સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા બાળ કલાકારને મળો, સાંભળો તેના મધુર અવાજને

છેલ્લા કેટલાક દિવસથી સોશિયલ મીડિયા પર એક બાળ કલાકારનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, આ બાળકનો અવાજ કોઈનું પણ મન મોહી લે તેવો છે,

  • tv9 webdesk39
  • Published On - 22:58 PM, 22 Jan 2021
Meet the child artist who went viral on social media, listen to her melodious voice

છેલ્લા કેટલાક દિવસથી સોશિયલ મીડિયા પર એક બાળ કલાકારનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, આ બાળકનો અવાજ કોઈનું પણ મન મોહી લે તેવો છે, આ બાળકના પરિવાર પાસે રહેવા માટે ઘર નથી કે, કડકડતી ઠંડી હોય કે ધોમધમતો તાપ ઉંટલારી લઈને પરિવાર જુદા જુદા સ્થળે ભટકી પોતાનું ગુજરાન ચલાવે છે અને આ ગરીબ પરિવારમાં એક એવું ટેલેન્ટેડ બાળક છે જેના દુહા અને ગીતો સાંભળીને તમે આશ્ચર્યચકિત થઈ જશો, બાળકનો અવાજ સાંભળીને તમે પણ કહી ઉઠશો કે આ બાળકને ગાવા માટે ચોક્કસ સારું પ્લેટફોર્મ મળવું જોઈએ.

આ બાળકનું નામ છે રમેશ બારોટ, હાલ તેનો પરિવાર અમરેલીના જુદા જુદા સ્થળોએ મજૂરી કામ કરીને પોતાનું પેટ ભરે છે, રમેશ અને તેનો પરિવાર આમ તો મૂળ ભાવનગર જિલ્લાનો વતની છે, પરંતુ ઊંટલારી સાથે ક્યારેક સૌરાષ્ટ્રમાં આવે છે તો ક્યારેક ચરોતર વિસ્તારમાં મજૂરી કામ કરી જીવન નિર્વાહ ચલાવે છે, તેવામાં રસ્તે આવતા જતા સૌ કોઈને આ બાળ કલાકાર મનોરંજન પૂરું પાડે છે, રમેશના પરિવારમાં પણ 8થી 10 લોકો છે. નાના બાળકો, મહિલાઓ અને પુરૂષો છે. ઘણા પુરુષો પરિવારમાં કલાકારી સાથે સંકળાયેલા છે અને ખૂબ સુંદર ગાઈ શકે છે. પરંતુ ગરીબીના વાંકે હજુ સુધી તેમને કોઈ સારું પ્લેટફોર્મ જ નથી મળ્યું રમેશ બારોટનો પરિવાર શું આશા રાખી રહ્યો છે તે તેમના મુખેથી જ સાંભળો

 

આ પણ વાંચો: કોરોનાકાળમાં ગુજરાતે સારી કામગીરી કરી: જયંતિ રવિ