AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: ‘ચીન’ તેની જ ધરતી પર ધૂળ ચાટતું થયું, ભારતીય દીકરીઓએ હોકી એશિયા કપ જીતીને રચ્યો ‘ઇતિહાસ’

ભારતીય મહિલા જુનિયર હોકી ટીમે ચીનને 1-0 થી હરાવીને સતત ત્રીજી વખત AHF જુનિયર એશિયા કપનો ખિતાબ જીતી લીધો છે. સાનિકા માનેના નિર્ણાયક ગોલની મદદથી ભારતે આ જીત હાંસલ કરી જુનિયર હોકી વર્લ્ડ કપમાં પણ પોતાની જગ્યા પાકી કરી લીધી છે.

Breaking News: 'ચીન' તેની જ ધરતી પર ધૂળ ચાટતું થયું, ભારતીય દીકરીઓએ હોકી એશિયા કપ જીતીને રચ્યો 'ઇતિહાસ'
| Updated on: Sep 13, 2026 | 8:24 PM
Share

સાનિકા ચંદ્રકાંત માનેના એકમાત્ર ગોલના દમ પર ભારતીય મહિલા જુનિયર હોકી ટીમે ચીનને ફાઇનલમાં 1-0 થી હરાવીને સતત ત્રીજી વખત AHF જુનિયર એશિયા કપનો ખિતાબ જીતી લીધો છે. આ જીતની સાથે જ ટીમે જુનિયર હોકી વર્લ્ડ કપ માટે પણ પોતાની ટિકિટ પાકી કરી લીધી છે.

ભારતે જીત્યો AHF જુનિયર એશિયા કપનો ખિતાબ

ફાઇનલમાં ભારત માટે વિનિંગ ગોલ 17મી મિનિટે સાનિકાએ કર્યો અને આ જ ગોલ નિર્ણાયક સાબિત થયો. મેચની શરૂઆતમાં બંને ટીમો બોલ પર કંટ્રોલ માટે ઝૂઝતી જોવા મળી. ચીને વધુ સમય સુધી બોલ પોતાની પાસે રાખીને ભારત પર પ્રેશર બનાવ્યું પરંતુ ભારતીય ડિફેન્સે ધૈર્ય ન ગુમાવ્યું અને શરૂઆતી દબાણને સારી રીતે સહન કરી લીધું. પહેલો ક્વાર્ટર આગળ વધવાની સાથે જ ભારતનું રક્ષણ વધુ મજબૂત થઈ ગયું અને યજમાન ચીનને સર્કલમાં કોઈ મોકો ન મળ્યો.

સાનિકાએ કર્યો ‘કમાલ’

બીજા ક્વાર્ટરના બે મિનિટ પછી જ ભારતને પહેલો મોટો મોકો મળ્યો અને સાનિકાએ તેને ગોલમાં ફેરવી દીધો. તેણે સમજદારી દર્શાવતા ચીનની ડિફેન્ડરની પાછળ સ્પેસ બનાવી અને ગોલથી આશરે પાંચ મીટર દૂર પહોંચી ગઈ. ચીનના સર્કલમાં આવેલા એક લાંબા સ્લેપ-પુશ પર સાનિકાએ શાનદાર ડિફ્લેક્શન કર્યું અને બોલ સીધો ગોલકીપર શૂ મેંગજિયાઓને ચકમો આપીને નેટમાં જતો રહ્યો.

ચીનને બરાબરીનો એક મોકો પેનલ્ટી કોર્નરથી મળ્યો પરંતુ તેમનો સીધો શોટ નક્કી ઊંચાઈથી ઉપર હતો. તેથી, અમ્પાયરે તેને ગેરકાયદેસર જાહેર કરી દીધો. આનાથી ભારતે રાહતનો શ્વાસ લીધો. હાફ ટાઇમથી બે મિનિટ પહેલા ભારત પાસે સરસાઈ બમણી કરવાનો ચાન્સ હતો, જ્યારે કેપ્ટન ખૈદેમ શિલેમાઇમા ચાનુનો તેજ શોટ ચીનની ગોલકીપરે બચાવી લીધો.

એક પણ મેચ ન હારી ‘ભારતીય ટીમ’

ત્રીજા ક્વાર્ટરમાં ચીને વધુ એટેક કર્યો અને એક વાર બરાબરીની નજીક પણ પહોંચી ગયું પરંતુ ભારતીય ડિફેન્સે ખતરાને ટાળી દીધો. છેલ્લો ક્વાર્ટર પૂરી રીતે ભારતના ડિફેન્સની પરીક્ષા હતી. ચીને છેલ્લી મિનિટોમાં પૂરો જોર લગાવ્યો પરંતુ ભારતીય ખેલાડીઓએ પોતાની લાઇન તૂટવા ન દીધી અને 1-0 ની સરસાઈને અંત સુધી જાળવી રાખી.

ભારતે આખા ટૂર્નામેન્ટમાં એક પણ મેચ ન હારી. પૂલ સ્ટેજમાં 3 જીત અને 1 ડ્રો સાથે ટોપ પર રહ્યું, સેમિફાઇનલમાં દક્ષિણ કોરિયાને 5-1થી હરાવ્યું અને હવે ફાઇનલમાં ચીનને હરાવીને હેટ્રિક ખિતાબ જીત્યો. આ જીત પર હોકી ઇન્ડિયાએ દરેક ખેલાડીને 3 લાખ અને સપોર્ટ સ્ટાફને 1.5 લાખ રૂપિયા ઇનામ આપવાની જાહેરાત કરી છે.

Women’s Asia Cup 2026 : ફાઇનલમાં ભારત શ્રીલંકા સામે બદલો લેશે, ટીમ ઇન્ડિયાના સંભવિત પ્લેઇંગ-11 જુઓ

Follow Us
અમદાવાદમાં ગણેશ પંડાલ લગાવવા માટે ફાયર સેફ્ટીના નિયમો કરાયા જાહેર
અમદાવાદમાં ગણેશ પંડાલ લગાવવા માટે ફાયર સેફ્ટીના નિયમો કરાયા જાહેર
થોડા વરસાદમાં જ અમદાવાદના માર્ગો થયા જળબંબાકાર, નફ્ફટ તંત્રની ખુલી પોલ
થોડા વરસાદમાં જ અમદાવાદના માર્ગો થયા જળબંબાકાર, નફ્ફટ તંત્રની ખુલી પોલ
અમેરિકામાં ભારતીય મહિલાના ભાઈની કારના ચારેય પૈડાં ચોરાયા - જુઓ Video
અમેરિકામાં ભારતીય મહિલાના ભાઈની કારના ચારેય પૈડાં ચોરાયા - જુઓ Video
TV9ના અહેવાલની અસર, દેવભૂમિ દ્વારકામાં પાણીની સમસ્યાનો અંત
TV9ના અહેવાલની અસર, દેવભૂમિ દ્વારકામાં પાણીની સમસ્યાનો અંત
વિદ્યાર્થી આંદોલનની જીત, અનિયમિત બસ સેવા હવે નિયમિત થશે
વિદ્યાર્થી આંદોલનની જીત, અનિયમિત બસ સેવા હવે નિયમિત થશે
રેપિડ ટેસ્ટ અંગે વેપારીઓને ટ્રેનિંગ અપાય
રેપિડ ટેસ્ટ અંગે વેપારીઓને ટ્રેનિંગ અપાય
રખડતી ગાયો માટે મહિલાએ Zomato થી રોટલી ઓર્ડર કરી
રખડતી ગાયો માટે મહિલાએ Zomato થી રોટલી ઓર્ડર કરી
તાપી જિલ્લામાં મેઘરાજાએ કરી એન્ટ્રી, પાકને મળ્યું નવજીવન ! Video
તાપી જિલ્લામાં મેઘરાજાએ કરી એન્ટ્રી, પાકને મળ્યું નવજીવન ! Video
અમદાવાદમાં જાહેર માર્ગ પર જન્મદિનની ઉજવણીનો વાયરલ વીડિયો
અમદાવાદમાં જાહેર માર્ગ પર જન્મદિનની ઉજવણીનો વાયરલ વીડિયો
ભારે વરસાદને પગલે દિલ્લી-સુરત ફ્લાઈટ અમદાવાદ ડાયવર્ટ! 18 મુસાફરો સવાર
ભારે વરસાદને પગલે દિલ્લી-સુરત ફ્લાઈટ અમદાવાદ ડાયવર્ટ! 18 મુસાફરો સવાર
g clip-path="url(#clip0_868_265)">