સિઝન પહેલા જ ટુર્નામેન્ટમાં કોરોના સંક્રમણ (Corona Positive) ફેલાવવા લાગ્યુ છે.

કોરોના વાયરસની સ્થિતી જો નિયંત્રણની બહાર થઇ જાય તો, ઇંદોર અને હૈદરાબાદ ને આઇપીએલ મેચ માટે સ્ટેન્ડ બાય રાખવામા આવ્યા છે. જોકે આમ છતાં પણ બીસીસીઆઇને આઇપીએલની મેચો તેના નિયમિત શિડ્યુલ મુજબ મુંબઇમાં યોજાવાનો ભરોસો છે. મુંબઇ માં આઇપીએલની 10 મેચો રમાનારી છે. બીસીસીઆઇ ના એક સિનિયર અધીકારીએ પીટીઆઇ સાથે વાતચીત કરતા જણાવ્યુ હતુ કે, હેદરાબાદ એક સ્ટેન્ડ બાય સ્થળ પૈકીનુ એક છે. જોકે હાલના વ્યવહારિક કારણોને જોતા અમે હાલ પણ મુંબઇ થી મેચ શિફ્ટ કરવાના અંગે વિચારી નથી રહ્યાય આટલા ઓછા સમયમાં એક વધારે બાયોબબલ નિર્માણ કરવુ એ ખૂબ જ કઠીન છે.

મુંબઇના વાનખેડે સ્ટેડિયમમાં એક સાગમટે કોરોના સંક્રમણના વધારે કેસ આવવાને લઇને ટુર્નામેન્ટના આયોજક પણ ચિંતત છે. શુક્રવારે સાંજ સુધી 8 કોરોના સંક્રમિત કર્મચારીઓની સંખ્યા વધીને 10 સુધી પહોંચી ગઇ હતી. આ ઉપરાંત ટુર્નામેન્ટ મેનેજમેન્ટ ટીમના 6 સભ્યો પણ કોરોના સંક્રમિત જણાયા હતા. મુંબઇ ક્રિકેટ એસોસીએશન ના એક સિનિયર અધિકારીએ જણાવ્યુ હતુ કે, જ્યાં સુધી ગ્રાઉન્ડ કર્મચારીઓની વાત છે જે વધીને 10 થઇ ચુક્યા છે. અમે તૈયારીઓ માટે કાંદિવલી થી એમસીએના અન્ય કર્મચારીઓને અન્ય મેદાન થી અહી લાવવામા આવી રહ્યા છે.

બોર્ડના અધિકારીએ કહ્યુ કે, જો લોકડાઉનની સ્થિતી કરાવમાં આવે છે તો, ટીમ બાયોબબલ વાતાવરણમાં છે અને દર્શકોને પણ સ્ટેડિયમમાં આવવાની પરવાનગી નથી. માટે જ અમને પૂર્વ નિર્ધારિત કાર્યક્રમનુસાર આઇપીએલની મેચોના આયોજનની આશા છે. જો સ્થિતી નિયંત્રણ બહાર ચાલી જશે તો, તે માટે હૈદરાબાદ અને ઇંદોરને સ્ટેન્ડ બાય ના રુપમાં રાખવામાં આવ્યા છે. જો લોકડાઉન કરવામા આવે છે. તો મેચનુ આયોજન વધારે આસાન થઇ જાય છે. કારણ કે સ્થળની બહાર અને અન્ય સ્થાનો પર દર્શકો પર નિયંત્રણ લાગી શકે છે.

મુંબઇમાં દિલ્હી કેપિટલ્સ, મુંબઇ ઇન્ડિયન્સ, રાજસ્થાન રોયલ્સ અને પંજાબ કિંગ્સની ટીમો છે. જેમાંથી કોઇ પણ ટીમ વાનખેડે ગઇ નથી. અધિકારીએ કહ્યુ હતુ કે, દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સ બ્રેબોર્ન સ્ટેડિયમ અને બાંન્દ્રા કુર્લા કોમ્પલેક્ષ મેદાન પર પ્રેકટીશન કરી રહી છે. કલકત્તા નાઇટ રાઇડર્સ એ ચેન્નાઇ રવાના થવા પહેલા નવી મુંબઇમાં ડીવાય પાટીલ સ્ટેડિયમમાં અભ્યાસ કર્યો હતો. આશા છે કે, રાજ્યમાં વધતા જતા કોરોના સંક્રમણને લઇને બીસીસીઆઇ મેડિકલ પરિક્ષણની સંખ્યા વધારી દેશે.