INDvsAUS: બ્રિસબેન ટેસ્ટમાં કુલદિપ યાદવને બહાર રખાતા રવિ શાસ્ત્રી થયા ટ્રોલ, જૂના નિવેદન સાથે રોષ ઠાલવ્યો

|

Jan 15, 2021 | 11:27 AM

બ્રિસબેન (Brisbane) માં ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે ચોથી અને અંતિમ ટેસ્ટ મેચ બોર્ડર ગાવાસ્કર ટ્રોફી (Border Gavaskar Trophy) ની રમાઇ રહી છે. ગાબા માં રમાઇ રહેલી મેચમાં ઓસ્ટ્રેલીયાની ટીમે પ્રથમ બેટીંગ પસંદ કરી છે.

INDvsAUS: બ્રિસબેન ટેસ્ટમાં કુલદિપ યાદવને બહાર રખાતા રવિ શાસ્ત્રી થયા ટ્રોલ, જૂના નિવેદન સાથે રોષ ઠાલવ્યો
Ravi Shastri-Kuldip Yadav

Follow us on

બ્રિસબેન (Brisbane) માં ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે ચોથી અને અંતિમ ટેસ્ટ મેચ બોર્ડર ગાવાસ્કર ટ્રોફી (Border Gavaskar Trophy) ની રમાઇ રહી છે. ગાબા માં રમાઇ રહેલી મેચમાં ઓસ્ટ્રેલીયાની ટીમે પ્રથમ બેટીંગ પસંદ કરી છે. ભારતને શરુઆત ગાબા ટેસ્ટ (Gabba Test) માં સારી રહી છે. ભારતે બંને ઓસ્ટ્રેલીયન ઓપનરોને ઝડપ થી પેવેલિયન મોકલવામાં સફળ રહ્યુ છે. ભારતીય પ્લેયીંગ ઇલેવનમાં ચાર ફેરફારો કરવામાં આવ્યા હતા. જેમાં અશ્વિન (R Ashwin) ના સ્થાન પર ટીમમાં કુલદિપ યાદવ (Kuldip Yadav) ના બદલે વોશિંગ્ટન સુંદર (Washington Sundar) ને સ્થાન આપ્યુ હતુ. રવિ શાસ્ત્રી (Ravi Shastri) અને ટીમ મેનેજમેન્ટ ના આ નિર્ણય થી ક્રિકેટ ચાહકો સહેજ પણ ખુશ નજર નથી આવી રહ્યાં. આ સાથે જ હવે સોશિયલ મિડીયા પર ફેંસ રવિ શાસ્ત્રીને ટ્રોલ કરવા લાગ્યા છે.

અગાઉના પ્રવાસ વખતે સિડની ટેસ્ટ મેચ બાદ રવિ શાસ્ત્રીએ કુલદિપ યાદવને લઇને નિવેદન કર્યુ હતુંં અને કહ્યુ હતુ કે તે અમારો નંબર વન સ્પિન બોલર તમામ ફોર્મેટમાં હશે. ત્યારબાદ કુલદિપ યાદવને ક્રિકેટના લાંબા ફોર્મેટમાં વધારે તક જ મળી શકી નથી કે ના તો તેને વન ડે ક્રિકેટમાં વધારે તક અપાઇ છે. રવિચંદ્રન અશ્વિનને ઇજા થવાને લઇને દરેકનુ એમ માનવુ હતુ કે, ઓફ સ્પિનરનુ સ્થાન કુલદિપ યાદવને પ્લેયીંગ ઇલેવનમાં મળશે. કુલદિપના સ્થાન પર વોશિંગ્ટન સુંદરને મળ્યુ છે. જેને લઇને હવે રવિ શાસ્ત્રીને ફેંસ ભડકીને હવે ખૂબ ટ્રોલ કરવા લાગ્યા છે. સાથે જ કુલદિપને લઇને તેમનુ તત્કાલીન નિવેદન પણ શેર કરવામા આવી રહ્યુ છે.

નેટ બોલરના રુપમાં ટીમની સાથે પ્રવાસમાં રહેલા ટી નટરાજન અને વોશિંગ્ટન સુંદરને બ્રિસબેન ટેસ્ટમાં ઇલેવનમાં સ્થાન મળી શક્યુ છે. નટરાજન ટીમ ઇન્ડીયા તરફ થી ટેસ્ટ ડેબ્યુ કરનારો 300મો ખેલાડી બન્યો છે. જ્યારે વોશીંગ્ટન સુંદર 301 મો ટેસ્ટ ખેલાડી બન્યો છે. બંનેને ટેસ્ટ કેપ આપીને સારા કેરીયરને લઇને શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. ઇજાની પરેશાનીને લઇને ટીમ ઇન્ડીયાના ખેલાડીઓ એક પછી એક મેદાન બહાર રહેવા મજબૂર બનતા નવા ખેલાડીઓને મોકો મળ્યો છે.

આ પણ વાંચો: STOCK MARKET: શરૂઆતી કારોબારમાં નરમાશના પગલે SENSEX 229 અને NIFTY 66 અંક ગગડ્યા

Next Article