AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : હવે ભારતીય ખેલાડીઓ પોતાની ઉંમર છુપાવી શકશે નહીં, BCCIએ ઉંમર સાથે છેતરપિંડી રોકવા માટે આ પગલું ભર્યું

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે એ ખેલાડીઓ માટે મોટું પગલું ભર્યું છે. જે પોતાની ઉંમરમાં ફ્રૉડ કરે છે. હવે આવું કરવું કોઈ પણ ખેલાડીઓ માટે સરળ નહી હોય. ભારતીય બોર્ડ ટૂ ટાયર એજ વેરિફિકેશન સિસ્ટમની શરુઆત કરવા જઈ રહ્યું છે.

Breaking News : હવે ભારતીય ખેલાડીઓ પોતાની ઉંમર છુપાવી શકશે નહીં, BCCIએ ઉંમર સાથે છેતરપિંડી રોકવા માટે આ પગલું ભર્યું
| Updated on: Aug 04, 2025 | 9:50 AM
Share

ભારતીય ક્રિકેટમાં છેલ્લા કેટલાક સમયથી કેટલાક એવા કેસ સામે આવી રહ્યા છે કે, ક્રિકેટર્સ પોતાની ઉંમર સાથે છેતરપિંડી કરી રહ્યા છે. આ સમસ્યા માત્ર ક્રિકેટ જ નહી પરંતુ ભારતીય રમતમાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહી છે. પરંતુ હવે ભારતીય ક્રિકેટ કંટોલ બોર્ડે આ રીત સુધારવાની તૈયારીમાં છે. આ માટે મોટું પગલું ભરવા જઈ રહ્યું છે. બીસીસીઆઈએ હવે ખેલાડીઓની ઉંમર સહિત અન્ય જાણકારીની તપાસ કરવા માટે એક એજન્સીની નિયુક્ત કરવાની તૈયારી કરી રહ્યું છે.

BCCIએ મોટું પગલું ભર્યું

ક્રિકબઝના રિપોર્ટ મુજબ ભારતીય બોર્ડ ટૂ-ટીયર એજ વેરિફિકેશ સિસ્ટમની મદદથી ખેલાડીઓની યોગ્ય ઉંમર ઓળખે છે. આ સિસ્ટમમાં પહેલા ડોક્યુમેન્ટ અને બર્થ સર્ટિફિકેટની તપાસ સામેલ છે. ત્યારબાદ હાડકાંનો ટેસ્ટ થાય છે. જે સામાન્ય રીતે TW3 એટલે કે. ટૈનર વ્હાઈટ હાઉસ 3 કહેવામાં આવે છે. આ વેરિફિકેશ મોટા ભાગે અંડર 16 અને અંડર 15 મહિલાના સ્તરે પર કરવામાં આવે છે.

હવે આ કામ એક પ્રોફેશન એજન્સી પાસે કરાવવાનો નિર્ણય બીસીસીઆઈએ લીધો છે. આ માટે RPF એટલે કે, રિક્વેસ્ટ ફોર પ્રપોઝલને હાલમાં જાહેર કર્યો છે. જેમાં કોઈ નાની-મોટી કંપનીઓને બોલી લગાવવા માટે કહેવામાં આવ્યું છે. આ તઆ તપાસ સેવા કોણ પૂરી પાડી શકે છે. આ માટે ઓગસ્ટના અંત સુધીમાં એજન્સીની નિમણૂક કરવામાં આવશે.આ સિવાય ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ આધાર,પાસપોર્ટ, વોટર આઈડી અને અન્ય પુરાવાને પણ ધ્યાનથી જોશે. ભારતીય બોર્ડ દ્વારા આ તપાસની પ્રકિયા જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં થશે. ખેલાડીઓને હવે આ તમામ વસ્તુઓ પર ધ્યાન આપવું પડશે. જો કોઈ ખેલાડી આમાં પકડાય જાય છે તો. તેની સામે મોટી કાર્યવાહી કરવામાં આવશે.

આ ખેલાડીઓ ઉંમરની છેતરપિંડીમાં ફસાયા છે

ભારતીય ટીમના ખેલાડીઓ નીતિશ રાણાની જન્મતારીખમાં ગડબડ પકડાય હતી. બીસીસીઆઈએ વર્ષ 2015માં દિલ્હીના 22 ખેલાડીઓ ઉપર ઉંમર સાથે છેતરપિંડી કરવાનાકારણે પ્રતિબંધ લગાવ્યો હતો. જેમાં નીતિશ રાણાનું નામ પણ સામેલ હતુ. નીતીશ પર એજ ગ્રુપ ટુર્નામેન્ટ રમવા પર પ્રતિબંધ લાગ્યો હતો. આ સિવાય રાજસ્થાન રોયલ્સના યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશીની ઉંમરને લઈને પણ સતત ચર્ચાઓ ચાલી રહે છે. આ તમામ દાવાઓ ખોટા છે.

 ટીમ ઈન્ડિયા અને મેન ઇન બ્લુ જેવા નામોથી જાણીતી ભારતીય ટીમ હાલમાં વિશ્વ ક્રિકેટ પર પ્રભુત્વ ધરાવે છે. અહી ક્લિક કરો

સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી
અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી
સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
g clip-path="url(#clip0_868_265)">