INDvsAUS: ધીમી બેટીંગને લઈને આલોચનાનો શિકાર બનાવતા ચેતેશ્વર પુજારાએ આપ્યો જવાબ, ‘જાણું છુ એમ જ રમીશ’

|

Jan 09, 2021 | 11:11 PM

સિડની ટેસ્ટ (Sydney Test)માં ભારતની પકડ હવે નબળી થતી જઈ રહી છે. મેચના ત્રીજા દિવસે ખરાબ બેટીંગને લઈને ભારતીય ટીમ (Team India) પાછળ પડતી જતી હોય એમ લાગી રહ્યુ છે.

INDvsAUS: ધીમી બેટીંગને લઈને આલોચનાનો શિકાર બનાવતા ચેતેશ્વર પુજારાએ આપ્યો જવાબ, જાણું છુ એમ જ રમીશ
Cheteshwar Pujara

Follow us on

સિડની ટેસ્ટ (Sydney Test)માં ભારતની પકડ હવે નબળી થતી જઈ રહી છે. મેચના ત્રીજા દિવસે ખરાબ બેટીંગને લઈને ભારતીય ટીમ (Team India) પાછળ પડતી જતી હોય એમ લાગી રહ્યુ છે. પ્રથમ ઈનીંગ દરમ્યાન ઓસ્ટ્રેલીયા (Australia)એ 338 રન બનાવ્યા હતા. જેની સામે ભારતીય ઈનીંગ 244 રન પર જ સમાપ્ત થઈ ગઈ હતી. ટીમ ઈન્ડીયાના આ હાલની પાછળ ઓસ્ટ્રેલીયાનું બોલીંગ પ્રદર્શન અને ભારતની ખરાબ રનીંગને જવાબદાર ઠેરવી શકાય છે. ટીમ ઈન્ડીયાના ત્રણ બેટ્સમેન રન આઉટ થયા હતા. ભારત માટે ચેતેશ્વર પુજારા (Cheteshwar Pujara)એ સૌથી વધારે 50 રન બનાવ્યા હતા. આ પારીના છતાં પણ પુજારા પ્રશંસકોના નિશાના પર છે. તેને પણ ટીમના ખરાબ સ્કોરને માટે જવાબદાર માનવામાં આવી રહ્યો છે. ચેતેશ્વરે આ અંગે થઈ રહેલી આલોચનાઓનો પણ જવાબ વાળ્યો છે.

 

 

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

હકીકતમાં પુજારા પોતાની 50 રનની પારી રમવા માટે 176 બોલ રમ્યો હતો. જેમાં ફક્ત ચાર ચોગ્ગા સામેલ હતા. આ ધીમી રમતને લઈને પુજારા સૌના નિશાના પર લાગી ગયો હતો. આરોપ લગાડવામાં આવ્યો હતો તેની પર કે તેની આવી ધીમી બેટીંગને લઈને બાકીના બેટ્સમેનો પર દબાણ વધ્યુ હતુ. પુજારાનો સ્ટ્રાઈક રેટ 28ની આસપાસનો રહ્યો હતો. તેમાં પણ પ્રથમ 100 બોલમાં તો તેણે ફક્ત 16 રન જ બનાવ્યા હતા. બાદમાં જોકે પુજારાએ થોડી ઝડપ વધારી હતી. અર્ધ શતક લગાવતા જ તે પેટ કમિન્સના બોલ પર આઉટ થયો હતો.

 

આ આરોપો બાદ પુજારાએ સ્પષ્ટ કર્યુ હતુ કે તે આ અંદાજમાં જ બેટીંગ કરશે, જેવી તેને આવડે છે. પુજારાએ સાથે જ કહ્યુ હતુ કે, ઓસ્ટ્રેલિયાના બોલરોએ ખૂબ જ કસેલી લાઈન પર બોલીંગ કરી હતી. સમાચાર એજન્સી એએનઆઈના રિપોર્ટ મુજબ ત્રીજા દિવસની રમત પુરી થવા બાદ ઓનલાઈન પ્રેસ કોન્ફરન્સમાં પુજારાએ વાત કરી હતી. તેણે કહ્યુ, જે રીતે આજે હું બેટીંગ કરી રહ્યો હતો, જેનાથી હું ખુબ જ આત્મવિશ્વાસમાં હતો. જે રીતે આજે હું આઉટ થયો હતો, તે પણ મારે સ્વીકાર કરવો પડશે. હું આનાથી વધારે સારુ કંઈજ કરી શકુ એમ નહોતો. બેટ્સમેનના રુપે મારે શું કરવાનુ હોય છે, તેના પર ફોકસ રાખીશ. મારે એ જ પ્રકારની બેટીંગ કરવાની છે, જે હું જાણુ છુ. તમારે ભાગીદારી કરવાની હોય છે અને સારી બેટીંગ કરવાની હોય છે.

 

 

પુજારાને નંબર વન બોલર પેટ કમિન્સે આઉટ કર્યો હતો. આ સીરીઝની પાંચ ઈનીંગમાં ચોથી વાર કમિન્સએ પુજારાની વિકેટ હાંસલ કરી હતી. પુજારાએ કમિન્સના બોલને સીરીઝની સૌથી શ્રેષ્ઠ ડીલીવરી ગણાવી હતી. તેણે કહ્યુ કે અમે પોતાની તરફથી સર્વશ્રેષ્ઠ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. જોકે અનેક વાર પેટ કમિન્સની પાસે સારી તરકીબ રહેતી હોય છે. ઘણીવાર તે સૌથી મુશ્કેલ બોલ કરતો હોય છે. આજે જે બોલ મને કર્યો હતો, એ મને લાગે છે કે સીરીઝનો શ્રેષ્ઠ બોલ હતો. કેટલીક વાર તમારે એ સ્વીકાર કરવો પડે છે.

 

આ પણ વાંચો: કોરોનાકાળમાં સ્પોર્ટ્સને કેટલો નડ્યો કોરોના? શું બદલાયું રમત ગમત ક્ષેત્રે? વાંચો અહેવાલ

Next Article