INDvsAUS: કેચ છોડવાને લઇને ઋષભ પંતના કીપીંગ અંગે પાર્થિવ પટેલે પણ કંઇક આમ કહ્યુ

|

Jan 08, 2021 | 11:26 AM

ઋષભ પંત (Rishabh Pant) ની વિકેટકીપીંગને લઇને અનેક વાર સવાલો ઉભા થયા છે, અત્યારે હાલ પણ આવી જ સ્થિતી વર્તાઇ રહી છે. ઓસ્ટ્રેલીયા (Australia) ની સામેની સિડની ટેસ્ટ (Sydney Test) મેચમાં પ્રથમ દિવસે ઋષભ પંત દ્રારા કેટલાંક કેચ છોડવામાં આવ્યા હતા.

INDvsAUS: કેચ છોડવાને લઇને ઋષભ પંતના કીપીંગ અંગે પાર્થિવ પટેલે પણ કંઇક આમ કહ્યુ
Former Indian Wicketkeeper Parthiv Patel and Rishabh Pant.

Follow us on

ઋષભ પંત (Rishabh Pant) ની વિકેટકીપીંગને લઇને અનેક વાર સવાલો ઉભા થયા છે, અત્યારે હાલ પણ આવી જ સ્થિતી વર્તાઇ રહી છે. ઓસ્ટ્રેલીયા (Australia) ની સામેની સિડની ટેસ્ટ (Sydney Test) મેચમાં પ્રથમ દિવસે ઋષભ પંત દ્રારા કેટલાંક કેચ છોડવામાં આવ્યા હતા. જેને લઇને ફેન્સ દ્રારા ખૂબ આલોચના કરવામાં આવી હતી. જેમાં ટ્વીટર પર કેટલીક વાતો પણ જોવા મળી હતી. આ મામલાને લઇને ઓસ્ટ્રેલીયાના પૂર્વ કેપ્ટન રીકી પોન્ટીંગ (Ricky Ponting) અને પૂર્વ ભારતીય વિકેટકીપર પાર્થિવ પટેલ (Parthiv Patel) દ્રારા પણ નિવેદનો સામે આવ્યા છે. બંને એ ઋષભ પંતને પોતાની વિકેટકીપીંગ સ્કિલ (Wicketkeeping Skill) પર કામ કરવાની જરુરીયાત દર્શાવી છે.

પાર્થીવ પટેલે ક્રિકેટબઝ સાથે વાત કરવામાં કહ્યુ હતુ કે, ઋષભ પંતે જો ટેસ્ટ ક્રિકેટમાં મુશ્કેલ અને ટર્ન વાળી પિચો પર કીપીંગ કરવી હશે તો કેટલી બાબતો પર કાર્ય કરવુ પડશે. તેમણે કહ્યુ હતુ કે શોફ્ટ હાથ ઉપરાંત તેણે પોતાના હાથને નિચે લઇ જવાની કળા પણ શિખવી પડશે. તમે છોડવામાં આવેલા કેચને જુઓતો તેની આંગળીઓ નિચેને બદલે આગળની તરફ હતી.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

રિકી પોન્ટીંગે પણ ક્રિકેટ ઓસ્ટ્રેલીયાને કહ્યુ હતુ કે, પંતે જ્યારે તે કેચ છોડ્યા ત્યારે ખૂબ ખરાબ વિચાર કર્યા હશે. તેમણે વિચાર્યુ હશે કે મારે આનુ નુકશાન ભોગવવુ પડશે. પરંતુ આજે એમ થયુ નથી. પોન્ટીંગે આમ એટલા માટે કહ્યુ હતુ કે, પુકોવસ્કિના કેચ છુટવા બાદ તે ફીફટી બાદ આઉટ થયો હતો. તેણે ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યુ કર્યુ હતુ, તેના કેટલાક કેચ છુટ્યા. વિશ્વમાં કોઇ કીપરના પ્રમાણમાં તેના વધારે કેચ છુટ્યા હતા. પંતે આ બાબતે કાર્ય કરવુ જોઇએ. આમ તો ઋષભ પંત વિકેટની પાછળ ખૂબ સક્રિય રહે છે. પરંતુ તેને વધારે કેચ છોડતા જોઇ શકાય છે. સિડની ટેસ્ટના પ્રથમ દિવસે જ આવુ વધારે જોવા મળવાને લઇને ખૂબ સવાલો ઉભા થયા છે.

Published On - 9:42 am, Fri, 8 January 21

Next Article