IPL 2021: આગામી ફેબ્રુઆરીમાં યોજાશે ઓક્શન, સ્થળનો નિર્ણય હજુ બાકી

|

Jan 22, 2021 | 11:18 PM

ઈન્ડીયન પ્રિમીયર લીગ (IPL)ની નવી સિઝન પહેલા તમામ ફ્રેન્ચાઈઝી પોત પોતાના ખેલાડીઓની યાદી જાહેર કરી દીધી હતી. કેટલીક ટીમોએ અન્ય ટીમમાંથી ખેલાડીની અદલાબદલી પણ શરુ કરી દીધી છે.

IPL 2021: આગામી ફેબ્રુઆરીમાં યોજાશે ઓક્શન, સ્થળનો નિર્ણય હજુ બાકી

Follow us on

ઈન્ડીયન પ્રિમીયર લીગ (IPL)ની નવી સિઝન પહેલા તમામ ફ્રેન્ચાઈઝી પોત પોતાના ખેલાડીઓની યાદી જાહેર કરી દીધી હતી. કેટલીક ટીમોએ અન્ય ટીમમાંથી ખેલાડીની અદલાબદલી પણ શરુ કરી દીધી છે. હવે બસ ઓક્શન (IPL Auction)ની રાહ જોવાઈ રહી છે. જોકે મિની ઓક્શન (Mini Auction) માટે હજુ સુધી ભારતીય ક્રિકેટ બોર્ડે (BCCI) તારીખનું સત્તાવર એલાન નથી કર્યુ, જોકે 18 ફેબ્રુઆરીએ મીની ઓકશન યોજાઈ શકે છે. આ અગાઉ ઓકશન ફેબ્રુઆરીના બીજા સપ્તાહમાં યોજાવાની શક્યતા હતી. જોકે હવે તે ત્રીજા સપ્તાહમાં આયોજીત કરવામાં આવશે. લીગની નવી સિઝન એપ્રિલ માસમાં યોજાનારી છે.

 

આઈપીએલના સ્વરુપમાં આગામી વર્ષથી ફેરફાર થનારો છે, જેના માટે આ વર્ષના અંત અથવા આગામી વર્ષની શરુઆતમાં મેગા ઓક્શન યોજાશે. આવામાં અંતિમ વાર દરેક ટીમ પાસે પોતાને મજબૂત કરવાનો મોકો છે. તમામ ટીમોએ ડેડલાઈન 20 જાન્યુઆરી મુજબ ખેલાડીઓને રિટેન અને રિલીઝ કરી દીધા છે. હવે બીસીસીઆઈ ઓક્શન માટે સ્થળ અને તારીખ સત્તાવાર રીતે જાહેર કરશે. સાથે જ કયા ખેલાડી ઓકશનના ડ્રાફ્ટમાં પોતાનું સ્થાન બનાવી શકે છે, તે જોવાનુ રહેશે. ઓકશનના સવાલ પર બીસીસીઆઈના અધિકારીએ ન્યુઝ એજન્સી PTIને બતાવ્યુ હતુ કે, ઓકશન 18 ફેબ્રુઆરીએ થઈ શકે છે. તેના માટે સ્થાન નક્કી કરવાનું છે.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

 

 

રિટેન્શન ઉપરાંત ટીમોની પાસે 4 ફેબ્રુઆરી સુધીનો સમય ટ્રેડિંગ વિંડો તરીકેનો છે. જેમાં ખેલાડીઓને એક બીજી ટીમો ટ્રેડ કરી શકે છે. એટલે કે કોઈ ફ્રેન્ચાઈઝી કોઈ ખેલાડીને બીજી ફ્રેન્ચાઈઝીથી ખરીદી શકે છે, દિલ્હી કેપિટલ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ આ વિકલ્પને અજમાવી ચુકી છે. બીસીસીઆઈની સામે ફક્ત તારીખ નક્કી કરવાનુ જ લક્ષ્ય નથી, પરંતુ ટુર્નામેન્ટના આયોજન સ્થળ પર પણ અંતિમ મહોર લગાવવાનું પણ છે. જો કે બોર્ડના અધ્યક્ષ સૌરવ ગાંગુલી પણ વારંવાર ભારપૂર્વક કહી ચુક્યા છે કે, આયોજન ઘરેલુ મેદાન પર કરવા માટે હરસંભવ પ્રયાસ કરાશે. કોરાના મહામારીને લઈને 2020માં આઈપીએલનું આયોજન યુએઈમાં યોજવામાં આવ્યુ હતુ. આગામી મહિનાથી ઈંગ્લેન્ડ (India vs England) સામે રમાનારી ઘરેલુ સિઝનના સફળ આયોજનથી લીગનું ભારતમાં આયોજનનો રસ્તો સાફ થઈ જશે.

 

આ પણ વાંચો: સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા બાળ કલાકારને મળો, સાંભળો તેના મધુર અવાજને

Published On - 11:15 pm, Fri, 22 January 21

Next Article