INDvsAUS: મેચના અધ વચ્ચે બોલાવવી પડી પોલીસ, ભારતીય ખેલાડીઓ સાથે કરાઇ રહ્યો હતો દુર્વ્યવહાર

|

Jan 10, 2021 | 1:02 PM

ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ સ્લેજીંગ (Sledging) માટે જાણીતા છે, પરંતુ હવે ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ કરતા વધુ દર્શકો સ્લેજીંગ કરતા જોવા મળે છે. સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ (SCG) પર રમાઇ રહેલી ત્રીજી ટેસ્ટ (Sydney Test) મેચ દરમિયાન ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આવું જ કંઈક જોવા મળ્યું છે.

INDvsAUS: મેચના અધ વચ્ચે બોલાવવી પડી પોલીસ, ભારતીય ખેલાડીઓ સાથે કરાઇ રહ્યો હતો દુર્વ્યવહાર
Mohammad Siraj, Sydney Cricket Ground.

Follow us on

ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ સ્લેજીંગ (Sledging) માટે જાણીતા છે, પરંતુ હવે ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ કરતા વધુ દર્શકો સ્લેજીંગ કરતા જોવા મળે છે. સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ (SCG) પર રમાઇ રહેલી ત્રીજી ટેસ્ટ (Sydney Test) મેચ દરમિયાન ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આવું જ કંઈક જોવા મળ્યું છે. ચાલુ મેચમાં સિડની પોલીસે (Sydney Police) સ્ટેડીયમમાં અયોગ્ય વર્તન કરી રહેલા કેટલાક દર્શકોને સ્ટેડિયમની બહાર કાઢયા હતા. જેનો વિડીયો પણ દર્શકો એ વાયરલ કર્યો હતો.

સિડનીમાં રમાઈ રહેલી ત્રીજી મેચના ત્રીજા દિવસે ભારતીય ખેલાડીઓએ ફરીયાદ કરી હતી. મેચ અધિકારીઓને ખેલાડીઓને દર્શકો દ્વારા કરેલા અપમાનજનક શબ્દો અંગે ફરીયાદ કરાઇ હતી. આ અગાઉ ઓસ્ટ્રેલિયાના કેટલાક અન્ય દર્શકોએ ભારતીય ખેલાડીઓને પરેશાન કર્યા હતા. ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજે પહેલા કેપ્ટન અજિંક્ય રહાણેને ફરિયાદ કરી હતી અને ત્યારબાદ બંનેએ આ માહિતી અમ્પાયરોને આપી હતી.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

ચોથા દિવસે ભારતીય ટીમની રજૂઆતને પગલે સિડની ક્રિકેટ ગ્રાઉન્ડમાંથી છ થી વધુ સભ્યોને સ્ટેન્ડ પરથી હટાવવામાં આવ્યા હતા. મોહમ્મદ સિરાજે ફરી એકવાર આ અંગે રિપોર્ટ આપ્યો છે. ચોથા દિવસે ઓવર કરી દીધા પછી જ્યારે તે બાઉન્ડ્રી પર ફીલ્ડીંગ માટે પહોંચ્યો ત્યારે, તેને કેટલાક દર્શકો દ્વારા અભદ્ર ટિપ્પણીઓ કરી હકી. જેને લઇને થોડી વાર માટે રમત અટકાવી દેવાઇ હતી. મેચ ફરીથી શરૂ થતા પહેલા જ દર્શકોનને પોલીસ દ્વારા દૂર કરવામાં આવ્યા હતા. જેનો વિડીયો પણ ટ્વીટર પર ક્રિકેટ ફેન્સ દ્રારા વાયરલ કરવામાં આવ્યો હતો.

ભારતીય ટીમે ત્રીજા દિવસના અંતે દર્શક ભીડ તરફ થી કરવામાં આવતા જાતિવાદી દુર્વ્યવહારની ફરિયાદો ઉઠાવી હતી. આ પ્રકારના વ્યવહારની જાણ મોહમ્મદ સિરાજ અને જસપ્રીત બુમરાહ દ્વારા કરવામાં આવી હતી. આવું પહેલીવાર બન્યું નથી. ક્રિકેટના મેદાન પર ખેલાડીઓ અને દર્શકો વચ્ચે ઘણીવાર આવી ઘટનાઓ બનતી હોય છે, પરંતુ જ્યારે મામલો હાથમાં આવે છે, તો પછી પ્રેક્ષકો પર કાર્યવાહી કરવામાં આવતી હોય છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ આ અંગે હજી સુધી કંઈ કહ્યું નથી.

Next Article