ઇજાગ્રસ્ત શામી ટેસ્ટ સીરીઝની બહાર, મહંમદ સિરાજની સંભાવના

ઇજાગ્રસ્ત શામી ટેસ્ટ સીરીઝની બહાર, મહંમદ સિરાજની સંભાવના
Muhammad Shami

ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે યોજાયેલી એડિલેડ ટેસ્ટમાં ભારતે શરમજનક હાર મેળવી હતી. પ્રથમ ટેસ્ટમાં જ ભારતને આઠ વિકેટે હાર મળી હતી. આ મેચમાં ભારતીય ટીમ માત્ર 36 રન જ બનાવી શકી હતી. આ દરમ્યાન ભારતીય ઝડપી બોલર મહંમદ શામી બેટીંગ દરમ્યાન ઇજા પામ્યો હતો. શામીને જમણા હાથે બોલ વાગ્યો હતો. જોકે હવે તેના સ્થાને મહંમદ […]

Avnish Goswami

| Edited By: Bipin Prajapati

Dec 20, 2020 | 11:41 AM

ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે યોજાયેલી એડિલેડ ટેસ્ટમાં ભારતે શરમજનક હાર મેળવી હતી. પ્રથમ ટેસ્ટમાં જ ભારતને આઠ વિકેટે હાર મળી હતી. આ મેચમાં ભારતીય ટીમ માત્ર 36 રન જ બનાવી શકી હતી. આ દરમ્યાન ભારતીય ઝડપી બોલર મહંમદ શામી બેટીંગ દરમ્યાન ઇજા પામ્યો હતો. શામીને જમણા હાથે બોલ વાગ્યો હતો. જોકે હવે તેના સ્થાને મહંમદ સિરાજને સ્થાન મળી શકવાની સંભાવના વર્તાવા લાગી છે.

કેપ્ટન કોહલીએ પણ મેચ બાદ આ અંગે જાણકારી આપી હતી કે, તેને ઇજા પહોંચતા હાથ પણ ઉંચો કરી શકતો નહોતો જેથી તેને સ્કેન કરવા માટે મોકલી અપાયો હતો. એક સમાચાર એજન્સી મુજબ શામીને હાથમાં ફ્રેકચર હોવાનુ સામે આવ્યુ છે. જેના કારણે તે આગામી મેચ રમી શકે નહી એમ નથી. આગામી ત્રણેય ટેસ્ટ મેચ પણ તે રમી શકશે નહી. જોકે આ મામલે હજુ સુધી બીસીસીઆઇ તરફ થી અધીકારીક રીતે કોઇ જાણકારી જાહેર કરવામાં આવી નથી.

મહંમદ શામી અગાઉના ઓસ્ટ્રેલીયા પ્રવાસ દરમ્યાન પણ ભારતના સફળ બોલરો પૈકીનો હતો. તેણે 16 વિકેટ ઝડપી હતી. આમ ભારતને માટે એક મોટો ઝટકો લાગ્યો છે. આ પહેલા જ ભારતનો સીનીયર ઝડપી બોલર ઇશાંત શર્મા પણ ઇજાને લઇને ઓસ્ટ્રેલીયા પ્રવાસ થી બહાર છે.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati