તસવીર સોર્સ- BCCI
વિરાટ કોહલીએ વલ્ડૅ 2019 પોતાની સેનાની પસંદગી કરી લીધી છે. આ વખતે વિરાટ કોહલીએ પોતાની સેનામાં રોહિત શર્મા, શિખર ધવન, કે એલ રાહુલ, વિજય શંકર, મહેન્દ્રસિહં ધોની, કેદાર જાદવ, દિનેશ કાર્તિક, યજુવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, ભુવનેશ્વર કુમાર, જશપ્રિત બુમરાહ, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા અને મોહમ્મદ શમીની પસંદગી કરી છે. વિરાટ કોહલી કપ્તાન પદ સંભાળશે જ્યારે વાઈસ કેપ્ટન તરીકે રોહિત શર્માની પસંદગી કરવામાં આવી છે. જેમાંથી 3 ત્રણ ગુજરાતી ખેલાડી રવિન્દ્ર જાડેજા, જશપ્રતિ બુમરાહ અને હાર્દિક પંડ્યાનો પણ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
આ ટીમમાં જોવા જઈએ તો ત્રણ ગુજરાતી ખેલાડીઓની પસંદગી પણ કરવામાં આવી છે. આમ ગુજરાતના ત્રણ ખેલાડીઓ પણ આ વર્ષના વલ્ડૅ કપમાં ધૂમ મચાવશે.