INDvsAUS: ઓસ્ટ્રેલીયાને લાગી શકે છે ઝટકો, ડેવિડ વોર્નર ત્રીજી ટેસ્ટમાં પણ રમવા પર અનિશ્વિત

|

Jan 16, 2021 | 2:47 PM

ઇજાને લઇને ઓસ્ટ્રેલીયા (Australia) ના વિસ્ફોટક ઓપનર ડેવિડ વોર્નર  (David Warner) અગાઉ થી બીજી ટેસ્ટ માટે બહાર થઇ ચુક્યા છે. પરંતુ હવે જાણકારી સામે આવી રહી છે કે, તે હવે ત્રીજી ટેસ્ટ મેચ માટે પણ ઉપલબ્ધ રહેશે નહી. વોર્નર ગ્રોઇન ઇજા (Groin Injury) ને લઇને મેદાનની બહાર છે. હાલમાં જ તે સિડની (Sydney) માં કોરોના […]

INDvsAUS: ઓસ્ટ્રેલીયાને લાગી શકે છે ઝટકો, ડેવિડ વોર્નર ત્રીજી ટેસ્ટમાં પણ રમવા પર અનિશ્વિત

Follow us on

ઇજાને લઇને ઓસ્ટ્રેલીયા (Australia) ના વિસ્ફોટક ઓપનર ડેવિડ વોર્નર  (David Warner) અગાઉ થી બીજી ટેસ્ટ માટે બહાર થઇ ચુક્યા છે. પરંતુ હવે જાણકારી સામે આવી રહી છે કે, તે હવે ત્રીજી ટેસ્ટ મેચ માટે પણ ઉપલબ્ધ રહેશે નહી. વોર્નર ગ્રોઇન ઇજા (Groin Injury) ને લઇને મેદાનની બહાર છે. હાલમાં જ તે સિડની (Sydney) માં કોરોના વાયરસ (Corona Virus) ના વધતા કેસને લઇને મેલબોર્ન (Melbourne) સ્થળાંતર થયા હતા. જેના બાદ માનવમાં આવી રહ્યુ હતુ કે, 26 ડીસેમ્બર થી શરુ થઇ રહેલી બોક્સિંગ ડે ટેસ્ટ (Boxing Day Test) સાથે મેદાન પર પરત ફરશે.

સ્પોર્ટ ટુડે મુજબ વોર્નર ત્રીજી ટેસ્ટ માટે પણ રમી શકે તેવી સંભાવનાઓ નથી. જ્યાં સુધી આ માટે કોઇ ચમત્કાર ના થાય. ડેવિડ વોર્નર પાછળના મહિને જ ભારતની સામે બીજી વન ડે મેચ દરમ્યાન ઇજાગ્રસ્ત બન્યો હતા. જે સિડનીમાં રિહૈબિલિટેશન થી પસાર થઇ રહ્યા હતા. આ દરમ્યાન સિડનીમાં કોરોના વાયરસના વધતા કેસને લઇને વિકટોરીયા, સિડની થી આવતા લોકો માટે બોર્ડરો બંધ કરી શકે છે. આ કારણ થી ડેવિડ વોર્નર અને ઓસ્ટ્રેલીયાના બોલર સીન એબોટને પહેલા થી જ મેલબોર્ન ખસેડી લેવાયા હતા.

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે

આમ તો બંને ટીમો ઓપનીંગ જોડીને લઇને પરેશાન છે. રોહિત શર્મા પણ ઇજાગ્રસ્ત હોવાને લઇને પ્રથમ બે ટેસ્ટમાંથી તે બહાર છે. જે દરમ્યાન પૃથ્વી શો અને મયંક અગ્રવાલ પ્રથમ ટેસ્ટમાં મજબૂત શરુઆત નથી આપી શક્યા. ત્યા વોર્નર ઇજા પામવાને લઇને ઓસ્ટ્રેલીયાની આશાઓ ઓપનર વિલ પુલોવસ્કિ પર હતી. જે જો બર્નસની સાથે ઇનીંગની શરુઆત કરશે, પરંતુ અભ્યાસ મેચમાં જ તે ઇજા પામ્યો હતો. કાર્તિક ત્યાગીની બાઉન્સર પર તેના માથા પર બાઉન્સર વાગ્યો હતો. જેના થી ઓસ્ટ્રેલીયાના મોટો ઝટકો લાગ્યો હતો.

Published On - 8:12 am, Thu, 24 December 20

Next Article