IND vs IRE: ભારતે પ્રથમ બેટિંગ કરતા આયર્લેન્ડ સામે 186 રનનુ રાખ્યુ લક્ષ્ય, ગાયકવાડની શાનદાર અડધી સદી
India vs Ireland, T20 Series Match Inning Report Today: ભારત અને આયર્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી ત્રણ T20 મેચની સિરીઝની બીજી મેચ ડબલીનના ધ વિલેજમાં આયોજીત કરાઈ છે. મેચમાં યજમાન આયર્લેન્ડના સુકાનીએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ પસંદ કરી હતી.
ભારત અને આયર્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી ત્રણ T20 મેચની સિરીઝની બીજી મેચ ડબલીનના ધ વિલેજમાં આયોજીત કરાઈ છે. મેચમાં યજમાન આયર્લેન્ડના સુકાનીએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ પસંદ કરી હતી. ભારતીય ટીમની શરુઆતમાં બે મહત્વની વિકેટની પડવાને લઈ રમતની ગતી ધીમી થઈ હહતી. જોકે બાદમાં ઋતુરાજ ગાયકવાડ અને સંજૂ સેમસને બાજી સંભાળીને રનની ગતિ વધારી હતી. ભારતીય ટીમે નિર્ધારીત 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 185 રન નોંધાવ્યા હતા.
ઓપનર ઋતુરાજ ગાયકવાડે શાનદાર અડધી સદી નોંધાવી હતી. ભારતીય ટીમે ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા માટે ઉતરતા 34 રનના સ્કોરમાં જ બે મહત્વની વિકેટ ગુમાવી દીધી હતી. ભારતીય બોલરોએ હવે યજમાન સામે લક્ષ્ય બચાવવાનો પડકાર છે. સિરીઝમાં ભારતીય ટીમ 1-0 થી આગળ છે અને આજે જીત સાથે જ શ્રેણી પોતાના કબ્જામાં કરી લેવાનો ઈરાદો જસપ્રીત બુમરાહ એન્ડ કંપનીનો છે.
ગાયકવાડની શાનદાર અડધી સદી
ટોસ હારીને બેટિંગની શરુઆત થોડીક ખરાબ રહી હતી. ભારતીય ઓપનીંગ જોડી ઝડપથી તૂટી ગઈ હતી. ચોથી ઓવરના ચોથા બોલ પર યશસ્વી જયસ્વાલ વિકેટ ગુમાવીને પરત ફર્યો હતો. તેણે ક્રેગ યંગના બોલ પર કર્ટસ કેમફેરના હાથમાં કેચ આપ્યો હતો. ત્યાર બાદ પાંચમી ઓવરના પ્રથમ બોલ પર તિલક વર્માની વિકેટ ગુમાવી હતી. ભારતીય ટીમનો સ્કોર આ સમયે 34 રન હતો અને બે વિકેટ ગુમાવી દીધી હતી. જોકે બાદમાં સંજૂ સેમસન અને ઋતુરાજ ગાયકવાડે બાજી સંભાળતી સ્કોર બોર્ડને આગળ વધાર્યુ હતુ.
ઋતુરાજ ગાયકવાડે શાનદાર અડધી સદી નોંધાવી હતી. તેણે 43 બોલનો સામનો કરીને 58 રન ફટકાર્યા હતા. આ દરમિયાન 1 છગ્ગો અને માત્ર 2 ચોગ્ગા ફટકાર્યા હતા. ગાયકવાડની બેટિંગ ભારતીય ટીમના સ્કોર બોર્ડને આગળ વધારવામાં મહત્વનુ કાર્ય કર્યુ હતુ. ભારતીય ટીમે 100 નો સ્કોર પાર કર્યા બાદ સંજૂ સેમસનની વિકેટ ગુમાવી હતી. સેમસને 26 બોલનો સામનો કરીને 40 રન નોંધાવ્યા હતા. સેમસને 1 છગ્ગો અને 6 ચોગ્ગા આ દરમિયાન ફટકાર્યા હતા.
#RuturajGaikwad – hitting boundaries with the luck of the Irish and the flair of an Indian #IREvIND #JioCinema #Sports18 pic.twitter.com/hKkDN87VFD
— JioCinema (@JioCinema) August 20, 2023
રિંકુ અને શિવમે તોફાન મચાવ્યુ
અંતમાં રિંકુ સિંહ અને શિવમ દુબેએ મળીને 5 છગ્ગા મચાવીને તોફાન મચાવી દીધુ હતુ. રિંકુ સિંહે 19મી ઓવરમાં શાનદાર 2 છગ્ગા અને એક ચોગ્ગો ફટકાર્યો હતો. આ ઓવરમાં 22 રન નિકાળ્યા હતા. અંતિમ ઓવરમાં શિવમ દુબેએ સળંગ બે છગ્ગા ફટકાર્યા હતા. જ્યારે ફરી રિંકુ સ્ટ્રાઈક પર આવતા તેણે ફરી એક છગ્ગો ફટકાર્યો હતો. રિંકુએ 3 છગ્ગા અને 2 ચોગ્ગા સાથે 21 બોલમાં 38 રન ફટકાર્યા હતા. જ્યારે શિવમ દુબેએ 16 બોલમાં 22 રન ફટકાર્યા હતા.
Achi finish ki chinta kyu jab crease par barkaraar ho Rinku ! #IREvIND #JioCinema #Sports18 #RinkuSingh #TeamIndia pic.twitter.com/QPwvmPPPxK
— JioCinema (@JioCinema) August 20, 2023