INDvsAUS: પત્ર બાદ પણ બ્રિસબેન ટેસ્ટ માટે કોઇ હળવાશ નહી, આરોગ્ય અધિકારી કહે છે કોઇ બાંધછોડ નહી

|

Jan 08, 2021 | 10:45 AM

ઓસ્ટ્રેલીયા પ્રવાસે (Australia Tour) રહેલી ભારતીય ટીમ (Team India) હાલમાં સિડનીમાં ટેસ્ટ મેચ (Sydney Test) રમી રહી છે. બોર્ડર-ગાવાસ્કર ટેસ્ટ સીરીઝ (Border-Gavaskar Trophy) ની અંતિમ ટેસ્ટ મેચ બ્રિસબેનમાં રમાનારી છે. BCCI એ ગુરુવારે ક્રિકેટ ઓસ્ટ્રેલીયા (CA) ને એક પત્ર લખ્યો છે.

INDvsAUS: પત્ર બાદ પણ બ્રિસબેન ટેસ્ટ માટે કોઇ હળવાશ નહી, આરોગ્ય અધિકારી કહે છે કોઇ બાંધછોડ નહી
Team India

Follow us on

ઓસ્ટ્રેલીયા પ્રવાસે (Australia Tour) રહેલી ભારતીય ટીમ (Team India) હાલમાં સિડનીમાં ટેસ્ટ મેચ (Sydney Test) રમી રહી છે. બોર્ડર-ગાવાસ્કર ટેસ્ટ સીરીઝ (Border-Gavaskar Trophy) ની અંતિમ ટેસ્ટ મેચ બ્રિસબેનમાં રમાનારી છે. BCCI એ ગુરુવારે ક્રિકેટ ઓસ્ટ્રેલીયા (CA) ને એક પત્ર લખ્યો છે. જે પત્ર દ્રારા અંતિમ ટેસ્ટ માટેની કોરોના અંગેની આકરી ગાઇડલાઇનમાં થોડીક હળવાશ અંગેની માંગ કરી છે. BCCI ના આ લેટર બાદ ક્વિસલેન્ડ હેલ્થ ડિપાર્ટમેન્ટ (Queensland Health Department,) ના અધિકારીઓએ કહયુ છે કે, તેઓ નિયમો થી કોઇ જ બાંધછોડ નહી કરે. BCCI અને ક્વિસલેન્ડ સરકાર વચ્ચે પાછળના કેટલાક સમય થી બ્રિસબેન ટેસ્ટ (Brisbane Test)ને લઇને ખેંચતાણ ચાલી રહી છે.

ક્વિસલેન્ડના મુખ્ય સ્વાસ્થ્ય અધિકારીએ પત્રકારોને સવાલોના જવાબમાં કહ્યુ હતુ, રહાણે અને તેમની ટીમે તમામ નિયમોનુ પાલન કરવુ પડશે. અમારા નિયમો ખૂબ ઉંચા અને શાનદાર છે. અમે શરુઆત થી જ રમતને પ્રોત્સાહન આપ્યુ છે. આ નિયમો દ્રારા જ અમે સફળ આયોજન કર્યા છે. એટલા માટે જ આ નિયમો આગળ પણ જારી રહેશે. તેમણે કહ્યુ હતુ કે, મારી સમજ અનુસાર વાતચિત ખૂબ પોઝિટીવ થઇ રહી છે, એટલા માટે આ સમયે એવી કોઇ ચિંતા મારા માટે નથી. કોવિડ-19 પ્રોટોકોલનો મામલો બીસીસીઆઇ અને ક્રિકેટ ઓસ્ટ્રેલીયા વચ્ચેનો છે.

આ પહેલા બીસીસીઆઇ તરફ થી લખવામાં આવેલા પત્રમાં ક્રિકેટ ઓસ્ટ્રેલીયાના કહેવામાં આવ્યુ હતુ કે, બંને બોર્ડ વચ્ચે MoU હસ્તાક્ષર કર્યા છે. જેમાં બે વખત આકરા ક્વોરન્ટાઇનનો ઉલ્લેખ નહોતો. ભારતીય ટીમ આકરા ક્વોરન્ટાઇનને સિડનીમાં પુરો કરી ચુકી છે. બીસીસીઆઇ એ ક્રિકેટ ઓસ્ટ્રેલીયા થી કહ્યુ છે કે, ક્વોરન્ટાઇન નિયમોમાં છુટને લેખિત રુપમાં જણાવે. ભારતીય ટીમ જ્યારે યુએઇ થી સિડની પહોંચી હતી ત્યારે, નિયમો એટલા કડક હતા કે દરેક ફ્લોર પર પોલીસ તૈનાત રહેતી હતી.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

આ દરમ્યાન બીસીસીઆઇ એ પણ જણાવ્યુ હતુ કે બધુ જ ઠીક થઇ જશે અને ટીમ બ્રિસબેન જશે. આશા છે કે, IPL ની તરફ ત્યાં પણ કોવિડ-19 ના નિયમો રહેશે. ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે ચોથી ટેસ્ટ આગામી 15 જાન્યુઆરી થી બ્રિસબેનમાં રમાનારી છે. હાલના સંજોગો પ્રમાણેના નિયમોનુસાર ત્યાં ખેલાડીઓ રોકાણ દરમ્યાન પોતાના ફ્લોર પર ના જ ખેલાડીઓને મળી શકશે. જોકે PTI ના સુત્રો મુજબ બીસીસીઆઇ નિયમો થી સહમત નહી થાય તો અંતિમ ટેસ્ટ મેચને સિડનીમાં જ આયોજીત કરવામાં આવી શકે છે.

Next Article