IND vs ENG: આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કેરિયરની શરુઆત જ સૂર્યકુમાર યાદવે ફટકારી સિક્સર, વીડિયો થયો વાયરલ

ભારત અને ઈંગ્લેન્ડ (India vs England ) વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium)માં ચોથી T20 મેચ રમાઈ રહી છે. ઈંગ્લેન્ડ પાંચ મેચોની T20 શ્રેણીમાં 2-1થી આગળ છે, આ દરમ્યાન સૂર્યાકુમારે (Suryakumar Yadav) તેની પ્રથમ આંતરરાષ્ટ્રીય ઈનીંગ રમવા દરમ્યાન જ શાનદાર રમત દર્શાવી હતી.

IND vs ENG: આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કેરિયરની શરુઆત જ સૂર્યકુમાર યાદવે ફટકારી સિક્સર, વીડિયો થયો વાયરલ
Suryakumar Yadav
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Mar 18, 2021 | 9:31 PM

ભારત અને ઈંગ્લેન્ડ (India vs England ) વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium)માં ચોથી T20 મેચ રમાઈ રહી છે. ઈંગ્લેન્ડ પાંચ મેચોની T20 શ્રેણીમાં 2-1થી આગળ છે, આ દરમ્યાન સૂર્યાકુમારે (Suryakumar Yadav) તેની પ્રથમ આંતરરાષ્ટ્રીય ઈનીંગ રમવા દરમ્યાન જ શાનદાર રમત દર્શાવી હતી. તેણે ફેન્સને ભરપૂર મનોરંજનભરી રમત પુરી પાડી હતી. સૂર્યાએ તેની બેટીંગની શરુઆત છગ્ગા સાથે કરી હતી. તેણે જોફ્રા આર્ચર (Joffra Archer)ની બોલીંગ દરમ્યાન છગ્ગો લગાવીને પોતાની આંતરરાષ્ટ્રીય ઈનીંગની શરુઆત કરી હતી.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

સૂર્યકુમાર યાદવને બીજી મેચમાં ડેબ્યુનો મોકો મળ્યો હતો. પરંતુ તે મેચમાં તેને બેટીંગ કરવાની તક મળી શકી નહોતી. સૂર્યાકુમારે આજની મેચમાં 57 રનની ઈનીંગ રમી હતી. સૂર્યાની પહેલા આ પ્રકારનું કારનામુ સાત ખેલાડીઓ કરી ચુક્યા છે, ભારત તરફથી રોહિત શર્મા (Rohit Sharma) પણ આમ કરી ચુક્યા છે. આ પહેલા રોહિત શર્માએ સ્પિનર આદિલ રાશીદના પ્રથમ બોલ પર જ છગ્ગો લગાવીને ભારતીય ઈનીંગની શરુઆત કરી હતી. આ સાથે જ તેણે T20 ક્રિકેટમાં 9000 રન પૂરા કર્યા હતા.

ભારત તરફથી 9 હજાર રન પુરા કરનારો રોહિત બીજો ખેલાડી છે, તેની પહેલા વિરાટ કોહલી આ કામ કરી ચુક્યો છે. જોકે રોહિત શર્મા ચોથી મેચમાં 12 રન કરીને વિકેટ ગુમાવી બેઠો હતો. સૂર્યા કુમાર યાદવે તેની પ્રથમ આંતરરાષ્ટ્રીય ઈનીંગમાં ફિફટી લગાવી હતી. તેણે 31 બોલમાં 57 રનની ઈનીંગ રમી હતી. સૂર્યાએ 6 ચોગ્ગા અને 3 છગ્ગા લગાવ્યા હતા.

ઈંગ્લેન્ડના કેપ્ટન ઈયોન મોર્ગને ટોસ જીતીને પ્રથમ ફિલ્ડીંગ પસંદ કરી હતી. ભારતની ટીમે પોતાની પ્લેઈંગ ઈલેવનમાં બે બદલાવ કર્યા હતા. ઈશાન કિશનના સ્થાન પર સૂર્યકુમાર યાદવને ટીમમાં સામેલ કર્યો છે. જ્યારે યુઝવેન્દ્ર ચહલના સ્થાન પર રાહુલ ચાહર રમી રહ્યો છે. જ્યારે ઈંગ્લેન્ડની ટીમમાં કોઈ જ પ્રકારનો ફેરફાર કરવામાં આવ્યો નથી.

આ પણ વાંચો: INDvsENG: સૂર્યકુમારની શાનદાર ફિફટીની મદદથી ઈંગ્લેન્ડ સામે ભારતનો સ્કોર 8 વિકેટે 185 રન

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">