IPL 2020: કયા ખેલાડી પર રહેશે નજર, કોની સેલેરી છે સૌથી વધારે? પહેલા ચેમ્પિયન્સ રાજસ્થાન રોયલ્સ સાથે જોડાયેલી મહત્વની વાત

|

Jan 16, 2021 | 3:31 PM

શેન વોર્નની કેપ્ટન્સીમાં રાજસ્થાન રોયલ્સે (Rajasthan Royals) સૌને ચોંકાવી નાખતા IPLનાં પહેલા ચેમ્પિયન બનાવીને ઈતિહાસ રચી નાખ્યો હતો. વોર્ન સાથે જ સોહેલ તનવીર અને શેન વોટસને (Shane Watson) પોતાના શાનદાર પ્રદર્શન કરીને એક અંડર ડોગ ટીમનો શિરપાવ અપાવવામાં મહત્વનો ભાગ ભજવ્યો હતો. રાજસ્થાન રોયલ્સ એ ટીમ પૈકીની એક છે કે જેને ઈન્ડિન પ્રીમિયર લીગ-IPLનાં ચેમ્પિયન્સમાં […]

IPL 2020: કયા ખેલાડી પર રહેશે નજર, કોની સેલેરી છે સૌથી વધારે? પહેલા ચેમ્પિયન્સ રાજસ્થાન રોયલ્સ સાથે જોડાયેલી મહત્વની વાત
http://tv9gujarati.com/ipl-2020-kaya-kh…li-mahtv-ni-vaat/ ‎

Follow us on

શેન વોર્નની કેપ્ટન્સીમાં રાજસ્થાન રોયલ્સે (Rajasthan Royals) સૌને ચોંકાવી નાખતા IPLનાં પહેલા ચેમ્પિયન બનાવીને ઈતિહાસ રચી નાખ્યો હતો. વોર્ન સાથે જ સોહેલ તનવીર અને શેન વોટસને (Shane Watson) પોતાના શાનદાર પ્રદર્શન કરીને એક અંડર ડોગ ટીમનો શિરપાવ અપાવવામાં મહત્વનો ભાગ ભજવ્યો હતો. રાજસ્થાન રોયલ્સ એ ટીમ પૈકીની એક છે કે જેને ઈન્ડિન પ્રીમિયર લીગ-IPLનાં ચેમ્પિયન્સમાં ગણવામાં આવે છે. જયપુરની આ ફ્રેન્ચાઈઝી એ IPLનાં 12 વર્ષનાં ઈતિહાસમાં અનેક ઉતાર ચઢાવ જોયા છે. ખરાબ પ્રદર્શનથી લઈને ફિક્સીંગ, સટ્ટાબાજી અને પ્રતિબંધ સુધી આ ફ્રેન્ચાઈઝીએ ઘણું ઉપરથી નીચે સુધીની સફર કરી છે. IPLની પહેલી ચેમ્પિયન રહેલી આ ટીમને બીજીવાર સફળતાનો સ્વાદ ચાખવા માટે લાંબી રાહ જોવી પડીછે અને તેમને આશાવાદ છે કે આ નવી સિઝનમાં તે સફળતા મેળવી શકે.

IPL 2020 શરૂ થવાના પહેલા દરેક ટીમનાં ફેન્સ જાણવા માગે છે પોતાની પસંદગીની ટીમ વિશે અને રાજસ્થાનનાં ક્રિકેટ ચાહકોના વાત જ અલગ છે એવામાં IPLમાં રાજસ્થાન રોયલ્સનાં અત્યાર સુધીનાં પ્રદર્શન અને હાલની ટીમ તેમજ મહત્વનાં ખેલાડી વિશેની તમામ માહિતિ અહીંથી મળી રહેશે.

ઈતિહાસ: સૌથી પહેલા ચેમ્પિયન્સ અને પછી ગગડ્યું પ્રદર્શન

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે

રાજસ્થાન રોયલ્સ 2008ની લીગનાં પહેલા સિઝનમાં ટીમ પાસે કોઈ મોટું નામ નોહતું, આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃતિ લઈ ચુકેલા ઓસ્ટે્રેલિયાઈ ક્રિકેટર શેન વોર્ન જ તેમનું આકર્ષણ હતા એવામાં ટીમ પાસે કોઈ મોટા ચમત્કારની આશા પણ નોહતી, જો કે તમામને ચોંકાવી દેતા આ ટીમ ફાઈનલમાં આવી અને ફાઈનલમાં વિજેતા પણ બની ગઈ હતી.

જો કે એ પછી RR પછી ક્યારેય સાતત્યપૂર્ણ પ્રદર્શન નથી કરી શકી. તે પછી માત્ર 2013 અને 2015માં પ્લે ઓફ સુધી તે પહોચી શક્યા હતા. ફિક્સિગ અને સટ્ટેબાજી જેવા આરોપોને કારણ ટીમ પર બે વર્ષનો પ્રતિબંધ પણ લાગ્યો હતો, છેલ્લી સિઝનમાં તે  11 પોઈન્ટ સાથે 7માં ક્રમ પર રહી ગઈ હતી.

સ્મિથની કેપ્ટન્સીમાં ચમત્કારની આશા

રાજસ્થાન રોયલ્સની કેપ્ટન્સી સ્ટીવ સ્મિથનાં ખભા પર રહેશે.ઓસ્ટ્રેલિયામાં આ દિગ્ગજ ખેલાડી સૌથી પહેલા 2018ની સિઝનમાં ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો, જો કે બોલ ટેમ્પરીંગ વિવાદમાં ફસવાનાં કારણે સ્મિથ પર એક વર્ષનો પ્રતિબંધ લાગ્યો હતો જે ને લઈને અજિંક્ય રહાણેનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો.

રાજસ્થાન રોયલ્સનાં સૌથી મોંઘા ખેલાડી

રાજસ્થાન રોયલ્સે પાછલા અમુક સિઝનમાં મોંઘા ખેલાડીઓને ખરીદ્યા હતા, પછી ચાહે એ બેન સ્ટોક્સ હોય, જયદેવ ઉનડકટ હોય. રાજસ્થાને પાણીની જેમ આમના પર પૈસા વાપર્યા છે. હાલની ટીમમાં સૌથી વધારે સેલેરી કપ્તાન સ્મિથ અને સ્ટોક્સની છે. રાજસ્થાનની ટીમમાં આ 3 ખેલાડીનાં વેતન સૌથી વધારે છે.

સ્ટીવ સ્મિથ – 12.5 કરોડ રૂપિયા

બેન સ્ટોક્સ- 12.5 કરોડ રૂપિયા

સંજૂ સૈમસન- 8 કરોડ રૂપિયા

આ ખેલાડીઓ પર રહેશે દરોમદાર

રાજસ્થાન પાસે બેન સ્ટોક્સ, જોસ બટલર અને સ્ટીવ સ્મિથ જેવા વિદેશી ખેલાડી છે તો બીજી તરફ સંજુ સેમસન, રોબિન ઉથપ્પા અને જયદેવ ઉનડકટ જેવા IPLનાં અનુભવી ભારતીય ખેલાડી પણ છે, સાથે જ ભારતીય ટીમ પાસે યશસ્વી જયસ્વાલ, રિયાન પરાગ સમેતનાં નવા ક્રિકેટર પણ છે કે જેમની પાસેથી ઘણી આશા રાખવામાં આવી રહી છે.

સ્ટીવ સ્મિથ- ટીમનાં કેપ્ટન, મહત્વનાં બેટ્સમેન, પોતાનાંજ અંદાજમાં રન બનાવવા માટે જાણીતા, પાછલી સિઝનમાં સારી ગેમ રમી હતી

જોસ બટલર- સંભવત: રાજસ્થાનનાં સૌથી શાનદાર બેટ્સમેન, ઓપનર અને સૌથી સારૂ પ્રદર્શન કરનારા, પાછલા સિઝનમાં તેમણે ઘણી ધુંઆધાર બાજી રમી હતી હાલમાં આંતરરાષ્ટ્રીય મેચમાં પણ તે ફોર્મમાં ચાલી રહ્યા છે

જોફ્રા આર્ચર- આ ફોર્મેટ પ્રમાણે તે ઘણાં કાતીલ બોલર માનવામાં આવે છે. આર્ચરે પાછલા લગભગ 2 વર્ષમાં ટી-20 ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. તે શરૂઆત અને ડેથ ઓવર માટે મહત્વનાં સાબિત થશે.

રાજસ્થાન રોયલ્સની પુરી ટીમ

સ્ટીવ સ્મિથ (કેપ્ટન) , રોબીન ઉથપ્પા, જોસ બટલર, બેન સ્ટોક્સ, ડેવીડ મિલર, જોફ્રા આર્ચર, સંજૂ સેમસન, જયદેવ ઉનડકટ, વરૂણ એરોન, રિયાન પરાગ, અંકિત રાજપૂત, મયંક માર્કંડે, મનન વોહરા, શ્રેયસ ગોપાલ, ઓશેન થોમસ, એન્ડ્ર્યુ ટાય, યશસ્વી જયસ્વાલ, ટોમ કુરૈન, અનિરૂદ્ધ જોશી, કાર્તિક ત્યાગી, આકાશ સિંહ, રાહુલ ટીવેટિયા, શશાંક સિંહ, અનુજ રાવત અને મહિપાલ લમરોર.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 12:51 pm, Fri, 11 September 20

Next Article