રોહિત શર્મા અને રવિન્દ્ર જાડેજા National Cricket Academyમાં ઈજાને હરાવવામાં વ્યસ્ત, ભારતના U-19 કેપ્ટને ફોટો શેર કર્યો

રોહિત શર્માને હેમસ્ટ્રિંગમાં ઈજા છે જ્યારે રવિન્દ્ર જાડેજા કાનપુર ટેસ્ટ દરમિયાન જમણા હાથની ઈજામાંથી હજુ બહાર આવ્યો નથી.

રોહિત શર્મા અને રવિન્દ્ર જાડેજા National Cricket Academyમાં ઈજાને હરાવવામાં વ્યસ્ત, ભારતના U-19 કેપ્ટને ફોટો શેર કર્યો
Rohit sharma And Ravindra jadeja
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 17, 2021 | 3:01 PM

NCA : ટીમ ઈન્ડિયા (Team India)ના સફેદ બોલના કેપ્ટન રોહિત શર્મા (Captain Rohit Sharma) અને ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા (All-rounder Ravindra Jadeja)એ બેંગ્લોરની નેશનલ ક્રિકેટ એકેડમી (National Cricket Academy)માં ફિટનેસ પર કામ કરવાનું શરૂ કરી દીધું છે. બંને ખેલાડીઓ ઈજાના કારણે દક્ષિણ આફ્રિકા સામે રમાનારી ટેસ્ટ શ્રેણીમાંથી બહાર છે.

રોહિત શર્માને હેમસ્ટ્રિંગમાં ઈજા છે જ્યારે રવિન્દ્ર જાડેજા(Ravindra Jadeja) કાનપુર ટેસ્ટ (Kanpur Test) દરમિયાન જમણા હાથની ઈજામાંથી બહાર આવ્યો નથી. 8 ડિસેમ્બરે ભારતીય પસંદગી સમિતિની બેઠકમાં રોહિત શર્માને ODI ની કપ્તાની સોંપવામાં આવી હતી. જ્યારે આ દરમિયાન તેને ટેસ્ટ ટીમનો વાઈસ કેપ્ટન પણ બનાવવામાં આવ્યો હતો.

NCA (National Cricket Academy) પાસે હાલમાં U19 એશિયા કપમાં ભાગ લેતી ભારતની અંડર-19 ટીમના 25 ખેલાડીઓનો કેમ્પ છે. અંડર 19 એશિયા કપ 23 ડિસેમ્બરથી UAEમાં યોજાવાનો છે. દિલ્હીના યશ ધૂલ, જે આ કેમ્પનો ભાગ છે અને એશિયા કપમાં અંડર-19 ટીમ (Asia Cup Under-19 team  )ની કમાન સંભાળતા પણ જોવા મળશે, તેણે રોહિત જાડેજા સાથેની પોતાની તસવીર શેર કરી છે.

આજનું રાશિફળ તારીખ : 19-03-2024
લગ્ન બાદ પહેલીવાર પત્ની સાથે જોવા મળ્યો આદિલ, જુઓ પત્ની સોમીની સુંદર તસવીર
જાહ્નવી-સારાથી લઈને અનન્યા-દિશા સુધી બોલિવુડ સુંદરીઓ સાડીમાં લાગી કમાલ, જુઓ તસવીર
ડાયાબિટીસના દર્દીઓએ આ 6 શાકભાજી ન ખાવા જોઈએ
Amazon પરથી ખરીદો ચેતક ઈ-સ્કૂટર, નો-કોસ્ટ EMI સાથે મળશે ફ્રી ડિલીવરી
વિરાટ કોહલી ખાસ ટી-શર્ટ પહેરીને RCBમાં પરત ફર્યો, કિંમત જાણીને ચોંકી જશો

રોહિત શર્મા અને રવિન્દ્ર જાડેજા દક્ષિણ આફ્રિકાના પ્રવાસ પર રમાનારી ટેસ્ટ શ્રેણીમાં મહત્વની કડી હતા. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયા માટે તેમની ઉણપ જોવા મળી શકે છે. રોહિત શર્માની જગ્યાએ પ્રિયંક પંચાલને ટીમમાં તક મળી છે. અક્ષર પટેલ પ્લેઇંગ ઇલેવનમાં રવીન્દ્ર જાડેજાનું સ્થાન લેતો જોવા મળી શકે છે. ભારતીય ટીમ ટેસ્ટ શ્રેણીમાં ભાગ લેવા માટે દક્ષિણ આફ્રિકા પહોંચી ગઈ છે.

રોહિત અને જાડેજા ટીમ માટે મહત્વપૂર્ણ – વિરાટ

ટીમ ઈન્ડિયાના સાઉથ આફ્રિકા જવા પહેલા યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં ટેસ્ટ કેપ્ટન વિરાટ કોહલીએ પણ સ્વીકાર્યું કે તે આ બે ખેલાડીઓને મિસ કરશે. તેણે કહ્યું, “અમે ખાસ કરીને રોહિત શર્માને મિસ કરીશું. તે ઈંગ્લેન્ડમાં સારું રમ્યો હતો. તેનો અનુભવ અને ક્ષમતા અદ્ભુત છે. ટીમ ચોક્કસપણે તેની ખોટ અનુભવશે.” જો કે, વિરાટે એમ પણ કહ્યું કે રોહિત શર્માની ગેરહાજરી મયંક અગ્રવાલ અને કેએલ રાહુલ માટે મોટી તક સમાન હશે. જાડેજાની વિશેષતાઓ ગણાવતી વખતે વિરાટે કહ્યું હતું કે ત્રણેય વિભાગોમાં ટીમ દ્વારા તેની ઉણપ અનુભવાશે. કોહલીએ કહ્યું, “જાડેજા અમારો મહત્વનો ખેલાડી છે. તે ક્રિકેટના ત્રણેય વિભાગોમાં યોગદાન આપે છે. ખાસ કરીને વિદેશી પીચો પર તેનું પ્રદર્શન વધુ સારું છે.

આ પણ વાંચો : Punjab Elections: અમરિંદર સિંહ આજે દિલ્હીમાં બીજેપી હાઈકમાન્ડને મળી શકે છે, સીટ વહેંચણી પર ચર્ચા થઈ શકે છે

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">