AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs ZIM 2nd T20: વિશ્વ ચેમ્પિયન ભારતનો ઝિમ્બાબ્વે સામે શાનદાર વિજય, 100 રનથી જીત

India vs Zimbabwe 2nd T20I Cricket Match Result: ભારતીય ટીમે ટોસ જીતી પ્રથમ બેટિંગ પસંદ કરી હતી. ભારતે માત્ર 2 વિકેટ ગુમાવીને નિર્ધારીત ઓવર્સમાં 234 રનનો સ્કોર ખડક્યો હતો. અભિષેક શર્માએ શાનદાર સદી અને ઋતુરાજ ગાયકવાડે અડધી સદી નોંધાવી હતી.

IND vs ZIM 2nd T20: વિશ્વ ચેમ્પિયન ભારતનો ઝિમ્બાબ્વે સામે શાનદાર વિજય, 100 રનથી જીત
Follow Us:
| Updated on: Jul 07, 2024 | 7:51 PM

ભારતીય ટીમ હાલમાં ઝિમ્બાબ્વે પ્રવાસે છે. જ્યાં ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે 5 મેચની T20 શ્રેણી રમાઈ રહી છે. સિરીઝની બીજી મેચમાં ભારતીય ટીમનો શાનદાર વિજય થયો છે. પ્રથમ મેચમાં યજમાન ઝિમ્બાબ્વેએ ભારત સામે આસાન જીત મેળવી હતી. પરંતુ બીજી મેચમાં જ ભારતે પોતાની વિશ્વ ચેમ્પિયન રુઆબને દર્શાવતી રમત દર્શાવી હતી. ભારતીય ટીમે 100 રનથી ઝિમ્બાબ્વે સામે જીત મેળવી હતી. ઝિમ્બાબ્વેનો દાવ 19મી ઓવરમાં 134 રન પર જ સમેટાઈ ગયો હતો.

ભારતીય ટીમનું સુકાન શુભમન ગિલ સંભાળી રહ્યો છે. ટોસ જીતીને પ્રથે બેટિંગ કરવાનું સુકાની ગિલે પસંદ કર્યું હતુ. ભારતે પ્રથમ બેટિંગ કરતા 2 વિકેટ ગુમાવીને 234 રનનો સ્કોર ઝિમ્બાબ્વે સામે ખડ્યો હતો. ભારતીય ટીમના યુવા ક્રિકેટર અભિષેક શર્માએ કરિયરની બીજી આંતરરાષ્ટ્રીય T20 મેચ રમતા જ સદી નોંધાવી હતી.

ભારતીય બોલર્સ સામે યજમાન ટીમ ધરાશાયી

વિશાળ લક્ષ્ય ભારતે પ્રથમ બેટિંગ કરતા યજમાન ઝિમ્બાબ્વેની ટીમ સામે રાખ્યું હતુ. જવાબમાં ઝિમ્બાબ્વેની ટીમ બેટિંગ કરવા માટે ઉતરતા ભારતીય બોલર્સે યજમાન ટીમની કમર શરુઆતમાં જ તોડી નાંખી હતી. પહેલા બેટર્સે ઝિમ્બાબ્વેના બોલર્સની હાલત ખરાબ કરી દેતી બેટિંગ કરી હતી. હવે બોલર્સે જબરદસ્ત બોલિંગ વડે ઝિમ્બાબ્વેના બેટર્સને પરેશાન કરી દીધા હતા. બીજા શબ્દોમાં કહોતો ટીમને ધરાશાયી કરી દીધી હતી.

શું પીરિયડ્સ દરમિયાન તુલસીની માળા પહેરાય ?
અમદાવાદ : ભગવાન જગન્નાથના અલૌકિક મામેરાની તસવીરો
સામુદ્રિક શાસ્ત્ર : તમારા કાન આવા છે તો બનશો ધનવાન, જાણો કેવી રીતે
કાંતારાના અભિનેતા ઋષભ શેટ્ટીના પરિવાર વિશે જાણો
રવિવારે સૂર્ય દેવને પાણી ચઢાવવાથી શું થાય છે?
શનિ દેવને પ્રસન્ન કરવાનો સૌથી સરળ ઉપાય!

યજમાન ટીમના ઓપનર વેસ્લી મેધેવેરેએ ટીમની લાજ રાખવા માટે ભારતીય બોલર સામે ઝઝૂમવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે અન્ય બેટર્સ એક બાદ એક ઝડપથી મેદાન બહારનો રસ્તો માપવા લાગ્યા હતા. બ્રાયન બ્રેનેટે જોકે ઓપનર વેસ્લીને સાથ આપવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેને પણ મુકેશ કુમારે પોતાનો શિકાર બનાવ્યો હતો. મુકેશ કુમારે ઓપનર ઈનોસેન્ટ કાઈઆને માત્ર 4 રનના વ્યક્તિગત સ્કોર પર જ બોલ્ડ કરીને પરત મોકલ્યો હતો. બાદમાં બ્રાયનને પણ બોલ્ડ કરીને શિકાર કર્યો હતો.

ઓપનર વેસ્લી ઝઝૂમ્યો

4 રનના ટીમ સ્કોર પર પ્રથમ વિકેટ ગુમાવ્યા બાદ યજમાન ટીમે બીજી વિકેટ 40 રનના સ્કોર પર બ્રાયનના રુપમાં ગુમાવી હતી. જે બંને વિકેટ મુકેશે ઝડપી હતી. ત્યાર બાદ ઝિમ્બાબ્વેની ટીમનું પતન શરુ થયું હતુ. 76 રન સુધીમાં 7 વિકેટ ઝિમ્બાબ્વેએ ગુમાવી દીધી હતી. જોકે વેસ્લી અને લ્યૂક જોંગ્વેએ 8મી વિકેટ માટે 41 રનની ભાગીદારી નોંધાવી હતી. બંનેએ ભારતીય બોલર્સ સામે લડત આપવાનો પ્રયાસ કરીને ટીમનો સ્કોર 100 ને પાર કર્યો હતો. વેસ્લી 39 બોલનો સામનો કરીને 43 રન નોંધાવી રવિ બિશ્નોઈનો શિકાર થયો હતો. રવિએ તેને બોલ્ડ કર્યો હતો. સુકાની સિકંદર રઝા પણ માત્ર 4 રન નોંધાવીને પરત ફર્યો હતો.

આવેશ ખાને 3 વિકેટ ઝડપી હતી. આવેશે 3 ઓવર કરીને 15 રન ગુમાવ્યા હતા. જ્યારે મુકેશ કુમારે 3.4 ઓવરમાં 37 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. રવિ બિશ્નોઈએ મેચમાં 2 વિકેટ ઝડપી હતી. રવિએ શાનદાર બોલિંગ કરતા 4 ઓવરમાં માત્ર 11 રન આપ્યા હતા. જ્યારે વોશિંગ્ટન સુંદરે 1 વિકેટ ઝડપી હતી.

આ પણ વાંચો: શામળાજી-ચિલોડા હાઈવે પર જોખમી ખાડાઓને લઈ MP એ યુદ્ધના ધોરણે સમારકામ કરવા NHAI ને પત્ર લખ્યો

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">