INDvsAUS: બુમરાહ-સિરાજને લઈને કરાઈ વંશિય ટિપ્પણી, BCCIએ કહ્યુ ઓસ્ટ્રેલિયાની કોર્ટ કાર્યવાહી કરે

|

Jan 10, 2021 | 8:20 AM

ઓસ્ટ્રેલીયા સામેની સિડની ટેસ્ટ (Sydney Test) મેચના ત્રીજા દિવસે ભારતીય ખેલાડીઓ સામે વંશિય ટીપ્પણી (Racial Slurs) ઓને લઇને બબાલ મચી ચુકી છે. ટીમ ઇન્ડીયા (Team India) ના સ્ટાર બોલર જસપ્રિત બુમરાહ (Jaspreet Bumrah) અને મહંમદ સિરાજ (Mohammad Siraj) પર સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ (SCG) પર હાજર કેટલાક દર્શકોએ વંશિય ટીપ્પણી કરી હતી.

INDvsAUS: બુમરાહ-સિરાજને લઈને કરાઈ વંશિય ટિપ્પણી, BCCIએ કહ્યુ ઓસ્ટ્રેલિયાની કોર્ટ કાર્યવાહી કરે
મહંમદ સિરાજ અને બુમરાહને ફિલ્ડીંગ દરમ્યાન વંશિય ટીપ્પણીનો ભોગ બનાવ્યા.

Follow us on

ઓસ્ટ્રેલીયા સામેની સિડની ટેસ્ટ (Sydney Test) મેચના ત્રીજા દિવસે ભારતીય ખેલાડીઓ સામે વંશિય ટીપ્પણી (Racial Slurs) ઓને લઇને બબાલ મચી ચુકી છે. ટીમ ઇન્ડીયા (Team India) ના સ્ટાર બોલર જસપ્રિત બુમરાહ (Jaspreet Bumrah) અને મહંમદ સિરાજ (Mohammad Siraj) પર સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ (SCG) પર હાજર કેટલાક દર્શકોએ વંશિય ટીપ્પણી કરી હતી. ભારતીય બોલરોએ જેની ફરીયાદ પોતાના કેપ્ટનને કરી હતી. જેમણે આ અંગેની જાણકારી અંપાયરોને આપી હતી. હવે મામલો ICC પાસે પહોંચી ચુક્યો છે. રિપોર્ટસ મુજબ BCCI એ આ અંગે અધિકારીક રીતે ફરીયાદ દર્જ કરાવી છે. હવે આ મુદ્દા પર બોર્ડના ઉપાધ્યક્ષ રાજીવ શુકલા (Rajiv Shukla) એ પણ પોતાની નારાજગી જાહેર કરી છે.

ન્યૂઝ એજન્સી PTI ના મુજબ, એક દર્શક પર શરાબના નશામાં ભારતીય ખેલાડીઓ પર વંશિય ટીપ્પણી કરવાનો આરોપ લાગ્યો છે. બીસીસીઆઇના સુત્રોએ બતાવ્યુ હતુ કે, સિરાજને કથિત રુપે વાનર કહેવામાં આવ્યો હતો. જેના બાદ મેચ રેફરી ડેવિડ બૂન ને ફરિયાદ કરવામાં આવી હતી. બતાવવામાં આવી રહ્યુ છે કે, વંશિય ટીપ્પણીઓની ઘટના મેચના બીજા અને ત્રીજા દિવસની છે.

બીસીસીઆઇ ઉપાધ્યક્ષ રાજીવ શુકલાએ પણ આ મુદ્દા પર પોતાની નારાજગી જાહેર કરી છે. સાથએ જ તેમણે કહ્યુ હતુ કે, બીસીસીઆઇ અને આસીસી આ મામલાની કાર્યવાહી કરી રહ્યા છે. તેમણે કહ્યુ હતુ કે આ પ્રકારની હરકતોને કોઇ જગ્યા નથી મળી શકતી. શુકલાએ સમાચાર એજન્સી એએનઆઇ સાથે વાતચીત કરતા કહ્યુ હતુ કે, અમને આ મામલાની જાણકારી મળી છે. ક્રિકેટ ભદ્રજનોની રમત છે અને આ પ્રકારની હરકતોની ના તો કોઇ જગ્યા છે કે ના તો તેનો સ્વિકાર થઇ શકે છે. ટીમ મેનેજમેન્ટ આ મામલાની કાર્યવાહી કરી રહ્યુ છે. બીસીસીઆઇ અને આઇસીસીને પણ આ મામલામાં જાણકારી છે. તેઓ પણ આ પ્રકારની હરકતોને રોકવા માટે આસીસી તરફ થી કડક નિયમો પણ ઘડવામાં આવ્યા છે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

આગળ પણ વાત કરતા તેઓએ કહ્યુ હતુ કે, જો કોઇ નસ્લીય ટીપ્પણી કરી રહ્યુ છે તો, મને લાગે છે કે ઓસ્ટ્રેલીયાની અદાલતએ પણ આ મામલાને ધ્યાન પર લઇને આ પ્રકારની હરકતોને રોકવી જોઇએ.

Next Article