INDvsENG: ઇંગ્લેંડ સામેની શ્રેણીમાં 11 ભારતીય દિગ્ગ્જોના અવાજ સાંભળી શકશો, જુઓ કોમેન્ટર પેનલ

|

Jan 24, 2021 | 4:44 PM

જેમ જેમ દિવસ વિતી રહ્યા છે તેમ તેમ ભારત ઇંગ્લેંડ (India vs England) ટેસ્ટ સિરીઝના દિવસો નજીક આવતા જઇ રહ્યા છે. જેને લઇને રોમાંચ પણ વધતો જઇ રહ્યો છે. આ શ્રેણીને લઇને અગાઉ થી જ સ્થળ અને તારીખ અને સમય બધુ જ નિશ્વીત છે. બસ હવે ઇંતઝાર છે, શ્રેણીને માણવાનો. પરંતુ હવે આ શ્રેણીને કોના અવાજ સાથે માણી શકશો તે નામો પણ જાહેર કરી દેવામાં આવ્યા છે.

INDvsENG: ઇંગ્લેંડ સામેની શ્રેણીમાં 11 ભારતીય દિગ્ગ્જોના અવાજ સાંભળી શકશો, જુઓ કોમેન્ટર પેનલ
હર્ષ ભોગલે અને સુનિલ ગાવાસ્કર સહિતના દિગ્ગજો આ યાદીમાં સામેલ છે.

Follow us on

જેમ જેમ દિવસ વિતી રહ્યા છે તેમ તેમ ભારત ઇંગ્લેંડ (India vs England) ટેસ્ટ સિરીઝના દિવસો નજીક આવતા જઇ રહ્યા છે. જેને લઇને રોમાંચ પણ વધતો જઇ રહ્યો છે. આ શ્રેણીને લઇને અગાઉ થી જ સ્થળ અને તારીખ અને સમય બધુ જ નિશ્વીત છે. બસ હવે ઇંતઝાર છે, શ્રેણીને માણવાનો. પરંતુ હવે આ શ્રેણીને કોના અવાજ સાથે માણી શકશો તે નામો પણ જાહેર કરી દેવામાં આવ્યા છે. કોમેન્ટ્રી બોક્સ (Commentary Box) માં બેસીને ટેસ્ટ સિરીઝના રોમાંચને જે ક્રિકેટ સ્ટારો પોતાન અવાજથી વઘારશે તે યાદીમાં 11 ભારતીય નામો છે. જ્યારે ફ્કત 2 ઇંગ્લેંડના છે. હર્ષ ભોગલે (Harsh Bhogle) અને સુનિલ ગાવાસ્કર (Sunil Gavaskar) સહિતના દિગ્ગજો આ યાદીમાં સામેલ છે. ક્રિકેટ મેચોની કોમેન્ટ્રી અંગ્રેજી અને હિન્દી બંને ભાષાઓમાં કરવામાં આવનાર છે.

જો તમે અંગ્રેજી ભાષામાં મેચની કોમેન્ટ્રી સાંભળવા માંગો છો તો, ભારતીય હર્ષ ભોગલે, સુનિલ ગાવાસ્કર, દિપ દાસગુપ્તા, મુરલી કાર્તિક અને લક્ષ્મણ શિવરામાકૃષ્ણનનો અવાજ સાંભળવા મળી શકે છે. આ ઉપરાંત અંગ્રીજી ભાષામાં ઇંગ્લેંડથી કોમેન્ટ્રી નિક નાઇટ અને માર્ક બાઉચર હશે. જો આપ હિન્દી ભાષામાં કોમેન્ટ્રી સાંભળવી પસંદ કરો છો તો, તેમાં સૌથી ફેવરીટ આકાશ ચોપડા ઉપરાંત ગૌતમ ગંભીર, ઇરફાન પઠાણ, હરભજન સિંહ, આશિષ નેહરા અને વીવીએસ લક્ષ્મણ પોતાના અવાજનો જાદૂ ચલાવતા સાંભળવામાં મળી શકે છે. કોમેન્ટ્રી પેનલને જોઇને સ્પષ્ટ છે કે, ઇંગ્લેંડના ફક્ત 2 જ ક્રિકેટરને યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે. તે પણ તેમાં કેવિન પિટરસન જેવા દિગ્ગજનુ નામ નથી.

તમારી પાસે કોઈ અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
રેલવેની ટિકિટ પર લખેલા આ કોડ્સ જણાવશે કે વેઇટિંગ લિસ્ટ કન્ફર્મ થશે કે નહીં, જાણો
બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પ્રથમ ટેસ્ટ 5-9 ફેબ્રુઆરીએ ચેન્નાઇમાં પ્રથમ ટેસ્ટ મેચ રમાશે. જે સવારે 9 કલાકે શરુ થશે. બંને ટીમો બીજી ટેસ્ટ મેચ13-17 ફેબ્રુઆરી વચ્ચે રમાશે, આ મેચ પણ સવારે 9 કલાકે શરુ થનાર છે. ત્રીજી ટેસ્ટ મેચ ડે-નાઇટ મેચ હશે, જે 24-28 ફેબ્રુઆરી વચ્ચે અમદાવાદમાં રમાશે. જે મેચ બપોરે 2.30 કલાક થી શરુ થશે. સિરીઝની ચોથી ટેસ્ટ મેચ પણ અમદાવાદમાં રમાશે જે 4-8 માર્ચ દરમ્યાન રમાનારી છે. જે સવારે 9 કલાક થી રમવાની શરુઆત થશે.

Next Article