INDvsENG: ધુંઆધાર રમત દર્શાવનાર સુર્યાકુમારને કેચ આઉટ આપવાના મામલે સહેવાગે રોષ ઠાલવ્યો

|

Mar 18, 2021 | 10:52 PM

અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ (Narendra Modi Stadium) પર ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે (India vs England ) પાંચ મેચોની T20 શ્રેણી રમાઈ રહી છે.

INDvsENG: ધુંઆધાર રમત દર્શાવનાર સુર્યાકુમારને કેચ આઉટ આપવાના મામલે સહેવાગે રોષ ઠાલવ્યો

Follow us on

અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ (Narendra Modi Stadium) પર ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે (India vs England ) પાંચ મેચોની T20 શ્રેણી રમાઈ રહી છે. શ્રેણીની ચોથી મેચ દરમ્યાન પોતાની પ્રથમ આંતરરાષ્ટ્રીય બેટીંગ ઈનીંગની શરુઆત કરનારા સુર્યાકુમાર યાદવે (Suryakumar Yadav) સિક્સ લગાવીને પ્રારંભ કર્યો હતો. યાદવે પોતાની બીજી T20 મેચમાં જ અર્ધશતક લગાવ્યુ હતુ. તેણે 31 બોલમાં 57 રન બનાવ્યા હતા. પોતાની આ ઈનીંગમાં 3 છગ્ગા અને 4 ચોગ્ગા માર્યા હતા. સેમ કુરનની બોલ પર યાદવે હવામાં શોટ રમ્યો હતો. અંપાયરે સોફ્ટ સિગ્નલ (Soft Signal) આપવાને લઈને તેને આઉટ આપવામાં આવ્યો હતો. સેમ કુરન (Sam Curran)ના બોલ પર સૂર્યાએ હવામાં શોટ લગાવ્યો હતો, જેને ડેવિડ મલાને (David Malan) કેચ ઝડપ્યો હતો.

 

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

 

ડેવિડ મલાને ઝડપેલા આ કેચને લઈ સોશિયલ મીડિયામાં પણ ખૂબ શોર મચાવ્યો હતો. ગ્રાઉન્ડ અંપાયરે સોફ્ટ સિગ્નલ આઉટ આફવાને લઈને થર્ડ અંપાયરે અનેક વાર રિપ્લે જોયા બાદ સૂર્યકુમારને આઉટ આપવામાં આવ્યો હતો. રિપ્લેમાં પણ જોઈ શકાતુ હતુ કે, બોલ જમીનને અડકી ચુક્યો છે, જોકે શંકાસ્પદ સ્થિતીને લઈને નિર્ણય સૂર્યાકુમાર વિરુદ્ધ ગયો હતો.વિરેન્દ્ર સહેવાગે (Virender Sehwag) પણ સૂર્યકુમારને આઉટ આપવાને લઈને પોતાનો રોષ સોશિયલ મીડિયા પર નિકાળ્યો હતો. સહેવાગે ટ્વીટ કરી હતી અને સાથે જ મજેદાર મીમ શેર કર્યુ હતુ.

 

સૂર્યકુમાર યાદવને શ્રેણીની બીજી મેચમાં જ ડેબ્યુ કરવાની તક મળી હતી. પરંતુ એ દરમ્યાન તેમનો બેટીંગ કરવાનો મોકો નહોતો આવ્યો. સૂર્યકુમારને ત્રીજી મેચમાં બહાર રખાયા બાદ આજે ચોથી મેચમાં સામેલ કરવામા આવ્યો હતો. જેમાં તેને બેટીંગ કરવાની પુરતી તક મળી હતી. જેનો તેનો પુરો ફાયદો ઉઠાવ્યો હતો. સૂર્યાએ પોતાનો દમ દેખાડતી બેટીંગ કરી હતી.

 

આ પણ વાંચો: IND vs ENG: આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કેરિયરની શરુઆત જ સૂર્યકુમાર યાદવે ફટકારી સિક્સર, વીડિયો થયો વાયરલ

Next Article