INDvsENG: ઇંગ્લેન્ડનો ખેલાડી પ્રેસ કોન્ફરન્સ સંબોધી રહ્યો હતો અને માથે બોર્ડ પડ્યું, જુઓ વિડીયો

|

Feb 09, 2021 | 9:01 AM

ઇંગ્લેન્ડના સ્પિનર ડોમ બેઝ (Dom Bess) ના સાથે ચેન્નાઇ ટેસ્ટ (Chennai Test) દરમ્યાન એક ઘટના ઘટી ગઇ. ભારત અને ઇંગ્લેન્ડ (India vs England) ટેસ્ટ શ્રેણીની પ્રથમ ટેસ્ટના દરમ્યાન આ ઘટના ઘટી હતી. વર્ચ્યુઅલી મિડીયા સાથે વાતચીત દરમ્યાન એડવર્ટાઇઝીંગ બોર્ડ તેની પર પડ્યુ હતુંં

INDvsENG: ઇંગ્લેન્ડનો ખેલાડી પ્રેસ કોન્ફરન્સ સંબોધી રહ્યો હતો અને માથે બોર્ડ પડ્યું, જુઓ વિડીયો
Dom Bess

Follow us on

ઇંગ્લેન્ડના સ્પિનર ડોમ બેઝ (Dom Bess) ના સાથે ચેન્નાઇ ટેસ્ટ (Chennai Test) દરમ્યાન એક ઘટના ઘટી ગઇ. ભારત અને ઇંગ્લેન્ડ (India vs England) ટેસ્ટ શ્રેણીની પ્રથમ ટેસ્ટના દરમ્યાન આ ઘટના ઘટી હતી. વર્ચ્યુઅલી મિડીયા સાથે વાતચીત દરમ્યાન એડવર્ટાઇઝીંગ બોર્ડ તેની પર પડ્યુ હતુંં. સારી વાત એ હતી કે બોર્ડ વજનમાં હળવુ હતુંં. ડોમ બેઝ જે સમયે પત્રકારોને જવાબ આપી રહ્યા હતા, ત્યારે જ આ બોર્ડ તેમના માથાના ભાગ પર પડ્યુ હતુંં. જોકે બાદમાં સપોર્ટ સ્ટાફે બોર્ડને પકડી લઇ ફરીથી ઉભુ કરી દીધુ હતુ. જોકે આમ થવા છતાં પણ બેઝ એ પત્રકારોની સાથે વાતચીતને ચાલુ રાખીને જવાબ આપી રહ્યા હતાં.

ડોમ બેઝ એ ભારત સામે પ્રથમ ઇનીંગમાં ચાર વિકેટ ઝડપી હતી. તેણે ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, અજીંક્ય રહાણે અને ઋષભ પંત જેવી મહત્વની વિકેટો ઝડપી હતી. બેઝની શાનદાર બોલીંગને લઇને ભારત પ્રથમ ઇનીંગમાં મોટો સ્કોર કરી શક્યુ નહોતુંં. બેઝ પ્રથમ ઇનીંગમાં ઇંગ્લેન્ડ વતી સફળ બોલર રહ્યા હતા. આ ઇંગ્લીશ સ્પિનર ભારતમાં પ્રથમ વાર જ રમી રહ્યો છે. પોતાના સફળ પ્રદર્શન બાદ તેણે કહ્યુ હતુંં કે, આ વિકેટો તેમના કેરિયરની સૌથી સંતોષજનક વિકેટો છે. ડોમ બેઝ એ વિરાટ કોહલીની વિકેટ પર ખુબ ખુશી દર્શાવી હતી. કહ્યુ કે તે એક જબરદસ્ત અને વર્લ્ડ ક્લાસ ખેલાડી છે, આવામાં તેમની વિકેટ ઝડપવી એ ખૂબ સારુ લાગે છે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

બેઝ એ વાત કરતા કહ્યુ હતુંં કે, એવુ નથી લાગતુંં કે, મેં જાદુઇ બોલ નાંખ્યા હોય. 10-15 બોલ સારી જગ્યા પર નાંખ્યા હતા, પછી કંઇક થયુંં. આ બધુ એક પ્રોસેસનો હિસ્સો હતો. મને ખૂબ ખુશી થઇ કે, મે તેમને એક જગ્યા પર બાંધી રાખ્યા હતા.

Next Article