Golden Letter Box: ભારતીય પોસ્ટ ઓફિસ દ્વારા Olympics ગોલ્ડ વિજેતા નીરજ ચોપરા માટે અનોખું સન્માન
ભારતીય પોસ્ટ ઓફિસે નીરજ ચોપરાને વધુ એક નોંધપાત્ર સન્માન આપવાનું નક્કી કર્યું છે. તેના વતનમાં વર્ષો સુધી તેની સુવર્ણ જીતને ગુંજતી બનાવવા માટે પોસ્ટ ઓફિસે પાણીપતના ખંડરામાં કસ્ટમાઇઝ્ડ ગોલ્ડન લેટરબોક્સ સ્થાપિત કર્યું છે.
ઓલિમ્પિક(Olympics) સુપરસ્ટાર નીરજ ચોપરા (Neeraj Chopra) 2021માં ટ્રેક અને ફિલ્ડ(Track and Field) ઇવેન્ટમાં ભારતનો પ્રથમ ઓલિમ્પિક ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચ્યા પછી, નીરજ ચોપરા રાતોરાત દેશનું ગર્વ બની ગયો.
ભારતીયોએ હરિયાણામાં (Haryana) જન્મેલા એથ્લેટ નીરજ ચોપરાની જીતની વિવિધ રીતે ઉજવણી કરી. ટોક્યો ઓલિમ્પિક્સ 2020માં તેના 87.58 મીટરના ભાલા ફેંકથી તેને બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ, જાહેરાતો અને રોકડ પુરસ્કારો સહિત અનેક સંપત્તિઓ મળી. વિશ્વનું સૌથી મોટા પોસ્ટલ નેટવર્ક ભારતીય પોસ્ટ ઓફિસે (India Post) નીરજ ચોપરાને વધુ એક નોંધપાત્ર સન્માન આપવાનું નક્કી કર્યું છે. તેના વતનમાં વર્ષો સુધી તેની સુવર્ણ જીતને ગુંજતી બનાવવા માટે, પોસ્ટ ઓફિસે પાણીપતના (Panipat) ખંડરામાં કસ્ટમાઇઝ્ડ ગોલ્ડન લેટરબોક્સ(Golden Letterbox) સ્થાપિત કર્યું છે.
સોનાથી રંગાયેલા આ ખાસ લેટર બોક્સમાં એક નોંધ લખેલી છે – “જેવલિન થ્રો (Javelin Throw) ગોલ્ડ મેડલ વિજેતા ટોક્યો ઓલિમ્પિક્સ 2020 શ્રી નીરજ ચોપરાના સન્માનમાં.” આ ફોટો ટ્વિટર યુઝર્સ દ્વારા પ્રશંસા સાથે ખૂબ શેર કરવામાં આવી રહી છે.
Wonderful gesture by @IndiaPostOffice to honour India’s Olympic gold medalist #NeerajChopra
India Post has installed a golden letterbox in #Haryana in his hometown for spearheading India’s historic campaign in the 2020 edition of the Tokyo Olympics. pic.twitter.com/RT9foeby3m
— Ankur Lahoty, IIS (@Ankur_IIS) January 9, 2022
ટોક્યો ઓલિમ્પિકમાં (Tokyo Olympics) સુવર્ણ ચંદ્રક વિજેતા નીરજે ગયા મહિને કેલિફોર્નિયામાં Chula Vista Elite એથ્લેટ ટ્રેનિંગ સેન્ટર ખાતે તેની 90-દિવસની ઑફ-સીઝન તાલીમ શરૂ કરી હતી. ભારતમાં ભાલા ફેકનો પોસ્ટર બોય પ્રતિષ્ઠિત તાલીમ કેન્દ્રમાં 2022ની વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ (World Athletics Championships), કોમનવેલ્થ ગેમ્સ (CommonWealth Games) અને એશિયન ગેમ્સ (Asian Games) માટે તૈયારી કરી રહ્યો છે.
પ્રખ્યાત શૂટર અભિનવ બિન્દ્રા (Abhinav Bindra) પછી નીરજ ભારતનો બીજો વ્યક્તિગત ઓલિમ્પિક ગોલ્ડ મેડલ વિજેતા છે. અગાઉ નીરજને મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડથી (Major Dhyan Chand Khel Ratna Award) નવાજવામાં આવ્યા હતા. નીરજ 2021 માં ભારતીયો દ્વારા Google પર સૌથી વધુ સર્ચ કરાયેલ વ્યક્તિત્વ તરીકે પણ ઉભરી આવ્યો હતો. એથ્લેટિક્સ ફેડરેશન ઓફ ઈન્ડિયાએ (Athletics Federation of India) નીરજના કોચ ક્લાઉસ બાર્ટોનીટ્ઝનો (Klaus Bartonietz) કોન્ટ્રાક્ટ 2024માં પેરિસ ઓલિમ્પિક (Paris Olympics) સુધી લંબાવ્યો છે.
આ પણ વાંચો :
VIDEO: પાકિસ્તાની બોલરની ઉજવણીની ‘કોરોના સ્ટાઈલ’, બેટ્સમેનને આઉટ કર્યા બાદ હાથ ધોયા, માસ્ક પહેર્યું
આ પણ વાંચો :