IPL 2020: સૌથી વધુ દડા રમનારો બેટ્સમેન છે વિરાટ કોહલી, જાણો અત્યાર સુધી કેટલા દડા રમ્યા છે

|

Sep 17, 2020 | 1:09 PM

ઈન્ડિયન પ્રીમિયર લીગમાં વિરાટ કોહલી સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. આ સિવાય અન્ય ઘણા રોચક રેકોર્ડ્સ પણ તેમના નામે છે. તે સિઝનમાં સૌથી વધુ સદી ફટકારનાર બેટ્સમેન છે. જ્યારે સદીમાં સૌથી વધુ વ્યક્તિગત સ્કોર બનાવવાનો રેકોર્ડ પણ તેના નામે છે. આ બધા સિવાય તે આ લીગમાં અત્યાર સુધીમાં સૌથી વધુ બોલ રમનારા બેટ્સમેનની યાદીમાં […]

IPL 2020: સૌથી વધુ દડા રમનારો બેટ્સમેન છે વિરાટ કોહલી, જાણો અત્યાર સુધી કેટલા દડા રમ્યા છે

Follow us on

ઈન્ડિયન પ્રીમિયર લીગમાં વિરાટ કોહલી સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. આ સિવાય અન્ય ઘણા રોચક રેકોર્ડ્સ પણ તેમના નામે છે. તે સિઝનમાં સૌથી વધુ સદી ફટકારનાર બેટ્સમેન છે. જ્યારે સદીમાં સૌથી વધુ વ્યક્તિગત સ્કોર બનાવવાનો રેકોર્ડ પણ તેના નામે છે. આ બધા સિવાય તે આ લીગમાં અત્યાર સુધીમાં સૌથી વધુ બોલ રમનારા બેટ્સમેનની યાદીમાં પણ પ્રથમ સ્થાને છે.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

વિરાટ કોહલીએ આઇપીએલ દરમ્યાન સૌથી વધુ દડા નો સામનો કરનારો ખેલાડી છે. એટલે કે તેને સૌથી વધુ બોલ રમવાની તક મળી છે. છેલ્લી 12 સીઝન દરમીયાન અત્યાર સુધીમાં 4112 બોલનો સામનો કરીને આઇપીએલમાં સૌથી વધુ 5412 રન બનાવ્યા છે. બીજી તરફ, સુરેશ રૈના લીગનો બીજો સૌથી વધુ ખેલાડી છે અને તેણે અત્યાર સુધીમાં કુલ 3915 બોલનો સામનો કર્યો છે. તે સૌથી વધુ રન (5368) બનાવતા લીગમાં બીજા ક્રમે છે. રોહિત શર્મા મહત્તમ બોલ ફેસની દ્રષ્ટિએ ત્રીજા નંબર પર છે અને તેણે અત્યાર સુધીમાં 3744 બોલ રમ્યા છે.

IPLમાં અત્યાર સુધીમાં સૌથી વધુ બોલ રમનારા ટોચના 5 બેટ્સમેન

વિરાટ કોહલી 4112 બોલ

સુરેશ રૈના 3915 બોલ

રોહિત શર્મા  3744 બોલ

શિખર ધવન 3669 બોલ

ગૌતમ ગંભીર 3404 બોલ

વિરાટ કોહલીએ આઈપીએલમાં સુકાની તરીકે 109 ઇનિંગ્સમાં અત્યાર સુધીમાં 44.06 ની સરેરાશથી 4010 રન બનાવ્યા છે, જેમાં 5 સદીનો સમાવેશ છે. તો વળી કેપ્ટન વિના, તેણે કુલ 60 ઇનિંગ્સ રમી હતી જેમાં તેણે 26.96 ની સરેરાશથી 1402 રન બનાવ્યા. આ સમય દરમિયાન તેણે એક પણ સદી ફટકારી ન હતી. વિરાટ કોહલી બેટ્સમેન તરીકે સૌથી વધુ રન બનાવનાર છે અને રૈના તેની પાછળ પાછળ છે, પરંતુ રૈના આ વર્ષે નહીં રમવાના કારણે વિરાટ આ મામલે વધુ આગળ વધી શકે છે અને ત્યારબાદ કોઈ પણ બેટ્સમેનનો રેકોર્ડ તોડી શકે છે. સરળ રહેશે નહીં.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 7:52 am, Thu, 17 September 20

Next Article