IPL 2021 Suspended: કોરોનાને લઈને આઈપીએલ ટુર્નામેન્ટ રદ થવાની સ્થિતીમાં BCCIએ આટલુ નુકશાન વેઠવુ પડશે

|

May 04, 2021 | 4:51 PM

IPL 2021 સિઝન દરમ્યાન બે દિવસમાં 4 ખેલાડીઓ અને 2 કોચિંગ સ્ટાફ કોરોનાની ઝપેટમાં આવ્યા છે. કોરોના સંક્રમણને લઈને હવે આઈપીએલની ટુર્નામેન્ટને જ અટકાવી દેવામાં આવી છે.

IPL 2021 Suspended: કોરોનાને લઈને આઈપીએલ ટુર્નામેન્ટ રદ થવાની સ્થિતીમાં BCCIએ આટલુ નુકશાન વેઠવુ પડશે
IPL

Follow us on

IPL 2021 સિઝન દરમ્યાન બે દિવસમાં 4 ખેલાડીઓ અને 2 કોચિંગ સ્ટાફ કોરોનાની ઝપેટમાં આવ્યા છે. કોરોના સંક્રમણને લઈને હવે આઈપીએલની ટુર્નામેન્ટને જ અટકાવી દેવામાં આવી છે. હાલમાં દેશમાં કોરોનાના વધતા પ્રમાણની સ્થિતી વચ્ચે IPLમાં કોરોના સંક્રમણ ફેલાવાને લઈને આખરે BCCIએ મહત્વનો નિર્ણય જાહેર કરીને ટુર્નામેન્ટને સસ્પેન્ડ કરી હતી.

 

જોકે હવે BCCI દ્વારા આઈપીએલને સદંતર રીતે રદ કરી દેવામાં આવશે તો બોર્ડે 2 હજાર કરોડ રુપિયાનું નુકશાન વેઠવુ પડી શકે છે તો વળી આ સાથે જ ભારતમાં યોજાનારા T20 વિશ્વ કપ પર પણ સંકટ પેદા થઈ શકે છે. મીડિયા રિપોર્ટનુસાર આઈપીએલને આમ તો અગાઉની માફક જ યુએઈમાં આયોજીત કરવાની તૈયારી હતી. પરંતુ આ દરમ્યાન તેનુ આયોજન ભારતમાં જ કરવામાં આવ્યુ હતુ.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

 

પ્લાનિંગ વેળા ભારતમાં કોરોનાની સ્થિતી નબળી હતી. પરંતુ આઈપીએલની શરુઆત સાથે જ કોરોના સંક્રમણ દેશભરમાં વિકરાળ બનવા લાગ્યુ હતુ. ટુર્નામેન્ટની શરુઆતે જ સપોર્ટ સ્ટાફ અને ખેલાડી કોરોના પોઝિટીવ સામે આવ્યા હતા. જોકે ત્યારબાદ શાંતિપૂર્ણ રીતે આઈપીએલની મેચ આગળ ચાલી રહી હતી. ત્યાં જ કેકેઆર અને બાદમાં દિલ્હીના મળીને ચાર ખેલાડીઓ કોરોના સંક્રમિત જણાયા હતા. પરિણામે ટુર્નામેન્ટને સસ્પેન્ડ જાહેર કરવામાં આવી હતી.

 

આઈપીએલથી બીસીસીઆઈને રેવન્યુમાં ખૂબ ફાયદો થઈ રહ્યો હતો. જેને લઈને સરકારને પણ મનોરંજન ટેક્સ સહિતની આવકો પણ મળતી હોય છે. બીસીસીઆઈએ આઈપીએલની શરુઆતથી અત્યાર સુધીમાં 3500 કરોડ રુપિયા ટેક્સ પેટે ચુકવ્યા છે. બીસીસીઆઈને તેની આવકનો 40 ટકા હિસ્સો આઈપીએલ જનરેટ કરે છે.

 

મીડિયા રિપોર્ટુનાસર વિશ્વ ક્રિકેટની ઈકોનોમી લગભગ 15 હજાર કરોડ રુપિયાની છે. જેમાંથી 33 ટકા હિસ્સો માત્ર આઈપીએલ ટુર્નામેન્ટ દ્વારા આવે છે, જેને રુપિયામાં જોવામાં આવે તો 5 હજાર કરોડ રુપિયા રકમ થાય છે.

 

આ પણ વાંચો: IPL 2021 Suspended: ટુર્નામેન્ટ સસ્પેન્ડ થતા જ ફેન્સે બાયોબબલ સુરક્ષાને લઇને સોશિયલ મીડિયા પર કર્યા કટાક્ષ

Next Article