IPL 2021: તમામ લીગ મેચ મુંબઇમાં રમાઇ શકે છે, BCCIનો આવો હશે પ્લાન

|

Feb 20, 2021 | 9:58 AM

ઇન્ડીયન પ્રિમીયર લીગ (IPL) ની સિઝન 14 ની લીગ મેચ મુંબઇમાં જ રમાય તેવી સંભાવનાઓ વ્યક્ત થઇ રહી છે. જેને લઇને ભારતીય ક્રિકટ કંટ્રોલ બોર્ડ (BCCI) અને આઇપીએલ અધીકારીઓ વચ્ચે ચર્ચાઓ ચાલી રહી છે. 18 ફેબ્રુઆરીએ આઇપીએલનુ મીની ઓકશન ચેન્નાઇમાં યોજવામાં આવ્યુ હતુ.

IPL 2021: તમામ લીગ મેચ મુંબઇમાં રમાઇ શકે છે, BCCIનો આવો હશે પ્લાન
વીવીએસ લક્ષ્મણ એ કહ્યુ હતુ કે, વેન્યુને લઇને હજુ પણ અનિશ્વિતતા છે.

Follow us on

IPL 2021ની સિઝન 14 ની લીગ મેચ મુંબઇમાં જ રમાય તેવી સંભાવનાઓ વ્યક્ત થઇ રહી છે. જેને લઇને ભારતીય ક્રિકટ કંટ્રોલ બોર્ડ (BCCI) અને આઇપીએલ અધીકારીઓ વચ્ચે ચર્ચાઓ ચાલી રહી છે. 18 ફેબ્રુઆરીએ આઇપીએલનુ મીની ઓકશન ચેન્નાઇમાં યોજવામાં આવ્યુ હતુ.

દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) ના સહમાલિક પાર્થ જીંદાલ (Parth Jindal) એ ચેન્નાઇમાં આઇપીએલ ઓકશન બાદ કહ્યુ છે કે, જે મેં સાંભળ્યુ અને જોઇ રહ્યો છુ, જે મુજબ આઇપીએલની તમામ લીગ મેચ મુંબઇ (Mumbai) માં રમાઇ શકે છે. જો ઇંગ્લેંડ ભારત પ્રવાસે આવી શકે છે, જો ઇન્ડીયન સુપર લીગ (ISL) ની તમામ મેચ ગોવામાં રમાઇ શકે છે. જો વિજય હજારે અને સૈયદ મુશ્તાક અલી ટ્રોફી ટુર્નામેન્ટ જુદા જુદા સ્થળો પર થઇ શકે છે, તો મને નથી લાગતુ કે આઇપીએલ આયોજનને ભારતની બહાર લઇ જવુ જોઇએ. મને વિશ્વાસ છે કે આઇપીએલ ભારતમાં જ યોજાશે.

જિંદાલે કહ્યુ હતુ કે, મારા હિસાબ થી બીસીસીઆઇ અને આઇપીએલ અધીકારી આ વાત પર વિચાર કરી રહ્યા છે કે, એક શહેરમાં લીગ સ્ટેજ અને બીજામાં પ્લેઓફ. મુંબઇને લઇને ખૂબ અટકળો છે, તે લીગ ચરણનુ સ્થળ બની શકવાની સંભાવના છે. કારણ કે ત્યાં ત્રણ ઇન્ટરનેશનલ ગ્રાઉન્ડ છે. જ્યાં પ્રેકટીશન કરવાની સુવિધા ઉપલબ્ધ છે. અમદાવાદનુ મોટેરા (Motera Stadium) નોકઆઉટ ની યજમાની કરી શકે છે, જોકે હજુ આ બધુ અચોક્કસ છે. આ જે મેં સાંભળ્યુ તે બતાવી રહ્યો છુ. મુંબઇમાં વાનખેડે સ્ટેડીયમ, બ્રેબોન સ્ટેડીયમ અને ડીવાય પાટીલ સ્ટેડીયમ ઉપલબ્ધ છે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

અન્ય ફેન્ચાઇઝીઓના મુખ્ય સભ્યોએ પણ આ અંગે પ્રતિક્રિયા આપી હતી. સનરાઇઝર્સ હૈદરાબાદના મેંટર વીવીએસ લક્ષ્મણ એ કહ્યુ હતુ કે, વેન્યુને લઇને હજુ પણ અનિશ્વિતતા છે. કલકત્તા નાઇટ રાઇડર્સ ના મુખ્ય કાર્યકારી વેંક્યા મૈસુર એ કહ્યુ હતુ કે, જો તમે બધી જ ટીમોને જુઓ તો તમામ ટીમોમાં પરિસ્થીતી મુજબ સંતુલન બનાવી રહી છે. જે અસમાન્ય છે અને અને આવી સ્થિતીમાં અમે બીસીસીઆઇને સપોર્ટ કરીશું.

અનિલ કુંબલેએ કહ્યુ હતુ કે, જો આઇપીએલ ભારતમાં યોજવામાં આવે છે તો, અમારી પાસે તમામ વિકલ્પ છે અને જો કે તે બહાર હોય છે તો અમારી પાસે તેના માટે પણ વિકલ્પ છે. કુંબલે હાલમાં પંજાબ કિંગ્સના મુખ્ય કોચ છે.

બીસીસીઆઇ ના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ સપ્તાહની શરુઆતમાં કહ્યુ હતુ કે, આ વર્ષે મોટુ કરવાનુ છે. તેમણે આઇપીએલના સ્થળને લઇને કોઇ જાણકારી નહોતી આપી. જોકે તે પાછળના કેટલાક મહિના થી ભારતમાં જ આઇપીએલનુ આયોજન કરવાની પ્રાથમિકતા આપવાના અંગે નિવેદન આપી ચુક્યા છે. તેમણે એક નિવેદનમાં કહ્યુ હતુ કે, અમે જોઇશુ કે શુ અમે દર્શકોને આઇપીએલમાં પરત લાવી શકીશુ, આ એક નિર્ણય છે જેને જલ્દી થી લેવાનો રહેશે. જોકે આ એક શાનદાર ટુર્નામેન્ટ થવા જઇ રહી છે.

Next Article