IPL 2020: RCBના કેપ્ટન કોહલીને નવા ખેલાડીઓ પાસેથી વધુ અપેક્ષાઓ છે, કહ્યું ‘વર્તમાન ટીમ 2016 પછી સૌથી સંતુલિત ટીમ છે’

|

Sep 11, 2020 | 1:34 PM

ઈન્ડિયન પ્રીમિયર લીગની સૌથી લોકપ્રિય ટીમોમાંની એક રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના ચાહકોને આશા છે કે આ વખતે ટીમ ચોક્કસપણે ચેમ્પિયન બનશે. RCBના કેપ્ટન વિરાટ કોહલીનું પણ માનવું છે કે આ વખતે ટીમ છેલ્લા કેટલાક સિઝન કરતા વધુ સંતુલિત અને સારી છે. IPL 2020માં RCBની પહેલી મેચ સનરાઇઝર્સ હૈદરાબાદ સામે 21 સપ્ટેમ્બરના રોજ દુબઇ આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમમાં રમાશે. […]

IPL 2020: RCBના કેપ્ટન કોહલીને નવા ખેલાડીઓ પાસેથી વધુ અપેક્ષાઓ છે, કહ્યું વર્તમાન ટીમ 2016 પછી સૌથી સંતુલિત ટીમ છે

Follow us on

ઈન્ડિયન પ્રીમિયર લીગની સૌથી લોકપ્રિય ટીમોમાંની એક રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના ચાહકોને આશા છે કે આ વખતે ટીમ ચોક્કસપણે ચેમ્પિયન બનશે. RCBના કેપ્ટન વિરાટ કોહલીનું પણ માનવું છે કે આ વખતે ટીમ છેલ્લા કેટલાક સિઝન કરતા વધુ સંતુલિત અને સારી છે. IPL 2020માં RCBની પહેલી મેચ સનરાઇઝર્સ હૈદરાબાદ સામે 21 સપ્ટેમ્બરના રોજ દુબઇ આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમમાં રમાશે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને સતત તેમની ટીમ કમ્પોઝિશનને કારણે દરેક IPL સીઝનમાં ટીકાઓનો સામનો કરવો પડ્યો છે. આ સીઝન માટે, RCBએ ખેલાડીઓથી લઈને સપોર્ટ સ્ટાફ સુધી ઘણા મહત્વપૂર્ણ ફેરફાર કર્યા છે.

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 ‘અનુભવ, કૌશલ્ય અને યુવાનોનું ઉત્તમ સંતુલન’

ટીમના કેપ્ટન કોહલીનું માનવું છે કે આઈપીએલ 2016માં તેની ટીમ ખુબ સરસ હતી અને ત્યારબાદ આ પહેલીવાર બન્યું છે જ્યારે તેની ટીમ ઘણી સારી અને સંતુલિત છે. RCBના ટ્વિટર હેન્ડલ પર કોહલીના ઇન્ટરવ્યુનો એક ભાગ શેર કરવામાં આવ્યો હતો જેમાં કોહલીએ સ્વીકાર્યું હતું કે ટીમે T-20ની દ્રષ્ટિએ આ વખતે ટીમમાં શ્રેષ્ઠ ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે, “અમારી ટીમમાં આ વખતે એક સરસ સંતુલન છે જેમાં અનુભવ, T-20ની આવશ્યક કુશળતા અને યુવા ખેલાડીઓનો સમાવેશ છે. જેઓ જાતે જવાબદારી લેવા ઉત્સુક છે અને તકોનો લાભ લેવા તૈયાર છે.”

ખેલાડીઓથી લઈને કોચિંગ સ્ટાફમાં થયા બદલાવ

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને સતત તેમની ટીમ કમ્પોઝિશનને કારણે દરેક IPL સીઝનમાં ટીકાઓનો સામનો કરવો પડ્યો છે. આ સીઝન માટે, RCBએ ખેલાડીઓથી લઈને સપોર્ટ સ્ટાફ સુધી ઘણા મહત્વપૂર્ણ ફેરફાર કર્યા છે. ફ્રેન્ચાઇઝીએ ઓસ્ટ્રેલિયન કેપ્ટન એરોન ફિંચનો સમાવેશ કરવામાં આવ્યો છે. જે ટી 20 ફોર્મેટના શ્રેષ્ઠ બેટ્સમેનમાંથી એક છે જ્યારે દક્ષિણ આફ્રિકાના દિગ્ગજ ખેલાડી ક્રિસ મોરિસને પણ ખરીદ્યો છે. સાથે સ્પિન ડિપાર્ટમેન્ટમાં એડમ ઝમ્પાને લઈને બીજો સારો વિકલ્પ મળ્યો છે. ટીમે ટીમના મુખ્ય કોચ તરીકે ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન બેટ્સમેન સાઈમન કૈટિચને લેવામાં આવ્યા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article