IPL 2021: મેચ પહેલા બેંગ્લોરના હેડ કોચ સાઇમને ધોનીને ગણાવ્યો માસ્ટર, ચેન્નાઇ પ્રત્યે ખૂબ માન હોવાનુ કહ્યુ

|

Apr 25, 2021 | 4:02 PM

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (Royals Challenger Banglore) અને ચેન્નાઇ સુપર કિંગ્સ (Chennai Super Kings) વચ્ચે રવિવારે બપોરે આઇપીએલ 2021ની 19 મી મેચ રમાઇ રહી છે.

IPL 2021: મેચ પહેલા બેંગ્લોરના હેડ કોચ સાઇમને ધોનીને ગણાવ્યો માસ્ટર, ચેન્નાઇ પ્રત્યે ખૂબ માન હોવાનુ કહ્યુ
MS Dhoni

Follow us on

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (Royals Challenger Banglore) અને ચેન્નાઇ સુપર કિંગ્સ (Chennai Super Kings) વચ્ચે રવિવારે બપોરે આઇપીએલ 2021 ની 19 મી મેચ રમાઇ રહી છે. મેચ શરુ થવા પહેલા રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના હેડ કોચ સાઇમન કેટીચ (Simon Katich) એ મેચ પહેલા મહેન્દ્રસિંહ ધોનીને ‘માસ્ટર’ ગણાવ્યો હતો. તેમણે કહ્યુ હતુ કે, તેમના મનમાં ચેન્નાઇ સુપર કિંગ્સ પ્રત્યે ખૂબ જ સન્માન છે. કેટીચ એ કહ્યુ હતુ કે, ધોની એક માસ્ટર છે, તે શું નથી ? તે ત્રણ જીત સાથે ટોપ પર છે. તેણે શાનદાર શરુઆત કરી છે. તેની પાસે શાનદાર ખેલાડી છે. અમારી પાસે સીએસકે માટે ખૂબ સન્માન છે. આ એક શાનદાર મેચ રહેશે.

RCB એ અધિકારીક ટ્વીટર હેન્ડલ પર પોષ્ટ કરેલા એક વિડીયોમાં કેટિચ એ કહ્યુ હતુ કે, અમે મુંબઇની શાનદાર મેચને પહેલા જ જોઇ છે. ચેન્નાઇ પાસે ખુબ જ શાનદાર બેટીંગ લાઇન અપ છે. જોકે અમે જાણીએ છીએ કે અમારી બોલીંગ લાઇન અપ આ સિઝનમાં સારુ પ્રદર્શન કરી રહી છે. આઇપીએલ 2021 માં બંને ટીમો ની અત્યાર સુધીની સફરની વાત કરવામાં આવે તો, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ લગાતાર ચાર મેચ જીતી ચુકી છે. ટુર્નામેન્ટમાં અત્યાર સુધીમાં કોઇ પરાજય નથી.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

આરસીબી હાલમાં આઇપીએલ 14 ના પોઇન્ટ ટેબલમાં પ્રથ સ્થાન પર છે. તો ચેન્નાઇ સુપર કિંગ્સ એ પોતાની પ્રથમ મેચ જરુર ગુમાવી છે. તેના બાદથી ધોનીની કેપ્ટનશીપમાં ચેન્નાઇ સુપર કિંગ્સ એ ત્રણ મેચ જીતી છે. પોઇન્ટ ટેબલમાં ચેન્નાઇ બીજા સ્થાન પર છે. બંને વચ્ચે આજે સરસ ટક્કર જામી રહી છે. આઇપીએલ માં બંને ટીમો વચ્ચે રમાયેલી પાછળની ચાર મેચની વાત કરવામાં આવે તો, વિરાટ કોહલીની ટીમ બેંગ્લોરે ચેન્નાઇને ટક્કર આપી છે. તેણે બે મેચ પોતાના નામે કરી છે. તો બે મેચ ચેન્નાઇ એ જીતી છે.

Next Article